Ahmedabad: 14 વર્ષની લિવરની તકલીફ છેલ્લા સ્ટેજમાં પહોંચી!! ત્યારે ભગવાને કર્યો 'ચમત્કાર' અને પછી...

હિતેશકુમારના પત્ની મનીષાબહેન છેલ્લાં 14 વર્ષથી “લિવર સિરોસિસ”ની ગંભીર બિમારીથી પીડાઈ રહ્યા હતા. શરૂઆતમાં તેમણે પેટના ડોક્ટરનો સંપર્ક કર્યો હતો અને તેમની સલાહથી તેમણે એન્ડોસ્કોપી કરતા લિવર ડેમેજ હોવાનું જણાવ્યું હતું.

  • જીવવાની આશા ગુમાવી બેઠા, ત્યારે “અંગદાનમાં મળેલા લીવર”ના પ્રત્યારોપણથી “જિંદગીને વેલકમ”
  • 14 વર્ષથી લિવરની સમસ્યાથી પીડાઈ રહેલા મનીષાબહેનને અંગદાનમાં મળેલા લિવરથી નવજીવન
  • PMJAY કાર્ડ અને પ્રધાનમંત્રી રાહતફંડની મદદના ધોધથી મનિષાબેનને નવજીવન પ્રાપ્ત થયુ

Trending Photos

Ahmedabad: 14 વર્ષની લિવરની તકલીફ છેલ્લા સ્ટેજમાં પહોંચી!! ત્યારે ભગવાને કર્યો 'ચમત્કાર' અને પછી...

ઝી ન્યૂઝ/બ્યૂરો: અમદાવાદ સિવિલ (Ahmedabad Civil Hospital) મેડિસીટી ખાતે આવેલી વિશ્વની સૌથી મોટી ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસિઝીસ ઍન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)ના નૅફ્રોલોજિસ્ટ્સે લાસ્ટ સ્ટેજમાંથી પસાર થઈ રહેલી એક મધ્યમ વર્ગની મહિલાને અંગદાન દ્વારા પ્રાપ્ત થયેલા લિવરનું પ્રત્યારોપણ કરીને નવજીવન બક્ષ્યું છે. સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલમાં જેનો ખર્ચ અંદાજીત રૂ. 40થી 50 લાખ થાય તેવું આ જટિલ ઓપરેશન IKDRCમાં કેન્દ્ર સરકાર (Central Government)ના પીએમ JAY- આયુષ્માન ભારત કાર્ડ અને પ્રધાનમંત્રી રાહત ફંડના સહયોગના લીધે વિનામૂલ્યે સંપન્ન થયું છે. 

આ વિશે મળતી માહિતી પ્રમાણે છેલ્લા 20 વર્ષથી હિતેશકુમાર નવીનચંદ્ર મોદી અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પત્ની, પુત્રી, માતા-પિતા સહિત કુલ પાંચ લોકોના મધ્યમવર્ગીય પરિવાર સાથે રહે છે. તેઓ ખાનગી ક્ષેત્રમાં નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ હિતેશકુમારના પત્ની મનીષાબહેન છેલ્લાં 14 વર્ષથી “લિવર સિરોસિસ”ની ગંભીર બિમારીથી પીડાઈ રહ્યા હતા. શરૂઆતમાં તેમણે પેટના ડોક્ટરનો સંપર્ક કર્યો હતો અને તેમની સલાહથી તેમણે એન્ડોસ્કોપી કરતા લિવર ડેમેજ હોવાનું જણાવ્યું હતું.

No description available.

છેલ્લા 14 વર્ષમાં હિતેશભાઈએ પોતાની પત્નીની સારવાર અને દવા માટે ખૂબ ખર્ચ કર્યો, પરંતુ ક્યાંયથી સંતોષજનક પરિણામ મળ્યું નહોતું. 2018માં લિવરમાં પાણી ભરાવવાનું શરૂ થયું હતું, જેથી તેમની પત્નીની પરિસ્થિતિ ધીરે ધીરે ગંભીર બનવા લાગી હતી.  છેવટે મનીષાબહેન છેલ્લા સ્ટેજમા આવી ગયા હતાં. ખાનગી ડોક્ટરે પણ લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવી લેવાની સલાહ આપી હતી. જેના માટે તપાસ કરવામાં આવતા ખાનગી હોસ્પિટલમાં 40થી 50 લાખનો ખર્ચ જણાવ્યો હતો. જોકે હિતેશભાઈ સગાઓ- મિત્રો પાસેથી ઉછીના પૈસા લઇને પણ પત્નીની સારવાર કરાવવા તૈયાર હતા. 

મનીષા બેનનુ રૂટિન ચેકઅપ કરનારા ડોક્ટર, નજીકના મિત્રો અને સ્નેહીઓની સલાહના પગલે હિતેશભાઈ મનીષાબહેનને IKDRCમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે લઇ ગયા હતા. આ સાથે જ હિતેશભાઈના નસીબ ઉઘડી ગયા હતા, હિતેશભાઈના જાણે તેમના નસીબ આડેનું પાંદડું ખસ્યું હતું. કુદરત અત્યાર સુધી બન્ને જણાંની પરીક્ષા લઈ રહી હોય તેમ હિતેશભાઈ અને મનીષાબહેન પરથી દુ:ખના પહાડો ખસ્યા હતા. 

IKDRCમાં મનીષાબહેનના લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે હિતેશભાઈએ સતત ચાર વર્ષ સુધી ફોલો-અપ લીધું હતું. આખરે લિવરનું અંગદાન મળતા તાબડતોબ મનીષાબહેનના ઓપરેશન કરવાનો તખ્તો તૈયાર કરાયો હતો. SOTTO ના કન્વીનર  ડો. પ્રાંજલ મોદી અને તેમની ટીમે મનીષાબહેનનું ઓપરેશન કર્યું, જે માટે આયુષ્માન કાર્ડ અને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી નાણાકીય સહયોગ પણ મેળવ્યો હતો.

મનીષાબહેનના પતિ હિતેશભાઇ મોદીએ આ વિશે જણાવ્યું હતું કે, મારી પત્નીના લિવર ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશનનો ખર્ચ બહાર રૂ. 40-50 લાખનો થવાનો હતો, તે ઓપરેશન IKDRCમાં વિનામૂલ્યે એટલે કે કોઇ પણ ખર્ચ વિના સફળતાપૂર્વક સંપન્ન થયું છે. ઓપરેશન પછીની મોંઘી દવાઓના ખર્ચ માટે પણ પીએમ JAY-આયુષ્માન ભારત કાર્ડ પણ અતિ ઉપયોગી બની રહ્યું છે. 

No description available.

તેઓએ IKDRCમાં સારવાર અંગે જણાવ્યું હતું કે, "લોકોમાં માન્યતા છે કે સરકારી હોસ્પિટલ એ ખાનગી હોસ્પિટલ કરતા ઊણી ઉતરે છે. હોસ્પિટલના ડોક્ટર્સ, સ્ટાફનો સહયોગ સારો હોતો નથી. વાસ્તવમાં આવું કશું જ નથી. આ સાવ ખોટી વાત છે. IKDRC ના ડિરેક્ટર ડો.વિનીત મિશ્રા સહિતના તબીબો અને સ્ટાફ તથા સરકારી યોજનાનો સ્ટાફ ઘણાં સારા અને સપોર્ટિવ છે. લોકોએ IKDRC સિવિલ હોસ્પિટલ વિશેના તમામ ખોટા ખ્યાલ કાઢી નાખવા જોઇએ. અહીં સારામાં સારી ટ્રીટમેન્ટ મળે છે. મારી પત્નીના લિવર ટ્રાન્સપ્લાન્ટનું જે કામ ક્યાંય ન થયું, તે અહીં થયું છે." 

આ તબક્કે હિતેશભાઈ અને તેમના પરિવારે ગુજરાત અને કેન્દ્ર સરકારની PMJAY-આયુષ્માન ભારત, જે બ્રેઇનડેડ દર્દીના લિવરનું અંગદાન મળ્યું છે તે દર્દીના પરિવારજનો, IKDRCના ડોક્ટર્સ, સ્ટાફ સહિત સરકારી યોજના વિભાગના સૌનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. 

પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી સહાય કેવી રીતે મેળી?
મનિષાબેનના પતિએ કિડની હોસ્પિટલમાંથી લિવર પ્રત્યારોપણ માટેનું એસ્ટીમેટ કઢાવીને અમદાવાદ પશ્ચિમના સાસંદ કિરિટભાઇ સોલંકીને સંપર્ક કર્યો અને પોતાની વ્યથા વર્ણવી હતી. આખરે સાસંદે પોતાના ભલામણ પત્ર સાથેની મનિષાબેનની અરજી પ્રધાનમંત્રી રાહત ફંડ માટે પ્રધાનમંત્રી કાર્યાલાયમાં મોકલી આપી હતી. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી પ્રધાનમંત્રી નિધીમાંથી રાહત આપવાના તમામ માપદંડો મુજબ અરજી લાયક ઠરતા મદદ આપવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news