અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે કચરામાંથી બનાવી રહ્યું છે 'સોનું'! પ્રોજેક્ટ વિશે જાણીને ઉડી જશે હોંશ

એક સમયે પ્લાસ્ટિક વેસ્ટને કોઈપણ હાથ ન લગાવવા તૈયાર નહતું, હવે આજ પ્લાસ્ટિક વેસ્ટ  amc ને આવક કરાવી રહ્યું છે. કેન્દ્ર સરકારના નિર્ણય બાદ હાલ ધોલેરા એક્સપ્રેસ હાઈવેના નિર્માણમાં ડમ્પ સાઈટની માટી વપરાઈ રહી છે. નેશનલ હાઇવે ઓથોરિટી તરફથી amc ને પ્રતિ મેટ્રિક ટન રૂ.1.5 ચૂકવાય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે કચરામાંથી બનાવી રહ્યું છે 'સોનું'! પ્રોજેક્ટ વિશે જાણીને ઉડી જશે હોંશ

અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પીરાણા ડમ્પ સાઈટ તંત્ર માટે બની ગઈ છે આવકનો નવો શ્રોત. કચરાના ઢગલામાંથી તંત્રને થઈ રહી છે ઢગલો કમાણી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેન્જમેન્ટ વિભાગના  ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીએ જણાવ્યુંકે, પીરાણા ડમ્પ સાઈટનો કચરો હવે amc માટે કંચન  બન્યું છે. ડમ્પ સાઈટ નિકાલ માટે કરોડોના ખર્ચ સામે હવે તંત્રને થવા લાગી મોટી આવક. ધીમી પરંતુ મક્કમ ગતિએ થઇ રહ્યો છે પીરાણા ડમ્પ સાઈટ પરથી લાખો ટન ઘન કચરાનો નિકાલ.

વધુમાં તેમણે જણાવ્યુંકે, સેંકડો વિશાળ મશીનરી દિવસ રાત ચાલુ રાખીને કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. કચરાના આ નિકાલની પ્રોસિજર પણ ખરેખર એક અદભૂત પ્રક્રિયા છે. ડમ્પ સાઈટ પરથી નીકળતા વિવિધ પ્રકારના કચરા થકી amc ને મળી રહી છે રેવન્યુ અને કચરાનો કરાઈ રહ્યો છે પુનઃ ઉપયોગ. અત્યાર સુધી પડી રહેલા 11 લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિક વેસ્ટનો વિવિધ ઉદ્યોગોમાં બળતણ તરીકે ઉપયોગ પણ થશે.

તેના માટે ખાનગી કંપનીએ અંદાજે 6 એકર જગ્યામાં 8 કરોડના ખર્ચે વિશેષ પ્લાન્ટ સ્થાપ્યો છે. અગાઉ એકઠો થયેલો અને હાલ નવો એકઠો થતો પ્લાસ્ટિક વેસ્ટ નવા પ્લાન્ટમાં વપરાશે. ખાનગી કંપની amc પાસેથી મેળવશે દૈનિક 3000 ટન કરતા વધુ પ્લાસ્ટિક વેસ્ટ અને amc ને ચુકવશે વાર્ષિક 51 લાખ રૂપિયા.  amc ની હયાત લેન્ડફીલ સાઈટ પર જમા થયેલા લાખો ટન પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ થવાથી 61 કરોડના ખર્ચે બનનારી નવી લેન્ડફીલ સાઈટ નહીં બનાવવી પડે. amc દ્વારા પૂરો પાડવામાં આવનારા પ્લાસ્ટિક વેસ્ટને વૈજ્ઞાનિક ધોરણે પ્રોસેસ કરી વિશેષ બ્લોક બનાવવામાં આવશે, જે  વિવિધ ઉદ્યોગોમાં બળતણ તરીકે કોલસાની જગયાએ વપરાશે.

એક સમયે પ્લાસ્ટિક વેસ્ટને કોઈપણ હાથ ન લગાવવા તૈયાર નહતું, હવે આજ પ્લાસ્ટિક વેસ્ટ  amc ને આવક કરાવી રહ્યું છે. કેન્દ્ર સરકારના નિર્ણય બાદ હાલ ધોલેરા એક્સપ્રેસ હાઈવેના નિર્માણમાં ડમ્પ સાઈટની માટી વપરાઈ રહી છે. નેશનલ હાઇવે ઓથોરિટી તરફથી amc ને પ્રતિ મેટ્રિક ટન રૂ.1.5 ચૂકવાય છે. દૈનિક નિકાલ થતા 22 થી 23000મેટ્રિક ટન કચરા પૈકી  8 થી 10 હજાર મેટ્રિક ટન માટી હાઇવે બનાવવા માટે લઇ જવામાં આવે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news