તિજોરી રૂપિયાથી છલકાઈ! ટેક્સની આવકમાં ઐતિહાસિક વધારો થતા માલામાલ બની AMC, જાણો કેટલી થઇ આવક
કોર્પોરેશનની ટેક્સની આવકના ઉત્સાહજનક આંકડા સામે આવતા ઐતિહાસિક વધારો થતા AMC માલામાલ બની ગઈ છે. AMC ની ટેક્સની આવકમાં ગત નાણાંકીય વર્ષ કરતા આ વર્ષે 30 ટકાનો વધારો નોંધાયો છે. જી હા...18 નવેમ્બર સુધી તમામ પ્રકારના ટેક્સની કુલ 1300 કરોડની આવક થઇ છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેક્સની આવકમાં ઐતિહાસિક વધારો થયો નોંધાયો છે. AMCએ વર્ષ 2023-24માં 18 નવેમ્બર સુધી તમામ પ્રકારના ટેક્સની કુલ 1300 કરોડની આવક થઇ છે. કોર્પોરેશનની ટેક્સની આવકના ઉત્સાહજનક આંકડા સામે આવતા ઐતિહાસિક વધારો થતા AMC માલામાલ બની ગઈ છે. AMC ની ટેક્સની આવકમાં ગત નાણાંકીય વર્ષ કરતા આ વર્ષે 30 ટકાનો વધારો નોંધાયો છે. જી હા...18 નવેમ્બર સુધી તમામ પ્રકારના ટેક્સની કુલ 1300 કરોડની આવક થઇ છે.
ગત વર્ષ 2022-23માં આજ સમયે 997 કરોડની આવક થઇ હતી. પ્રોપર્ટી ટેકસની આવક આ વર્ષે 1009.65 કરોડ થઇ, જયારે ગત વર્ષે 751.46 કરોડ હતી. વેહિકલ ટેક્સની આવક આ વર્ષે 138.30 કરોડ થઇ, જયારે ગત વર્ષે 115.73 કરોડ હતી. પ્રોફેશનલ ટેક્સની આવક આ વર્ષે 140.14 કરોડ થઇ, જયારે ગત વર્ષે 127.68 કરોડ હતી.
રેવન્યુ કમિટી ચેરમેને આ વિશે એક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, જુદા જુદા સમયે અમે અમલમાં મુકેલી સ્કીમનો મહત્તમ લાભ મળ્યો છે. નવી મિકલતોને bu પરમિશન મળવાના 45 દિવસમાં આકારણી કરવાના નિર્ણયથી પણ લાભ થયો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેક્ષની આવકમાં વધારો, આવક રૂ. 1300 કરોડને પાર
> અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્ષ વિભાગમાં ગત વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ૧૦૦% વ્યાજ માફી ઇન્સેન્ટીવ યોજના અમલમા મૂકવામાં આવેલ, જે સૌ પ્રથમ વાર એપ્રિલ માસમાં પણ ચાલુ રાખવામાં આવેલ.
> તે ઉપરાંત ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌથી વધુ ૧૫% સુધી એડવાન્સ રીબેટ સ્કીમ પણ જાહેર કરવામાં આવેલ જેમાં કરદાતાઓનો ખૂબ સારો પ્રતિસાદ મળેલ છે.
> ગત વર્ષ તથા ચાલુ વર્ષે ૧૦૦% વ્યાજ માફી ઈન્સેન્ટીવ યોજના સૌથી વધુ ૧૫% સુધી એડવાન્સ રીબેટ સ્કીમ એમ બંને પ્રોત્સાહક યોજના ચાલુ હોવા છતાં વધારે ટેક્ષ બાકી હોય તેવા અમુક મોટા કરદતાઓએ સદર યોજનાનો લાભ લીધેલ નથી. આવા મોટા બાકી કરદાતાઓની મિલકત ઉપર બોજો નોંધવાની તેમજ અમુક મિલકતોની હરાજી કરવા સુધીની કડક પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે.
> અગાઉના વર્ષો કરતાં ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪માં બીલીંગની તમામ પ્રક્રિયા અંદાજીત ૩ માસ પહેલાં પૂર્ણ કરેલ છે. સને ૨૦૨૩-૨૪ પ્રોપર્ટી અંદાજીત ૨૦ લાખ થી વધુ બીલોની વહેંચણીની કામગીરી પૂર્ણ થયેલ છે.
ટેક્ષ ખાતાની સઘન કામગીરીના અનુસંધાને ચાલુ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેક્ષની આવક રૂ.૧૩૦૦ કરોડને આંબી ગયેલ છે. સદર આવકમાં ગત વર્ષ કરતા ૩૦ % એટલે કે રૂ.૩૦૨.૭૧ કરોડ જેટલો વધારો થયેલ છે. જેની વિગત નીચે મુજબ છે.
હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન Digital India Initiative અંતર્ગત પ્રોપર્ટી ટેક્ષ ખાતામાં મહત્તમ કામગીરી ઓનલાઈન ડીજીટલ માધ્યમથી થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. જે અંતર્ગત કરદાતા પોતાના બીલમાં દર્શાવેલ Unique QR Code સ્કેન કરી તુરતજ ઓનલાઈન માધ્યમથી બીલનું પેમેન્ટ કરી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિવિક સેન્ટર ઉપર અપાતી જુદી જુદી સેવાઓ અંગે ના નાણાં હાલમાં કેશ, ચેક, તથા DD થી પેમેન્ટ સ્વીકારવામાં આવે છે. ટૂંક સમયમાં તમામ સીવીક સેન્ટરમાં પણ Unique QR Code દ્વારા આ ફેસીલીટી શરૂ કરવામાં આવશે.
QR Code સ્કેન કરી તુરતજ ઓનલાઈન માધ્યમથી ભીલનું પેમેન્ટ કરી શકાતુ હોઈ તેમજ એડવાન્સ રીબેટ સ્કીમ દરમ્યાન ઓનલાઇન પેમેન્ટ પર વધારાનું ૧% ડિસ્કાઉન્ટ આપવામાં આવતા વર્ષે દર વર્ષ પ્રોપર્ટી ટેક્ષની ઓનલાઈન આવકમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ આવક પૈકી ૫૩% જેટલી આવક ઓનલાઈન આવેલ છે. આગામી સમયમાં ૧૦૦% સુધી ઓનલાઈન આવક કરવાના પ્રયત્ન કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે