'મેં મૂસેવાલાની હત્યા કરી છે', AIMIM ના ગુજરાત અધ્યક્ષને મળી જાનથી મારી નાખવાની ધમકી

અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયન મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના ગુજરાત અધ્યક્ષ સાબિર કાબલીવાલાને મારી નાખવાની ધમકી મળી છે. કોલ કરીને એક વ્યક્તિએ તેમને ધમકી આપી છે. 

'મેં મૂસેવાલાની હત્યા કરી છે', AIMIM ના ગુજરાત અધ્યક્ષને મળી જાનથી મારી નાખવાની ધમકી

ઉદય રંજન, અમદાવાદઃ ઓલ ઈન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ) ના ગુજરાતના અધ્યક્ષ સાબિર કાબલીવાલાને મારી નાખવાની ધમકી મળી ચે. ફોન કોલ પર ધમકી આપનાર વ્યક્તિએ પોતાનું નામ ઇમરાન જણાવ્યું છે. સાથે કાબલીવાલાને કહેવામાં આવ્યુ કે જો જીવ બચાવવો ચે તો બેગ ભરીને પૈસા ચુકવવા પડશે. અમદાવાદની ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરી આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. 

સાબિર કાબલીવાલાને કોલ પર ધમકી આપનાર વ્યક્તિ ઇમરાને કહ્યુ- મેં જ મૂસેવાલાની હત્યા કરી છે. જો તમારે જીવ બચાવવો છે તો બેગ ભરીને પૈસા આપવા પડશે. આ સાંભળીને એઆઈએમઆઈએમ નેતા કાબલીવાલા પોતાના સમર્થકો સાતે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 

નોંધનીય છે કે કાબલીવાલા પહેલા ગુજરાત કોંગ્રેસમાં હતા. ત્યારબાદ તે એઆઈએમઆઈએમમાં જોડાયા અને ગુજરાતના પ્રમુખ બન્યા હતા. ફોન પર મળેલી આ ધમકી બાદ પોલીસે હવે તપાસ શરૂ કરી છે. સાઇબર એક્સપર્ટની મદદથી આરોપીના નંબરની તપાસ કરવામાં આવી રહી છે. 

મહત્વનું છે કે 29 મેએ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની માનસા જિલ્લાના ગામ જવાહરકે વિસ્તારમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાકાંડનો આરોપ કેનેડામાં રહેતા ગેંગસ્ટર ગોલ્ડી બરાર અને તિહાડ જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈએ લીધી હતી. આ મામલામાં દિલ્હી અને પંજાબ પોલીસની તપાસ ચાલી રહી છે. આ હત્યા સાથે જોડાયેલા શંકાસ્પદોની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news