લોકોને છેતરવાનો નવો કિમીયો! OLX પર ચાલી રહ્યો છે લોકો પાસેથી રૂપિયા ખંખેરવાનો 'ધંધો'
સુરત શહેર મા દિવસેને દિવસે છેતરપીંડીના કિસ્સો વધી રહ્યા છે. લોકોને વિશ્વાસમાં લઈ કોઈ પણ પ્રકારે તેમની સાથે વિશ્વાસ ઘાત કરતા હોય છે. તેવા જ એક વિશ્વાસઘાતી ઈસમની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી હતી.
Trending Photos
ઝી ન્યૂઝ/સુરત: શહેરમાં OLX પર વેચાતી વસ્તુ લઈ રૂપિયા આપવામાં ઓનલાઇન બેન્કિંગનો ઉપયોગ કરી ખોટા પેમેન્ટના સ્ક્રીનશોર્ટ પાડી વેચાણ કરનારને બતાવી છેતરપીંડી આચરનાર યુવકને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યો હતો. આ આરોપી દ્વારા અગાઉ 12 જેટલા ગુના આચર્યા હતા.
સુરત શહેર મા દિવસેને દિવસે છેતરપીંડીના કિસ્સો વધી રહ્યા છે. લોકોને વિશ્વાસમાં લઈ કોઈ પણ પ્રકારે તેમની સાથે વિશ્વાસ ઘાત કરતા હોય છે. તેવા જ એક વિશ્વાસઘાતી ઈસમની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી હતી. આ ઈસમ OLX પર વેચાણ માટે મુકેલી વસ્તુઓ ખરીદવા માટે ગ્રાહક બની વેચાણ અર્થે મુકેલી વસ્તુના માલિકને ફોન કરી તેમની પાસેથી મોબાઈલ, લેપટોપ જેવી વસ્તુની ખરીદી કરતો હતો.
ખરીદી કર્યા બાદ ઓનલાઇન પેમેન્ટ કરવાનું જણાવતો હતો. ત્યારબાદ પેમેન્ટ ના સ્ક્રીન શોર્ટનું એડિટ કરી નાણાં ટ્રાન્સફર થઈ ગયા તેવો મેસેજ બતાવી દેતો હતી. કાપોદ્રા વિસ્તારમાં પણ આવી જ રીતે છેતરપિંડી આચરી એક વ્યક્તિ પાસેથી લેપટોપની ખરીદી કરી હતી. ત્યારબાદ વેચાણ કરનાર ઈસમને માલુમ થયું કે તેમની સાથે છેતરપીંડી થઈ છે.
જેથી કાપોદ્રા પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી. જેથી કાપોદ્રા પોલોસે બાતમી ના આધારે આરોપી અમિત કુમાર ભરત હીરપરાને ઝડપી પાડ્યો હતો. આરોપી અગાઉ પણ 11 જેટલા આ પ્રકારના જ ગુના આચરી ચુક્યો છે. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી એક લેપટોપ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે