અમદાવાદની સ્કૂલની વિદ્યાર્થીનીઓએ નડા બેટ પર જઈ જવાનોને રાખડી બાંધી, જવાનો થયા ભાવૂક

અમદાવાદના ભુયંગદેવની સાધના સ્કૂલનાં વિદ્યાર્થીઓએ ભેગા મળીને પરમવીર ચક્ર થીમ પર 130 ફૂટ લાંબી રાખડી બનાવી હતી, રક્ષાબંધનના દિવસે નડાબેટ સરહદની તારવી વાડ પર આ રાખડીનું પ્રદર્શન કર્યું [[{"fid":"180501","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}]]

અમદાવાદની સ્કૂલની વિદ્યાર્થીનીઓએ નડા બેટ પર જઈ જવાનોને રાખડી બાંધી, જવાનો થયા ભાવૂક

સંજય ટાંક/અમદાવાદઃ અમદાવાદ શહેરના ભુયંગદેવ વિસ્તારમાં આવેલી સાધન સ્કૂલના વિદ્યાર્થીઓએ ભેગા મળીને 130 ફૂટ લાંબી રાખડી બનાવી હતી. આજે રક્ષાબંધનના પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓનું આ ગ્રુપ બનાસકાંઠા બોર્ડર પર આવેલી નડા બેટ સરહદે પહોંચ્યું હતું અને જવાનોને રાખડી બાંધી હતી. નડા બેટ ખાતે ફરજ બજાવતા જવાનો આટલી બધી બહેનોને જોઈને ભાવૂક થઈ ગયા હતા. 

સાધના સ્કૂલ દ્વારા દર વર્ષે રક્ષાબંધન પર્વ નિમિત્તે વિવિધ થીમ પર રાખડી બનાવવામાં આવે છે. આ વર્ષે તેમણે 'ધ રિયલ હીર ઓફ ઈન્ડિયન આર્મી'ની થીમ પર રાખડી બનાવી હતી. જેમાં તેમણે અત્યાર સુધી દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા જવાનોનાં ફોટા લગાવ્યા હતા.

 

આ વિશાળ રાખડી અને સાથે હાથમાં બાંધવાની રાખડી લઈને આજે સાધના સ્કૂલની ટીમ બનાસકાંઠાની ભારત-પાક સરહદ નડા બેટ પર પહોંચી હતી. વિદ્યાર્થીનીઓએ ભારત-પાક બોર્ડર પર બનાવવામાં આવેલી તારની વાડ પર તેમણે બનાવેલી 130 ફૂટ લાંબી રાખડા બાંધીને તેનું પ્રદર્શન કર્યું હતું. 

ભારતીય સેનાના જવાનો આટલી વિશાળ રાખડી અને વિદ્યાર્થીઓનું સેના પ્રત્યેનું સન્માન જોઈને ભાવૂક થઈ ગયા હતા. નડા બેટ ગામમાં રહેતા લોકો પણ મોટી સંખ્યામાં આ વિશાળ રાખડી જોવા માટે આવ્યા હતા. 

ત્યાર બાદ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ ભારતીય સરહદની સુરક્ષા કરતા જવાનોને તિલક લગાવી, રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. ભારતીય સરહદ પર આ પ્રસંગે અત્યંત લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા. 

ઉલ્લેખનીય છે કે, ભારતમાં વાઘા બોર્ડર બાદ ગુજરાતમાં નડા બેટ સરહદે દરરોજ 'બીટિંગ રીટ્રીટ' સેરેમની યોજવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં બંને દેશની સેનાના જવાનો સાંજે માર્ચપાસ્ટ કરતા હોય છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news