Ahmedabad Crime News : અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ અક્ષર લક્ઝુરિસ ફ્લેટમાં ચોથા માળેથી પટકાયેલા યુવકનું મોત નિપજ્યુ હતું. બોપલ પોલીસે અકસ્માત મોત નોંધી કેસની વધુ તપાસ કરી છે. ત્યારે તપાસમાં મોટો ખુલાસો થયો કે, જે યુવકનું મોત થયું તે મહાવીરસિંહ સિંધવ સુરેન્દ્રનગરમાં માથાભારે શખ્સ તરીકે કુખ્યાત છે. ઈન્ડિયન આર્મીની નોકરી છોડીને તેણે ગુનાખોરીની દુનિયામાં પગ મૂક્યો હતો. સુરેન્દ્રનગરના મોટા ડ્રગ્સકાંડમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે તેનું નામ જોડાયું હતું. ત્યારે કોણ છે આ મહાવીરસિંહ સિંધવ જાણીએ.
Ahmedabad News:અમદાવાદના સુભાષબ્રિજ નીચેનો રિવરફ્રન્ટ બંધ કરાયો. બ્રિજને તોડવાના કારણે બ્રિજ નીચેના ભાગને કોર્ડન કરાયો. સુભાષબ્રિજ પહેલાં રિવરફ્રન્ટથી બહાર નીકળીને ડફનાળા જવું પડશે. સમારકામ દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તેની તકેદારી. તકેદારીના ભાગરૂપે બ્રિજ નીચેનો રિવરફ્રન્ટ બંધ કરાયો.
Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને મહત્વની બેઠકો યોજવાની સાથે-સાથે વિવિધ વિકાસલક્ષી કાર્યોની શરૂઆત પણ કરાવશે. પ્રવાસના પ્રથમ દિવસે આજે તેઓ અમદાવાદમાં અલગ-અલગ બેઠકોમાં ભાગ લેવાના છે, જેમાં ખાસ કરીને અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોન કાર્યાલય ખાતે યોજાનારી મહત્વની બેઠકોમાં તેઓ હાજરી આપશે.
Ahmedabad News: અમદાવાદમાં બનેવીએ સગીર સાળી પર નજર બગાડી દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી છે. અમારીવાડી વિસ્તારમાં સાળીની એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર બનેવીની અમરાઇવાડી પોલીસે ધરપકડ કરી છે.
Ahmedabad Railway Station: પશ્ચિમ રેલ્વેના સૌથી મહત્વના એવા અમદાવાદ રેલ્વે સ્ટેશન પર હાલ આધુનિકીકરણ અને પુનર્વિકાસનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે અમદાવાદ-પાલનપુર ખંડ પર નવા 'વાય-કનેક્ટિવિટી' કાર્ય હેતુ ટ્રાફિક બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે.
Ahmedabad News: અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશને સ્વચ્છતા અને વ્યસન મુક્તિ માટે અનોખી પહેલ શરૂ કરી છે. પીઆઈ બી.પી. સાવલિયાએ પોલીસ સ્ટેશનમાં પાન-મસાલા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ નિયમનો ભંગ કરનાર 5 પોલીસકર્મીઓને દંડ ફટકારી કડક સંદેશ આપ્યો છે કે કાયદો બધા માટે સમાન છે.
Ahmedabad News: અમદાવાદમાં રિટાયર્ડ PIએ પત્ની, પુત્ર અને સાળીના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો છે. સુસાઈડ નોટ અનુસાર, નિવૃત્તિ બાદ તેમને જમવાનું અપાતું નહોતું અને પુત્ર મારઝૂડ કરતો હતો. મિલકત અને પેન્શન મુદ્દે થતા માનસિક-શારીરિક ટોર્ચર અંગે સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Ahmedabad News: અમદાવાદના રાણીપ વિસ્તારમાં પતિ પત્નીના પવિત્ર સંબંધોને લજવતી એક ભયાનક ઘટના સામે આવી છે. એક તરફ પત્નીના અનેક પુરુષો સાથેના આડા સંબંધો અને બીજી તરફ પિયરિયાઓનો ત્રાસ. આ બેવડા દબાણમાં આવીને 42 વર્ષીય શખ્સે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. મૃતકે મરતા પહેલા 5 પાનાની સુસાઇડ નોટ લખી છે, જેમાં પત્નીના કાળા કરતૂતોનો એવો પર્દાફાશ કર્યો છે કે, સાંભળનારના રૂવાડા ઉભા થઈ જાય. પત્નીના બેવડા ચરિત્ર અને લફડાના પુરાવા રૂપે કોલ ડિટેલ્સે આત્મહત્યા પાછળનું રહસ્ય ખોલી નાખ્યું છે.
Ahmedabad News:શહેરમાં માનવતા શરમસાર કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જ્યાં એક માસૂમ બાળકને લારીમાં મૂકી બે નિષ્ઠુર યુવતીઓ રફુચક્કર થઈ છે. જોકે સમગ્ર મામલો પ્રકાશમાં આવતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી બિનવારસી હાલતમાં મળી આવેલ આ નવજાત શિશુને હોસ્પિટલ ખસેડ્યું છે, સાથે જ સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે.
Ahmedabad News: અમદાવાદમાં સેવેન્થ-ડે જેવી જ બીજી ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાપુનગરમાં ટ્યુશન ક્લાસમાં બેસવા જેવી સામાન્ય બાબતે 17 વર્ષના સગીરે બીજી સગરીના પેટમાં છરો ભોંકી દીધો. ઇજાગ્રસ્ત સગીર હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે પોલીસે હુમલાખોરની અટકાયત કરી છે.
Ahmedabad News: અમદાવાદ ગ્રામ્યની અસલાલી પોલીસને 26 જાન્યુઆરીના પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે. જ્યાં અસલાલી પોલીસ દ્વારા પકડાયેલા શખ્સોથી ઘૂસણખોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે.
Ahmedabad Railway Station:આજે અમદાવાદ સ્ટેશન પર ટ્રાફિક બ્લોકના કારણે કેટલીક ટ્રેનો રહેશે પ્રભાવિત. પશ્ચિમ રેલ્વેના અમદાવાદ સ્ટેશન પર પુનર્વિકાસનું કામને લઈને અસર. પુનર્વિકાસ કાર્યના અંતર્ગત અમદાવાદ સ્ટેશન પર રેલવે લાઇન સંખ્યા 6, 7, 8, 9 અને 10 ઉપર નવા દક્ષિણ ફૂટ ઓવર બ્રિજ (FOB)ના સ્પાન-3 માટે કમ્પોઝિટ સ્ટીલ ગર્ડરોનું લોન્ચિંગ કામને લઈને અસર. એઆરટી ક્રેન તથા હાઈડ્રા ની મદદથી કરવામાં આવશે કામગીરી. આ કામ માટે આજે ટ્રાફિક બ્લોક લેવામાં આવતા ટ્રેન વ્યવહાર પર અસર. આ બ્લોકના કારણે કેટલીક ટ્રેનો આંશિક રદ તથા કેટલીક ટ્રેનોને સંપૂર્ણ રીતે રદ રહેશે.
Ahmedabad Shahibag Underpass:અમદાવાદના શહેરીજનોની મુશ્કેલીમાં વધારો થયો છે. સુભાષ બ્રિજ અને ગિરધરનગર બ્રિજ પહેલેથી જ બંધ છે તેવામાં હવે બુલેટ ટ્રેનની કામગીરી માટે આગામી 5થી 12 જાન્યુઆરી સુધી શાહીબાગ અંડરપાસ પણ બંધ રાખવામાં આવશે.
Gandhinagar News:અમદાવાદને મળી તેની પ્રથમ “મેક ઇન ઇન્ડિયા” મેટ્રો ટ્રેન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની સાંસ્કૃતિક ભાવનાને પ્રતિબિંબિત કરતી અતિ આધુનિક અને આત્મનિર્ભર ભારતના પ્રતીક સમી ટ્રેનનું સ્વાગત કોલકાતા સ્થિત ટિટાગઢ રેલ સિસ્ટમ્સ પ્લાન્ટમાં કર્યું. શ્રેષ્ઠ શ્રેણીની ફાયર સેફટી સહિત અન્ય સુરક્ષા સુવિધાઓ તથા ગ્રેડ ઓફ ઑટોમેશન 4 (GOA4) હેઠળ સંપૂર્ણ ઓટોમેટેડ - ડ્રાઇવરલેસ ટ્રેન તરીકે કાર્ય કરવાની ક્ષમતા આ મેટ્રો ટ્રેન ધરાવે છે.
