અમદાવાદનો આ હાઈ-વે છે લોહીનો પ્યાસો! છેલ્લા એક વર્ષમાં 332 લોકો મોતને ભેટ્યા! આ રહ્યું હોટ સ્પોટનું લિસ્ટ
અમદાવાદ જિલ્લા વિસ્તારમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે પર અકસ્માતની સંખ્યામાં વધારો થતા અમદાવાદ ગ્રામ્ય પોલીસે અકસ્માત ઘટાડવા પોલીસે 34 હોટસ્પોટ નક્કી કર્યા છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ જિલ્લા વિસ્તારમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે પર અકસ્માતની સંખ્યામાં વધારો થતા અમદાવાદ ગ્રામ્ય પોલીસે અકસ્માત ઘટાડવા પોલીસે 34 હોટસ્પોટ નક્કી કર્યા છે. અમદાવાદ ગ્રામ્યની હદમાંથી અનેક સ્ટેટ હાઇવે પસાર થાય છે અને આ રસ્તાઓ મુસીબત અને મોતના રસ્તા બની રહયા છે. ત્યારે ગત વર્ષ હાઇવે પરના અકસ્માતમાં કુલ 295 અકસ્માતમાં 332 લોકોના મૃત્યુ થયા છે. ગ્રામ્ય પોલીસ એ એક નવતર પ્રયોગ અપનાવ્યો છે.
જેમાં જિલ્લા ટ્રાફિક પોલીસ હાઇવે પર લેનમાં વાહન ચલાવવું ટ્રાફિકના નિયમોનો પાલન કરવા સહિત ઓવરટેક કેમ કરવો અને હાઇ-વે પર કોઈએ ડિવાઈડર તોડી રસ્તો બનાવ્યો હશે તો એનું પણ સમારકામ કરવામાં આવશે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે એ માટેથી ડ્રાઈવરની આસપાસ દેખાય એ રીતે વાહનમાં એક સ્ટીકર પણ લગાડવામાં આવશે. ટ્રાફિક સહેલો કરવા અને ત્યારે પોલીસે આ માટેથી NHAI અને R&B ની પણ મદદ લીધી છે.
હાઇ-વે પર અકસ્માત ઘટાડવા અને અકસ્માતમાં મૃત્યુ ઘટાડવા માટેથી અમદાવાદ જિલ્લા ટ્રાફિક પોલીસની આ ઝુંબેશ 3 માસ સુધી સતત શરુ રાખવામાં આવશે. ત્યારે આ ઝુંબેશમાં અમદાવાદ જિલ્લા ટ્રાફિક પોલીસે અલગ અલગ સ્થળ પર કુલ 34 હોટસ્પોટ નક્કી કર્યા છે, જ્યાં સૌથી વધુ અકસ્માત સર્જાય રહ્યા છે.
જે હોટસ્પોટ પર ટ્રાફિક પોલીસ તૈનાત કરીને ટ્રાફિકનું નિયમન કરવામાં આવશે અને અકસ્માત ઓછા અથવા નહિવત થાય એવા પ્રયાસ કરવામાં આવશે, ત્યારે અમદાવાદ જિલ્લા ટ્રાફિક પોલીસને વાહન ચાલકોને પણ અપીલ છે કે પોલીસના આ ઝુંબેશમાં સહકાર આપે અને ટ્રાફિકના નિયમનું પાલન કરીને વાહન ચલાવે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે