Gujarat ના સોની બજારોમાં ભયંકર મંદીનો માહોલ, જાણો શું છે સોના-ચાંદીનો આજનો ભાવ?
ગુજરાત સહિત સમગ્ર દેશમાં દિવાળી સહિતના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેમ છતા સોની બજારમાં સન્નાટો છવાયેલો રહે છે. સોના ચાંદીના વેપારીઓને દિવાળી ટાણે રાજ્યના દરેક સોની બજારમાં વેપારીઓને નવરા ધૂપ બેસવાનો વારો આવ્યો છે.
- આજનો સોનાની 10 ગ્રામની લગડીનો ભાવ 49100
- સોનાના 10 ગ્રામના દાગીનો ભાવ 47900 છે
- ચાંદીની લગડીનો ભાવ છે રૂપિયા.66000 છે, જ્યારે ચાંદી ના દાગીનાનો ભાવ 62000 છે
Trending Photos
અમદાવાદ: કોરોના (Corona) મહામારી અને મોંઘવારીના કારણે હાલ અમદાવાદ (Ahmedabad) ના સોની બજારમાં જોરદાર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં દિવાળી સહિતના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેમ છતા સોની બજારમાં સન્નાટો છવાયેલો રહે છે. સોના ચાંદીના વેપારીઓને દિવાળી (Diwali Festival) ટાણે રાજ્યના દરેક સોની બજારમાં વેપારીઓને નવરા ધૂપ બેસવાનો વારો આવ્યો છે. વેપારીઓ આ વિશે જણાવી રહ્યા છે કે આટલા વર્ષોમાં પહેલીવાર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજ્યભરના સોના અને ચાંદીના વેપારીઓ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આટલા વર્ષોમાં પહેલીવાર આવી મંદી જોવા મળી રહી છે. ખરીદી કરવા આવનાર ગ્રાહકો પણ સોનાની લગડી અને ચાંદીની ખરીદી કરવાનુ વધારે પસંદ કરે છે. પરંતુ આ વખતે તેવું કોઈ વાતાવરણ જોવા મળી રહ્યું નથી. વેપારીઓનું કહેવું છે કે ગ્રાહકો સોનાના ભાવ ઉતરવાની જોઈ રહ્યા છે. ત્યારે વેપારીઓને આશા છે કે દિવાળી પહેલા ધનતેરસ અને પુષ્યનક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરતા લોકો માટે આશાનું કિરણ દેખાઈ શકે છે.
આજનો સોના અને ચાંદીનો ભાવ
અત્રે નોંધનીય છે કે, આજે સોના અને ચાંદીના ભાવ વિશે જણાવીએ તો સોનાની 10 ગ્રામની લગડીનો ભાવ 49100 જ્યારે સોનાના 10 ગ્રામના દાગીનો ભાવ 47900 છે. ચાંદીની લગડીનો ભાવ રૂપિયા 66000 છે, જ્યારે ચાંદીના દાગીનાનો ભાવ 62000 છે.
સોના ચાંદી બજારોમાં દિવાળીના તહેવારો અને ખાસ કરીને ધનતરેશના દિવસે શુભ મુહૂર્તમાં સોનું ખરીદવાનું એક અવસર હોય છે. પરંતુ સોના ચાંદીના વેપારીઓને મંદીના કારણે તેમના ચહેરા પરથી રોનક ઉડી ગઈ છે.
તહેવારોમાં સોના ચાંદીની ખરીદીમાં થશે વધારો!
નોંધનીય છે કે હજુ તહેવારો શરૂ થવામાં 10 દિવસનો સમય બાકી રહ્યો છે, ત્યારે વેપારીઓ આશા લગાવીને બેઠા છે કે અમદાવાદ સહિત રાજ્યભરની સોના ચાંદીના બજારોમાં મુહૂર્તમાં લોકો સોના અને ચાંદીની ખરીદી કરશે. ધનતેરસના દિવસે સોના ચાંદીની ખરીદીને ખુબ જ શુકનવંતી માનવામાં આવે છે. જોકે ગત વર્ષ કરતા ઘરાકીમાં કેટલો વધારો કે ઘટાડો થશે તે તો આવનારો સમય જ દેખાડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે