અમદાવાદ-વડોદરાની સવારી હવે થશે મોંધી, એક્સપ્રેસ-વેના ટોલ ફીમાં વધારો

દેશમાં દિવસે દિવસે વધી રહેલી મોંઘવારીથી સામાન્ય માણસની હાલત કફોડી બની છે. પેટ્રોલ અને ડિઝલ સહિત જીવન જરૂરી ચીજોના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. ત્યારે હવે  વડોદરાથી અમદાવાદના કારના ટોલ ટેક્સમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

 અમદાવાદ-વડોદરાની સવારી હવે થશે મોંધી, એક્સપ્રેસ-વેના ટોલ ફીમાં વધારો

ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ-વડોદરાની સવારી હવે મોંધી થશે, સાંભળીને ઝાટકો લાગ્યોને...પરંતુ આ હકીકત છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વેના ટોલ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર વિવિધ પ્રકારના વાહનનો માટે ટોલ ટેક્સની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. 

વડોદરાથી અમદાવાદના કારના ટોલ ટેક્સમાં 10 રૂપિયાનો વધારો કરાયો છે. ટોલના ભાવમાં વધારો થતા હવેથી કાર, જીપ, વાન અને LMV (લાઈટ મોટર વ્હિકલ) પ્રકારના વાહનોને અમદાવાદથી વડોદરા ટોલ ટેક્ષ સીંગલ 135 અને રીટર્ન 200 રૂપિયા થશે. અમદાવાદથી નડિયાદની સીંગલ ટ્રીપ માટે રૂ. 65 અને રીટર્ન ટ્રીપના રૂ. 95 થશે.

અમદાવાદથી આણંદના સીંગલ ટ્રીપ રૂ. 85 અને રીટર્ન ટ્રીપ રૂ. 125 થશે. આ ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી છે. મોંઘાવારીથી લોકો પરેશાન છે, ત્યારે દરેક વસ્તુમાં ભાવ વધારો થયો છે. સામાન્ય અને ગરીબ લોકોને મોંઘાવારીથી પરેશાન છે. ઓઇલના ભાવ ઘટે છે, પરંતુ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટતા નથી. ટ્રાન્સપોર્ટશનમાં વધારો થશે. જે ના થાય તેવી કોંગ્રેસ માંગ કરી રહ્યું છે.

સામાન્ય માણસને મોંધવારીનો વધુ એક ઝટકો
આ ભાવ વધારા પહેલા અમદાવાદથી વડોદરાની ટોલ ટેક્સ ફી કાર, જીપ, વાન અને હળવા વાહન માટે સીંગલ ટ્રીપ રૂ. 125 અને રીટર્ન ટ્રીપ ફી રૂ.190 હતી. જોકે હવે વડોદરાથી આણંદ, નડિયાદ, ઔડા રિંગ રોડ અને અમદાવાદ માટેના ટોલમાં 5 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. 

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પરથી રોજના હજારો વાહનો પસાર થતા હોય છે. જેમાં ગૂડ્સ સર્વિસ, સરકારી ટ્રાન્સપોર્ટ, ખાનગી ટ્રાન્સપોર્ટ, પ્રાઈવેટ વ્હીકલ મોટી સંખ્યામાં પસાર થતાં હોય છે. ત્યારે આ ટોલ ટેક્સ ફીમાં વધારો થતા સામાન્ય માણસને મોંધવારીનો વધુ એક ઝટકો મળશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news