લોકોની જીવનભરની કમાણી ચાઉ કરનાર આખરે ઝડપાયો, જાણો કોણ છે આ આરોપી
છેલ્લા 10 વર્ષથી પોતાની અલગ અલગ ફ્લેટની સ્ક્રીમમાં એક મકાન અલગ અલગ બે થી ત્રણ વ્યક્તિઓને વેચીને ચિટિંગ કરતો હતો. આવી જ રીતે આંબાવડીના શિરીષ શાહે વર્ષ 2019 માં પત્નીના નામે પાલડીમાં એલિમેન્ટ્સ શાનવ નામની ફ્લેટની સ્ક્રિમમાં ફ્લેટ બુક કરાવ્યો
Trending Photos
મૌલિક ધામેચા, અમદાવાદ: પોતાના ઘરનું સપનું બતાવીને કરોડોનું ફૂલેકુ ફેરવનાર બિલ્ડરની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પકડાયેલા બિલ્ડરએ લોકોની જીવનભરની કમાણી ચાઉ કરી અને તે પરત મેળવવા અનેક ફરિયાદો કરતા આખરે ઝડપાયો ઠગવબાઝ સૌરીન પંચાલ પરંતુ ક્રાઇમ બ્રાન્ચ બિલ્ડરને છાવરતી હોવાની ચર્ચા થઈ રહી છે.
અમદાવાદમાં એક જાણીતા બિલ્ડર તરીકેની ઓળખ ઉભી કર્યા બાદમાં બિલ્ડરે લોકો સાથે ઠગાઇ આચરવાનો ધધો શરૂ કરી દીધો. પકડાયેલ આ ઠગબાઝ સૌરીન પંચાલની મોડ્સ ઓપરેન્ડી વાત કરીએ તો પહેલા ફ્લેટની સ્કીમ શરૂ કરવા જમીન બારોબાર લેતો અને બાદમાં ફ્લેટ જમીન માલિકને આપવાના બહાને દસ્તાવેજ કરી ફરી અન્ય વ્યક્તિને ફ્લેટ વેચી દઈ કરોડો રૂપિયાનું ચિટિંગ આચરતો.
આમ છેલ્લા 10 વર્ષથી પોતાની અલગ અલગ ફ્લેટની સ્ક્રીમમાં એક મકાન અલગ અલગ બે થી ત્રણ વ્યક્તિઓને વેચીને ચિટિંગ કરતો હતો. આવી જ રીતે આંબાવડીના શિરીષ શાહે વર્ષ 2019 માં પત્નીના નામે પાલડીમાં એલિમેન્ટ્સ શાનવ નામની ફ્લેટની સ્ક્રિમમાં ફ્લેટ બુક કરાવ્યો. જે ફ્લેટ પેટે એલીમેન્ટ્સ પ્રોજેકટ એન એપ્ટસ ઇન્ફો પ્રોજેકટ એલએલપીના માલિક સૌરીન પંચાલ, તુષાર પંચાલ અને કોમલ પંચાલ ને રૂપિયા 1.40 કરોડ ચૂકવી દીધા.
બાદમાં સૌરીન પચાંલે શરીષભાઈને બાનાખત કરી આપ્યો પણ દસ્તાવેજ ના કરી આપ્યો. એજ ફ્લેટ ઠગ સૌરીન પંચાલે મલ્લિકા પટેલ અને વિઠ્ઠલ પટેલને ખોટા રજિસ્ટર બાનાખતથી વેચી દીધો હતો. જેની જાણ થતાં ખબર પડી કે સૌરીન તેના જાણીતા વકીલને ફ્લેટ આપી દીધો છે. આરોપી ઠગબાઝ સૌરીન પંચાલે લક્ઝુરિયસ એક ફ્લેટ બે થી ત્રણ લોકોને આપી ઠગાઇ આચરી છે. જેમાં લોકો પોતાના સપનાનું મકાન સમજીને ઘર ખરીદ્યું અને બાદમાં ખબર પડી કે તેમની સાથે છેતરપીંડી થઈ છે.
એટલું જ નહીં અનેક લોકોએ રજુઆત કર્યા બાદ પણ પોલીસે ભોગ બનનારની ફરિયાદ નહિ લીધાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. બાદમાં એક ભોગબનારે ગૃહમંત્રીને રજુઆત કરતા અંતે ક્રાઇમ બ્રાંચે એક ફરિયાદ નોંધી. જે બાદમાં ત્રણ મહિના પછી સૌરીન પચાંલની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી. જેમાં હાલ પણ બિલ્ડર સૌરીન પંચાલને છાવરી રહી હોવાની ચર્ચા થઈ રહી છે.
નોંધનીય છે કે આરોપી સૌરીન પંચાલ વિરુદ્ધ અગાઉ એલિજબ્રિજ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી ગુનો નોંધાઇ ચુક્યો છે. જેમાં લોગાર્ડન પાસે આવેલ સેન્ટ્રલ પાર્કમાં લક્ઝુરિયસ ફ્લેટમાં 3 કરોડ લઈ એક ફ્લેટ બે બે લોકોને વેચ્યો. જે કેસમાં પણ આરોપી વોન્ટેડ હતો. ત્યારે આ કેસમાં સૌરીન પંચાલની પત્ની કોમલ તેમજ તુષાર પંચાલ પણ સહઆરોપી છે. પરતું હાલમાં તે બન્ને ફરાર છે. જોકે આ કેસમાં ક્રાઇમ બ્રાંચની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે યોગ્ય તપાસ કરીને ભોગબનાર ન્યાય અપાવશે કે કેમ તે મોટો સવાલ ઉભો થઇ રહ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે