અમદાવાદ : નણંદને પાણી લેવા મોકલીને યુવતીએ હોસ્પિટલના 12 માં માળથી છલાંગ લગાવી

Girl Patient Jump From SVP Hospital : અમદાવાદની SVP હોસ્પિટલમાં યુવતીએ આત્મહત્યા કરી... હોસ્પિટલના 12મા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું...

અમદાવાદ : નણંદને પાણી લેવા મોકલીને યુવતીએ હોસ્પિટલના 12 માં માળથી છલાંગ લગાવી

Ahmedabad News : અમદાવાદમાં આવેલી SVP હોસ્પિટલમાંથી બીમાર યુવતીએ મોતની છલાંગ લગાવી છે. 26 વર્ષીય યુવતી છ મહિનાથી હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. યુવતીનું SVP હોસ્પિટલમાં ડાયાલિસીસ ચાલી રહ્યું હતું. ત્યારે સારવારથી કંટાળેલી યુવતીએ બારમા માળેથી છલાંગ લગાવી હતી. યુવતીને દર્દનાક મોત મળ્યુ હતું. કારણ કે, તે પાંચમા માળે છત પર પટકાઈ હતી. 

અમદાવાદમાં એલિસબ્રિજ પાસે આવેલી એસવીપી હોસ્પિટલના બારમા માળેથી કૂદીને 25 વર્ષીય યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. યુવતી અમદાવાદના સરખેજ વિસ્તારની રહેવાસી અલીના શેખ હોવાનું સામે આવ્યું છે. અલીના શેખ સરખેજના ફતેવાડી વિસ્તારમાં રહેતી હતી. તે પોતાની નણંદ સાથે કિડની અને ગાયનેકની સારવાર માટે એસવીપી હોસ્પિટલના ગાયનેક વિભાગમાં સારવાર માટે આવી હતી. તેણે પોતાની નણંદને પાણી લેવા મોકલી હતી, ત્યારે તે બાલ્કનીમાંથી છલાંગ લગાવીને કૂદી પડી હતી. 

અલીનાએ છલાંગ લગાવી ત્યારે તે પાંચમા માળની છત સાથે પટકાઈ હતી. આ બાદ તાત્કાલિક હોસ્પિટલનો સ્ટાફ દોડતો આવ્યો હતો. જેમાં સારવાર દરમિયાન અલીનાનું મોત નિપજ્યુ હતું. 

તપાસમાં સામે આવ્યું કે, બીમારીને કારણે અલીના સતત માનસિક તણાવમાં રહેતી હતી. તેથી તેણે જીંદગી ટૂંકાવવાનો નિર્ણય કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news