જામનગર એરપોર્ટ પર એરફોર્સનું જગુઆર પ્લેન રનવે પરથી નીચે ઉતરતા પ્લેનમાં લાગી આગ

જગુઆર પ્લેનિંગની ટ્રેનિગ આપવામાં આવી રહી હતી. તે જ દરમિયાન પ્લેન રનવે પરથી નીચે ઉતરી ગયું હતું

જામનગર એરપોર્ટ પર એરફોર્સનું જગુઆર પ્લેન રનવે પરથી નીચે ઉતરતા પ્લેનમાં લાગી આગ

જામનગર: જામનગર જેગુઆર પ્લેન રનવે પરથી નીચે ઉતરી ગયું હતું. જગુઆર પ્લેનિંગની ટ્રેનિગ આપવામાં આવી રહી હતી. તે જ દરમિયાન પ્લેન રનવે પરથી નીચે ઉતરી ગયું હતું. અને જેમાં પાયલોટનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. પ્લેન રનવે પરથી નીચે ઉતરી જતા પ્લેનમાં આગ લાગવાની ઘટના બની હતી. પરંતુ પાયલોટની સતર્કતાને કારણે કોઇ જાન હાનીની ઘટાના બની નોહતી.  આ પ્રકારની ઘટના ગત 9મી ઓક્ટોબરે પણ બની હતી. 

એરફોર્સના સત્તાધીશોએ આપ્યા તપાસના આદેશ 
જામનગરમાં એરફોર્સનું તાલીમ ક્ષેત્ર હોવાના કારણે જામનગરમાં એરફોર્સ સ્ટેશનમાં અનેક વાર સિખાઉ પાયલોટ દ્વારા આવી અનેક પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. જ્યારે પાયલોર્ટની સતર્કતાને કારણે આ અંગે અનેક ઘટનાઓ બનતી હોવાથી એરફોર્સ દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. મહત્વનું છે, કે જામનગર એરફોર્સમાં છેલ્લા પાંચ મહિનામાં આ ત્રીજી ઘટના સામે આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news