રાજકોટના આકાશમાં જોવા મળ્યા એલિયન? ધડાકા ભડાકા સાથે સ્પેસશીપ દેખાતા આશ્ચર્ય

જેતપુરના ઉપલેટા અને ભાયાવદર તથા આસપાસના વિસ્તારમાં આકાશમાં ભેદી વસ્તુઓ દેખાઈ હતી. ભેદી વસ્તુ ઉડન ખટોલા જેવી હોવાનું પણ લોકો કહી રહ્યા છે. જો કે આ વસ્તુ દેખાયા બાદ સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. લોકો પોતાના ઘરેની બહાર આવીને આ ભેદી વ્તુને જોવા માટે ટોળે ટોળા ઉમટ્યાં હતા. માત્ર ભાયાવદર જ નહી પરંતુ વંથલી અને માણાવદરમાં પણ આ દ્રશ્યો જોવા મળતા લોકોમાં આશ્ચર્ય મિશ્રિત ભય જોવા મળી રહ્યો છે. એક સાથે 10-12 જેટલી ઉલ્કા જેવી વસ્તુ જોવા મળતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે. લોકોએઆ દ્રશ્યો પોતાનાં મોબાઇલ કેમેરામાં પણ કેદ કરી લીધા હતા. જેની તસ્વીરો અને વીડિયો હાલ ભારે વાયરલ થઇ રહ્યા છે. 

રાજકોટના આકાશમાં જોવા મળ્યા એલિયન? ધડાકા ભડાકા સાથે સ્પેસશીપ દેખાતા આશ્ચર્ય

જેતપુર : રાજકોટના ઉપલેટા અને ભાયાવદર તથા આસપાસના વિસ્તારમાં આકાશમાં ભેદી વસ્તુઓ દેખાઈ હતી. ભેદી વસ્તુ ઉડન ખટોલા જેવી હોવાનું પણ લોકો કહી રહ્યા છે. જો કે આ વસ્તુ દેખાયા બાદ સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. લોકો પોતાના ઘરેની બહાર આવીને આ ભેદી વ્તુને જોવા માટે ટોળે ટોળા ઉમટ્યાં હતા. માત્ર ભાયાવદર જ નહી પરંતુ વંથલી અને માણાવદરમાં પણ આ દ્રશ્યો જોવા મળતા લોકોમાં આશ્ચર્ય મિશ્રિત ભય જોવા મળી રહ્યો છે. એક સાથે 10-12 જેટલી ઉલ્કા જેવી વસ્તુ જોવા મળતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે. લોકોએઆ દ્રશ્યો પોતાનાં મોબાઇલ કેમેરામાં પણ કેદ કરી લીધા હતા. જેની તસ્વીરો અને વીડિયો હાલ ભારે વાયરલ થઇ રહ્યા છે. 

જો કે આ અંગે હજી સુધી અધિકારીક રીતે કોઇ જ નિવેદન સામે આવ્યું નથી. હાલ તો આ ઘટના ચર્ચાનાં ચગડોળે ચડી છે જ્યારે સ્થાનિક લોકોમાં આ ઘટના બાદ ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ ગીર સોમનાથ જિલ્લામાં ફરી એકવાર ભેદી ધડાકા સંભળાતા હોવાનું સામે આવ્યું હતું. 

ગીર સોમનાથ જિલ્લામા અજીબોગરીબ ઘટના સામે આવી હતી, જેની શાહી સુકાઇ નથી ત્યાં ફરી આવી ઘટના બનતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથમાં વેરાવળ, સોમનાથ અને કોડિનાર સહિતાન પંથકમાં ભેદી ધડાકા સંભળાયા હતા. ભેદી ધડાકાને લઈ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news