અમદાવાદની બહારનાં ગામડાંઓને મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સામેલ કરવા રાજ્ય સરકારને દરખાસ્ત

અમદાવાદની બહારનાં ગામડાંઓને મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સામેલ કરવા રાજ્ય સરકારને દરખાસ્ત

અર્પણ કાયદાવાલા/અમદાવાદઃ અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનની(Ahmedabad Municipal Corporation) હદ બહાર આવેલા કોટેશ્વર, ભાટ, ઝુંડાલ, નાના ચિલોડા, બોપલ-ઘુમા, કઠવાડા, અમિયાપુર સહિતના વિસ્તારોને કોર્પોરેશનની હદમાં સામેલ કરવા નવું સિમાંકન(Delimitation) કરવા સ્ટેન્ડીંગ કમિટીએ(Standing Committee) મંજૂરી આપી છે અને આ અંગેની દરખાસ્ત રાજ્ય સરકારમાં(State Government) મોકલી આપી છે. સાથે જ વોર્ડમાં વધારો-ઘટાડો કરવા માટે રાજ્ય સરકારના સુચન માગવામાં આવ્યા છે. 

સીમાંકન થતા શહેરની હદ વધશે 
સ્ટેન્ડિંગ કમિટીના(Standing Committee) ચેરમેન (Chairman) અમૂલ ભટ્ટે આ અંગે જણાવ્યું કે, રાજ્ય સરકારને(State Government) જે દરખાસ્ત(proposel) મોકલી છે તેમાં વિસ્તારના આધારે સીમાંકન કરવા સૂચન કર્યું છે.  અમદાવાદ શહેર અત્યારે 464 ચો. કિ.મી. વિસ્તારમાં પથરાયેલું છે. નવું સીમાંકન કરીને ઉપરોક્ત ગામડાંઓને કોર્પોરેશનની હદમાં સામેલ કરવામાં આવે તો શહેર કોર્પોરેશનની હદમાં 50થી 60 ચો. કિ.મી.નો વધારો થઈ શકે છે. આમ સીમાંકન પછી અમદાવાદ શહેરનો વિસ્તાર 500 ચો. કિ.મી.થી વધુનો થઈ જશે.

રિંગરોડની આસપાસનો વિસ્તાર કરાશે સામેલ 
રિંગ રોડની આસપાસના કેટલાક વિસ્તારમાં આવેલી જમીનના કેટલાક સર્વે નંબરને શહેરમાં દાખલ કરવાનો પ્રસ્તાવ છે. જ્યારે અસલાલીનો કોર્પોરેશનમાં સમાવેશ કરાશે નહીં. 1 વોર્ડમાં 1.16 લાખની વસતિ હોય છે, એટલે કુલ વસતીમાં 10થી 15 ટકાનો વધારો થઈ શકે છે. 2021માં નવી વસતિ ગણતરી બાદ જ નવું સીમાંકન કરવાનું રહેશે.

પાણી-ગટર જેવી સમસ્યાનું સમાધાન મળશે 
નવુ સીમાંકન થતા પ્રજાની પાયાની જરૂરિયાતો ઝડપથી પુરી થશે. નવી વોર્ડ ઓફિસ મળતા નાગરિકોની ફરિયાદોનો ઝડપથી નિકાલ થશે અને નવા વિસ્તારોમાં રોડ, રસ્તા, પાણી-ગટરની સુવિધાઓમાં વધારો થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news