રખડતા પશુઓને નહી પકડવા માંગી લાંચ, એનિમલ કેચર તરીકે કામ કરતા 2 શખ્સોની ધરપકડ

ACB એ ગાંધીનગર મહાનગર પાલિકાની ઢોર પાર્ટીમાં એનિમલ કેચર તરીકે કામ કરતા મનોજ ઠાકોર અને ડ્રાઈવર બંટી વાઘેલાની ધરપકડ કરી છે.

રખડતા પશુઓને નહી પકડવા માંગી લાંચ, એનિમલ કેચર તરીકે કામ કરતા 2 શખ્સોની ધરપકડ

મૌલિક ધામેચા, ગાંધીનગર: લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ગાંધીનગરમાં ટ્રેપ કરીને ઢોર પાર્ટીમાં ડ્રાઈવર અને એનિમલ કેચર તરીકે કામ કરતા 2 આરોપીઓને રૂપિયા 15 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા છે. ACB એ ગાંધીનગર મહાનગર પાલિકાની ઢોર પાર્ટીમાં એનિમલ કેચર તરીકે કામ કરતા મનોજ ઠાકોર અને ડ્રાઈવર બંટી વાઘેલાની ધરપકડ કરી છે.

ACB નાં ફરીયાદી તથા અન્ય ચાર વ્યક્તિઓ ગાંધીનગર ખાતે પશુપાલનનો વ્યવસાય કરે છે. આ કામના આરોપીઓએ ફરિયાદી તથા અન્ય ચાર વ્યક્તિઓના રોડ પર રખડતા પોતાના પશુઓને નહી પકડવાના અને આરોપીઓ ગાડી લઇને પશુઓને પકડવા નિકળે ત્યારે અગાઉ થી ફરિયાદીને ફોન કરી જાણ કરવાના વ્યવહાર પેટે એક પશુપાલકના ₹ 3 હજાર લેખે એમ પાંચેય પશુપાલકોના કુલ રૂપિયા 15 હજારની ગેરકાયદેસર લાંચની માંગણી કરી.

જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ ACB નો સંપર્ક કરી ફરિયાદ આપતા, જે ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે છટકા દરમિયાન બન્ને આરોપીઓએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી. લાંચ માંગી આરોપી મનોજકુમાર ઠાકોરએ લાંચના રૂપિયા 15 હજાર સ્વીકારી બન્ને આરોપીઓ સ્થળ ઉપર પકડાઇ જતા ACB એ કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news