Ahmdabad News: શહેરના 3 બ્રિજ શનિવારે રાતે 11થી સવારે 6 સુધી બંધ રહેશે. જી હા...અમદાવાદ, ગાંધીબ્રિજ, શાહીબાગ અંડરપાસ અને કેડિલા બ્રિજ પર મેન્ટેનન્સની કામગીરી ચાલુ થઈ રહી હોવાથી 29 નવેમ્બરે રાતે 11થી સવારે 6 વાગ્યા સુધી વાહનચાલકો માટે બંધ રહેશે. ત્રણેય બ્રિજ જુદા જુદા સમય સુધી બંધ રાખવામાં આવશે.
ગુજરાતમાં અમદાવાદના લોકોને ટૂંક સમયમાં જ એક મોટી ભેટ મળવા જઈ રહી છે. અહીં કાલુપુર રેલવે સ્ટેશનના નામથી જાણીતું રેલવે સ્ટેશન ભારતનું સૌથી ઊંચું 16 માળના મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે પુનર્વિકસિત કરવામાં આવી રહ્યું છે. જેમાં પાર્કિંગથી લઈને, ઓફિસ અને એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓ હશે.
Ahmdabad News: ઓક્ટોબરમાં મચ્છરજન્ય, પાણીજન્ય રોગચાળો વકર્યો શહેરમાંરોગચાળો. ડેન્ગ્યુના 253, કમળાના 199 અને ટાઈફોઈડના 223 કેસ નોંધાયા. પાણીના 5,387 સેમ્પલમાંથી 10 જેટલા અનફિટ જાહેર કરાયા.
Ahmdabad News: અમદાવાદના વટવા વિસ્તારમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો બનાવ. સ્કૂલે ભણવા ગયેલી સગીરાને આરોપીએ રસ્તામાં રોકી. 100 રૂપિયા આપી ફરવા લઈ જવાની લાલચ આપી. પોતાની ઓરડીમાં લઈ જઈ સગીરા સાથે કર્યું દુષ્કર્મ. ધોરણ 6માં અભ્યાસ કરતી સગીરાના પરિવારને થઈ જાણ. વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાયો પોક્સોનો ગુનો
Dussehra 2025 Fafda Jalebi: વહેલી સવારથી જ શહેરભરની ફરસાણની દુકાનો અને ખાદ્ય બજારોમાં લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. પોતાના પરિવાર અને મિત્રો સાથે ફાફડા-જલેબીની જ્યાફત માણવા માટે અમદાવાદીઓ આતુરતાથી ઊભા છે.
Ahmedabad Police Commissioner On Navratri 2025:શક્તિની આરાધનાનો પાવન પર્વ નવરાત્રિ આગામી 22 સપ્ટેમ્બર શરૂ થઈ રહ્યો છે. નવરાત્રિના નવ દિવસ ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબાની રમઝટ બોલાવશે. જેમાં અમદાવાદ સહિતના મોટા શહેરોમાં વિવિધ પાર્ટી પ્લોટ, સોસાયટીઓમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે નવરાત્રિમાં 12 વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરીને લઈને માહિતી આપી છે.
Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ નિર્જર એસ દેસાઈની કોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી ચાલી રહી હતી. આ દરમિયાન 'સમાદ બેટરી' નામથી લોગ ઇન કરાયેલ એક વ્યક્તિ કેમેરામાં એવી પરિસ્થિતિમાં કેદ થઈ ગયો કે જેના વિશે કોઈએ વિચાર્યું પણ નહીં હોય.
Ahmdabad News: અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં અહીંયા એક યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સાથે જ પોલીસ પણ આ મામલે દોડતી થઈ ગઈ છે.