ક્યા ખબર હતી કે આજે જિંદગીનો છેલ્લો દિવસ હશે! મોર્નિંગ વોક પર નીકળેલી યુવતીને મળ્યું મોત

ફરી એકવખત બેફામ બસ ચલાવનારા બીઆરટીએસના ડ્રાઇવર સામે અનેક સવાલ ફરી ઉભા થયા છે. આજે સવારે જ્યારે મોર્નિંગ વોક માટે નીકળેલી યુવતી જઈ રહી હતી.

ક્યા ખબર હતી કે આજે જિંદગીનો છેલ્લો દિવસ હશે! મોર્નિંગ વોક પર નીકળેલી યુવતીને મળ્યું મોત

મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરમાં ફરી એકવાર BRTS બસે એક યુવતીનો જીવ લીધો છે. આજે સવારે નરોડા પાટિયા પાસે અકસ્માતની ઘટના બની છે. BRTS બસ સ્ટોપ નજીક રિવર્સ લેતા આ અકસ્માત સર્જાયો છે. જેમાં પ્રાચી રામચંદણી નામની યુવતીનું સ્થળ પર જ મોત નિપજ્યું છે. મોર્નિંગ વોક ઉપર નીકળેલ યુવતીનું BRTSની અડફેટે મોત થયું છે. 

આ વિશે મળતી માહિતી ફરી એકવખત બેફામ બસ ચલાવનારા બીઆરટીએસના ડ્રાઇવર સામે અનેક સવાલ ફરી ઉભા થયા છે. આજે સવારે જ્યારે મોર્નિંગ વોક માટે નીકળેલી યુવતી જઈ રહી હતી, ત્યારે BRTS બસે અમદાવાદના નરોડા પાટિયા અકસ્માત સર્જ્યો હતો. બસ રીવર્સ લેવાના ચક્કરમાં યુવતીને BRTS બસે ટક્કર મારી હતી. BRTSS બસ રિવર્સ લેતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં પ્રાચી રામચંદણી નામની યુવતીનું મોત થયુ હતુ.

આ પણ વીડિયો જુઓ:

ઉલ્લેખનીય છે કે, બીજી બાજુ BRTS બસના ડ્રાઇવરો બીજા દિવસે પડતર માંગને લઇને હડતાળ પર ઉતર્યા છે, જેને કારણે મુસાફરોએ પરેશાન થવાનો વારો આવ્યો છે. ડ્રાઇવરની અછતને કારણે અનેક જગ્યાએ રૂટિન બસના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ડ્રાઇવર હડતાળ પર ઉતરતા JBM કંપનીની બસ બંધ થઇ ગઇ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news