શંકાશીલ પ્રેમી આખી રાત વીડિયો કોલ ચાલુ રાખી...!! ત્રાસના લીધે મહિલા પોલીસકર્મીનો આપઘાત
Ahmdabad News: વાસણામાં પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. જેમાં પોલીસને તપાસ દરમિયાન ઘરેથી ચોપડામાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેમાં મહીલા પોલીસકર્મીએ મિત્રના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: રાજ્યમાં મહિલાઓ હવે સુરક્ષિત દેખાઈ રહી નથી, ક્યારેક શારીરિક કે માનસિક ત્રાસના કિસ્સાઓ વધી રહ્યા છે. તેવામાં વાસણામાં પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇને જિંદગી ટૂંકવતા ખળભળાટ મચી ગયો છે. મહિલા પોલીસકર્મીના આપઘાત બાદ પોલીસને તેમના ઘરેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેમાં મહિલા પોલીસકર્મીએ પોતાના પ્રેમીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે. મહિલા પોલીસકર્મીનો પ્રેમી નોકરી છોડી દેવા માટે દબાણ કરતો હતો. એટલું જ નહીં આખી રાત વીડિયો કોલ ચાલુ રાખતો અને શંકાકુશંકા રાખતો હતો. જે અંગે વાસણા પોલીસએ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
6 દિવસ પહેલાં આપઘાત કર્યો
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી લલિતાબેન પરમારે ગત 29મીએ આપઘાત કર્યો હતો. આ કિસ્સામાં વાસણા પોલીસે મૃતક મહિલાના સુરેન્દ્રનગર જિલ્લાના સોલડી ગામમાં જ રહેતા તેના જસવંત નામના પ્રેમી સામે ગુનો નોંધ્યો છે. પ્રેમી નોકરીએ ન જવા અને કોઈ સાથે વાત ન કરવા દબાણ કરતો હતો. એટલું જ નહીં, આખી રાત વિડીયો કોલ ચાલુ રાખવા પણ દબાણ કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસને સ્યુસાઇડ નોટના આધારે વાસણા પોલીસે ગુનો નોંધ્યો છે.
કોણ હતા મહિલા પોલીસકર્મી લલિતા પરમાર?
પાલડી પોલીસ સ્ટેશનમાં એલઆરડી તરીકે ફરજ બજાવતી લલિતા પરમારે છ દિવસ પહેલાં વાસણા ખોડિયારનગર ખાતે ભાડાના મકાનમાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. જે મરતાં પહેલાં મહિલા પોલીસકર્મી લલિતા પરમારએ લખી હતી. સુસાઈડ નોટમાં તેમણે લખ્યું હતું કે ગામમાં રહેતા જસંવત નામનો પ્રેમી સતત વીડિયો કોલ અને ફોન કરતો હતો અને અન્ય કોઈ સાથે વાત ન કરવા માટે સતત ધમકી આપતો હતો. એટલું જ નહીં, તેને નોકરી છોડવા માટે પણ દબાણ કરતો હતો. જેથી યુવતી કંટાળી ગઇ હતી, જેના કારણે તેણે જીવન ટૂંકાવવાનું નક્કી કર્યું હતું.
કેટલાક પુરાવા તેના મોબાઇલ ફોનમાં હોવાનો ઉલ્લેખ
પોલીસને કેટલાક પુરાવા તેના મોબાઇલ ફોનમાં હોવાનો ઉલ્લેખ પણ લલિતા પરમારે અંતિમ ચિઠ્ઠીમાં કર્યો હતો. મૃતક લલિતા પરમારનું પહેલું પોસ્ટિંગ પાલડી ખાતે હતું અને તેણે ગત 18મી ડિસેમ્બરના રોજ નોકરી શરૂ કરી હતી. 20 દિવસ પહેલાં જ તે તેની બહેનપણી સાથે ખોડિયારનગરમાં ભાડેથી રહેવા માટે આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે