RMCમાં સફાઈ કામદારનો વિરોધ, શું અન્ય જ્ઞાતિ ગટરની સફાઈ કરી શકશે?
વાલ્મિકી સમાજના આગેવાન પારસ બેડીયાએ કહ્યું હતું કે, સફાઈ કામદારોને કોન્ટ્રાકટ પ્રથામાંથી કાયમી કરવાની માંગ છે. આજે થાળી, વાટકા અને ચમચી વગાડી વિરોધ કર્યો છે. સફાઈ કામદારોની માંગ ડેપ્યુટી મ્યુનિસિપલ કમીશ્નર સમક્ષ રજુ કરી છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે સફાઈ કામદારોએ ભારે વિરોધ કર્યો છે.આઉટ સોર્શીંગ પ્રથા બંધ કરી કાયમી ભરતી કરવાની માંગ છે. વિરોધ કરતા આગેવાનોએ વિરોધમાં કહ્યું, અમે ગટરમાં ઉતરી સફાઈ કરીએ છીએ, શું અન્ય જ્ઞાતિ સફાઈ કરશે?
રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે આજે વાલ્મિકી સમાજ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. વાલ્મિકી સમાજના આગેવાન પારસ બેડીયાએ કહ્યું હતું કે, સફાઈ કામદારોને કોન્ટ્રાકટ પ્રથામાંથી કાયમી કરવાની માંગ છે. આજે થાળી, વાટકા અને ચમચી વગાડી વિરોધ કર્યો છે. સફાઈ કામદારોની માંગ ડેપ્યુટી મ્યુનિસિપલ કમીશ્નર સમક્ષ રજુ કરી છે. જો અમારી માંગ સ્વીકારવામાં નહિ આવે તો ગુજરાતભરમાં સફાઈ કરવાનું બંધ કરીશું.
માત્ર 3300થી 4000 જ પગાર
આજે મ્યુનિસિપલ કમીશ્નરને રજુઆત કરવા આવેલા સફાઈ કામદારોએ કહ્યું હતું કે, કોન્ટ્રાકટ બેઇઝમાં માત્ર 3300 થી 4000 રૂપિયા જ પગાર ચૂકવે છે. જેમાં પણ ગટરમાં ઉતરી સફાઈ કરવાની હોય છે. શું અન્ય સમાજના લોકો ગટરમાં ઉતરી કરશે સફાઈ?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે