અમદાવાદથી બેંગલોર જતી ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતાં હોબાળો, એરલાઇન્સ સ્ટાફની દાદાગીરી

અમદાવાદથી બેંગલોર જતી 08:50 મિનિટની ઇન્ડિગોની ફ્લાઇટને રદ કરવામાં આવી હતી. આ ફ્લાઇટ રદ થતા મુસાફરો રોષે ભરાયા અને એરપોર્ટ પર હોબાળો કર્યો હતો. પોતાની મુશ્કેલીઓ ગ્રાઉન્ડ સ્ટાફને રજૂઆત કરતી વખતે અન્ય મુસાફર વીડિયો ઉતારી રહ્યો હતો જેના પર ઇન્ડિગોના સ્ટાફે દાદાગીરી કરતા વાત વધુ વણસી હતી. અમદાવાદથી બેંગલોરની 8:50ની ફ્લાઇટ બપોરે 1 વાગે રવાના થશે. સવારે 08:50 ફ્લાઇટ રદ થતાં મુસાફરો રઝળી પડ્યા હતા. 
અમદાવાદથી બેંગલોર જતી ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતાં હોબાળો, એરલાઇન્સ સ્ટાફની દાદાગીરી

ઉદય રંજન/ અમદાવાદ: અમદાવાદથી બેંગલોર જતી 08:50 મિનિટની ઇન્ડિગોની ફ્લાઇટને રદ કરવામાં આવી હતી. આ ફ્લાઇટ રદ થતા મુસાફરો રોષે ભરાયા અને એરપોર્ટ પર હોબાળો કર્યો હતો. પોતાની મુશ્કેલીઓ ગ્રાઉન્ડ સ્ટાફને રજૂઆત કરતી વખતે અન્ય મુસાફર વીડિયો ઉતારી રહ્યો હતો જેના પર ઇન્ડિગોના સ્ટાફે દાદાગીરી કરતા વાત વધુ વણસી હતી. અમદાવાદથી બેંગલોરની 8:50ની ફ્લાઇટ બપોરે 1 વાગે રવાના થશે. સવારે 08:50 ફ્લાઇટ રદ થતાં મુસાફરો રઝળી પડ્યા હતા. 

બેંગ્લોર જઇ રહેલી ઇન્ડીગો ફ્લાઇટ રદ થતાં એરપોર્ટ પર મુસાફરોને બેસવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હતી અને મુસાફરોને પાણી માટે વલખાં મારવા પડ્યા હતા. ઇન્ડીગોના એક અધિકારીએ જણાવ્યું હતું કે બર્ડ હિટના લીધે ફ્લાઇટ એન્જીનમાં ખામી સર્જાઇ હોવાથી ફ્લાઇટ રદ કરવામાં આવી છે. બેંગ્લોર જવા માટે બીજી ફ્લાઇટ બપોરે 1 વાગે રવાના છે. નિયત સમય કરતાં 5 જેટલો સમય ફ્લાઇટ મોડી થતાં મુસાફરો ભૂખે તરસે ટળવળી રહ્યા છે. 

અમદાવાદથી કોલકાતા જઇ રહેલી સાથે સર્જાઇ બર્ડ હિટની ઘટના
અત્રે ઉલ્લેખનીય છે કે આ અમદાવાદથી કોલકાતા જઇ રહેલી ઇન્ડિગો ફ્લાઇટ સાથે સોમવારે સવારે અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટની ઘટના સામે આવે છે. અમદાવાદથી ફ્લાઇટ જ્યારે રન વે પર ઉડાન ભરી રહી હતી, તે દરમિયાન ફ્લાઇટ સાથે બર્ડ હિટની ઘટના ઘટી હતી. જો કે પાયલટની સમયસૂચકતાને કારણે મુસાફરી કરી રહેલા તમામ યાત્રીઓનો આબાદ બચાવ થયો છે. ફ્લાઇટ ટેક ઓફ થયાની પાંચથી સાત મિનિટમાં જ બર્ડ હિટ થવાથી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. 

મુંબઈ-જયપુર ફ્લાઇટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
જયપુરથી મુંબઈ જઇ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. આ ધમકી બાદ અધિકારીઓમાં હોબાળો મચી ગયો છે. મળતી માહિતી અનુસાર રહ્યું છે કે મંગળવારે વહેલી સવારે ઇન્ડિગો કોલ સેન્ટર પર ફોન દ્વારા જયપુર-મુંબઈ ફ્લાઇટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી. જોકે, ત્યારબાદ સંબંધિત સુરક્ષા વિભાગના અધિકારીઓ આ બાબતની તપાસમાં લાગી ગયા છે.

ઇન્ડિગોએ પોતાના અધિકૃત નિવેદનમાં કહ્યું કે અમે તરત મામલાની જાણ બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટી (બીટીએસી)ને કરી અને તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કર્યું. સંબંધિત અધિકારીઓએ તપાસ કરી અને કોલને વિશિષ્ટ બોમ્બ ખતરા તરીકે જાહેર કરી દીધો. અધિકારીઓની મંજૂરી પછી જ ઓપરેશન્સ સામાન્ય રીતે ફરીથી શરૂ કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news