એલડી એન્જિ.નું કેમ્પસ બન્યું ગુજરાતનું પ્રથમ ગ્રીન કેમ્પસ, એક-એક વસ્તુથી પેદા થાય છે રિન્યુએબલ એનર્જિ

અમદાવાદમાં આવેલુ એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજનું કેમ્પસ ક્લીન, ગ્રીન અને સસ્ટેનેબલ કેમ્પસ બન્યું છે. કોલસામાંથી પેદા થતી વીજળીના બદલે રિંયુએબલ સોર્સ ઓફ એનર્જીનો ઉપયોગ મોટાપાયે ઉપયોગ શરૂ કરાયો છે. ત્યારે વીજળી બચાવવાનો આ પ્રયાસ સમગ્ર ગુજરાતના એજ્યુકેશન ક્ષેત્રે પહેલો છે. 348 કિલોવોટની સોલર પેનલ એલ.ડી. એન્જીનીયરીંગ કેમ્પસમાં લગાવવામાં આવી છે. 40 ટકા વીજળીની બચત કેમ્પસમાં આવેલી 348 કિલો વોટ સોલાર પેનલથી બચત થતો હોવાનો દાવો કોલેજ દ્વારા કરાયો છે. 

Updated By: Nov 28, 2021, 09:49 AM IST
એલડી એન્જિ.નું કેમ્પસ બન્યું ગુજરાતનું પ્રથમ ગ્રીન કેમ્પસ, એક-એક વસ્તુથી પેદા થાય છે રિન્યુએબલ એનર્જિ

અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદમાં આવેલુ એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજનું કેમ્પસ ક્લીન, ગ્રીન અને સસ્ટેનેબલ કેમ્પસ બન્યું છે. કોલસામાંથી પેદા થતી વીજળીના બદલે રિંયુએબલ સોર્સ ઓફ એનર્જીનો ઉપયોગ મોટાપાયે ઉપયોગ શરૂ કરાયો છે. ત્યારે વીજળી બચાવવાનો આ પ્રયાસ સમગ્ર ગુજરાતના એજ્યુકેશન ક્ષેત્રે પહેલો છે. 348 કિલોવોટની સોલર પેનલ એલ.ડી. એન્જીનીયરીંગ કેમ્પસમાં લગાવવામાં આવી છે. 40 ટકા વીજળીની બચત કેમ્પસમાં આવેલી 348 કિલો વોટ સોલાર પેનલથી બચત થતો હોવાનો દાવો કોલેજ દ્વારા કરાયો છે. 

2 કરોડ લીટર પાણી રિફિલ કરાશે
એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજ ગ્રીન એનર્જિ તરફ વળ્યું છે. જેથી પર્યાવરણને પણ ફાયદો થાય. કેમ્પસમાં AMC ના પાણીના બદલે ભૂગર્ભ જળનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભૂગર્ભ જળની સપાટી નીચી ના જાય એ માટે રેન વોટર હારવેસ્ટિંગ પર કામ કરાયું છે. હાલ કેમ્પસમાં 3 રિચાર્જ વેલ કાર્યરત છે અને અન્ય 3 રિચાર્જ વેલની મંજૂરી મળી છે. વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરતા પાણીની સપાટી નીચી જતી અટકે છે, આ યોજનાથી 2 કરોડ લીટર પાણી રિફિલ કરવામાં સફળતા મળશે. 

આ પણ વાંચો : જેનો ડર હતો એ જ થયું, ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી થઈ

ગંદા પાણીનો ફરી વપરાશ કરાશે 
આ સિવાય વપરાશ થયેલું પાણી ગંદુ થતા ગટરની પાઈપલાઈનમાં છોડી મૂકવામાં આવે છે. પરંતુ સિવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મદદથી એવું પાણી નાહવા અને પીવા માટે વાપરી ના શકીએ, પણ ગાર્ડનિંગના કામમાં ઉપયોગી સાબિત થઈ શકે છે. ક્લાયમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અને ગુજરાત એનર્જી ડેવલમેન્ટ એન્જસી સાથે પ્રક્રિયા ચાલુ છે, અંદાજે 8 હજાર લીટર પાણીનો વપરાશ ગાર્ડનિંગ માટે થઈ શકશે. 

આ પણ વાંચો : વડોદરા દુષ્કર્મ અને આપઘાત કેસમાં મહત્વનો પુરાવો બનનાર FSL રિપોર્ટ હજી આવ્યો નથી 

ફૂડ વેસ્ટથી ખાતર અને બાયોગેસ બનાવાયું
આ વિશે પ્રોફેસર એલડી એન્જિનિયરિંગના ક્લીન, ગ્રીન અને સસ્ટેનેબલ કેમ્પસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના કોરડીનેટર ચૈતન્ય સંઘવીએ જણાવે છે કે, કેમ્પસમાં આવેલી કેન્ટીનમાં ફૂડ વેસ્ટ જનરેટ થાય છે, પરંતુ એનો યોગ્ય નિકાલ કરી ખાતર અને બાયોગેસ બનાવવામાં આવી રહ્યો છે. કેમ્પસમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ઇલેક્ટ્રિક વેહિકલની પણ માંગણી ઉઠઈ છે. ત્યારે 3 ઇલેક્ટ્રિક વેહિકલ માગ્યા છે જેથી શક્ય એટલું પેટ્રોલ-ડીઝલ બચાવી શકાય. ગ્રીન કેમ્પસ બનાવવા વૃક્ષો વાવવા પડે, એલ.ડી.માં 40 ટકા વૃક્ષોની અમે જાળવણી કરી રહ્યા છે. અમે જે પ્રયાસ કરી રહ્યા છીએ એ તમામ ઘરોમાં, કેમ્પસમાં અને સોસાયટીઓમાં કરી શકાય, પર્યાવરણની જાળવણી માટે આ પ્રયાસો સૌ કોઈ કરે તો ઘણો લાભ થશે.