અમદાવાદમાંથી યુવતીનો કપાયેલો અને સળગેલો ક્ષત-વિક્ષત દેહ મળ્યો, પોલીસના અંધારામાં ફાંફાં

Updated By: Dec 1, 2020, 10:13 PM IST
અમદાવાદમાંથી યુવતીનો કપાયેલો અને સળગેલો ક્ષત-વિક્ષત દેહ મળ્યો, પોલીસના અંધારામાં ફાંફાં

* સગીરાની સળગાવેલી હાલતમા મળ્યો મૃતદેહ
* મેમ્કો બ્રિજ નીચે રેલવે ફાટક પર મળ્યો મૃતદેહ
* લાશ જોવા માટે લોકોના ટોળા ભેગા થયા

મૌલિક ધામેચા/અમદાવાદ : અમદાવાદના મેમ્કો બ્રિજ નીચે રેલવે ફાટક પર એક સગીરાનો સળગાવેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. તપાસ કરતા સગીરાની હત્યા કરીને લાશનો નીકાલ કરવા સળગાવી હોવાનુ ખુલ્યુ. મેઘાણીનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી સગીરાની ઓળખને લઈ તપાસ શરૂ કરી હતી. 

CORONA UPDATE: નવા 1477 કેસ 1547 દર્દી સાજા થયા 15 લોકોનાં મોત નિપજ્યાં

અમદાવાદના મેમ્કો બ્રિજ નીચે આવેલા રેલવે ફાટક પર એક સગીરાનો મૃતદેહ મળ્યો. મેઘાણીનગરમા રહેતા રવિ પરિહાર વોકીંગ માટે નીકળ્યા ત્યારે ફાટક નજીક લોકોની ભીડ જોઈને ત્યા પહોંચ્યા ત્યારે સળગેલી હાલતમા વિકૃત લાશ મળી. પહેલી નજરમા કહેવુ મુશ્કેલ હતુ કે આ પુરુષ છે કે સ્ત્રી. જોકે સ્થાનિક વ્યક્તિએ પોલીસ કંન્ટ્રોલને જાણ કરતા મેઘાણીનગર પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. તપાસ કરતા મૃતદેહ પરથી આ કોઈ 15થી 20 વર્ષની યુવતીની હોવાનુ ખુલ્યું.

આ ઘટનાની જાણ થતા મોટી સંખ્યામા લોકોની ભીડ એકઠી થઈ. આ સગીરા સ્થાનિક હોવાની શંકાને લઈને પોલીસે તપાસ શરૂ કરી. પરંતુ હજુ સુધી કોઈ ઓળખ થઈ નથી. આ સગીરાની હત્યા કરીને લાશનો નિકાલ કરવા માટે જવલ્લનશીલ પ્રદાર્થથી સળગાવી દીધી હતી. સગીરાનો નીચેના પગનો ભાગ નહિ હોવાથી આ લાશ કપાયેલી હોવાની આશંકા લોકોએ વ્યકત કરી હતી. પોલીસે પેનલ ડોકટરની મદદથી સગીરાના મૃતદેહનુ પીએમ શરૂ કરીને હત્યા કેવી રીતે થઈ તેને લઈને તપાસ શરૂ કરી.

રેલવે ફાટક નજીક અવાવરૂ જગ્યા પર સગીરાનો મૃતદેહ ફેકી જનાર આરોપી આ સ્થળનો જાણકાર હોવાનુ પોલીસ અનુમાન લગાવી રહી છે. કોઈ સ્થાનિક વ્યકિત હોવાની શંકાના આધારે પોલીસે કોલ લોકેશનની ડીટેઈલ્સ અને સીસીટીવીમા શંકાસ્પદ હીલચાલને લઈને તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube