આગાહી વાંચી રૂંવાડા ઉભા થઇ જશે: દક્ષિણ ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થશે? વાતાવરણ પણ નથી આપી રહ્યું સાથ...

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી જ વાતાવરણ ખુબ જ ઠંડુગાર બની ચુક્યું છે. આ વાતાવરણના કારણે અનેક ગુજરાતીઓને શરદી, ખાંસી અને તાવ જેવી સમસ્યાઓ થઇ રહી છે. કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટની દહેશત વચ્ચે આ વાતાવરણના કારણે રોગચાળામાં વધારો થઇ શકે છે. જો કે રાહતની કોઇ સ્થિતિ સર્જાય તેવું નથી લાગી રહ્યું. હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે, ગુજરાતમાં તાપમાન સુકુ રહેશે. જો કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. આવતીકાલથી વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ ઘટશે. ગઇકાલથી તાપમાનમાં 3થી4 ડિગ્રીનો ઘટાડો થશે. આવતી કાલે મહત્તમ તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો વધારો નોંધાશે. 

Updated By: Dec 3, 2021, 06:20 PM IST
આગાહી વાંચી રૂંવાડા ઉભા થઇ જશે: દક્ષિણ ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થશે? વાતાવરણ પણ નથી આપી રહ્યું સાથ...
ફાઇલ તસવીર

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી જ વાતાવરણ ખુબ જ ઠંડુગાર બની ચુક્યું છે. આ વાતાવરણના કારણે અનેક ગુજરાતીઓને શરદી, ખાંસી અને તાવ જેવી સમસ્યાઓ થઇ રહી છે. કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટની દહેશત વચ્ચે આ વાતાવરણના કારણે રોગચાળામાં વધારો થઇ શકે છે. જો કે રાહતની કોઇ સ્થિતિ સર્જાય તેવું નથી લાગી રહ્યું. હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે, ગુજરાતમાં તાપમાન સુકુ રહેશે. જો કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. આવતીકાલથી વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ ઘટશે. ગઇકાલથી તાપમાનમાં 3થી4 ડિગ્રીનો ઘટાડો થશે. આવતી કાલે મહત્તમ તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો વધારો નોંધાશે. 

સગી બહેને ભાઇને કહ્યું, ભાભી સાથે મજા ન આવતી હોય તો પછી હું...

જો કે બીજી તરફ દક્ષિણમાં વરસાદ અને ભેજયુક્ત વાતાવરણની આગાહી કરવામાં આવી છે. દક્ષિણમાં જ હાલ ઓમિક્રોનની દહેશત જોવા મળી રહી છે. વલસાડ તાલુકાના અલગ અલગ ગામોમાં વિદેશથી અનેક લોકો આવ્યા છે. આ ઉપરાંત હાઇરિસ્ક હોય તેવા દેશોમાંથી કુલ 8 લોકો વલસાડમાં આવ્યા છે. જ્યારે વલસાડમાં વિદેશથી કુલ 59 લોકો આવ્યા છે. જેના પગલે આરોગ્ય વિભાગ દ્વારા વલસાડનાં ગામડાઓમાં તપાસ આદરવામાં આવી છે. હાઇ રિસ્ટ ધરાવતા દેશો જેવા કે સિંગાપુર, બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા, યુકે, બ્રાઝીલ સહિતનાં દેશોમાંથી આવેલા લોકોનું 8 ગામોમાં 59 લોકો વિદેશથી આવ્યા છે. લગ્નની સિઝન હોવાનાં કારણે મોટા ભાગના લોકો આવ્યા હતા. 

યુપી, પંજાબ સહિત 5 રાજ્યોમાં ભાજપ OBC મતદારોને કેવી રીતે આકર્ષિત કરશે? ગુજરાતમાં 3 દિવસ ચાલશે મંથન

ઓમીક્રોન વાઈરસને લઈને 11 જેટલા દેશોને હાઈરિસ્ક દેશોમાં સમામવામાં આવ્યા છે. જે દેશોમાંથી વલસાડ જિલ્લામાં પરત ફરેલા તમામ 16 નાગરિકોને ક્વોરન્ટાઈન કરવામા આવ્યા છે. આ ઉપરાંત વલસાડ તાલુકામાં અન્ય દેશોમાંથી આવેલા 59 જેટલા લોકોને પણ સાવચેતીના ભાગ રૂપે કોરોન્ટાઇ કરી આરોગ્ય વિભાગ દ્રારા નજર રાખવામાં આવી રહી છે. ઓમિક્રોન વેરીએન્ટ વાઇરસ ધરાવતા 11 જેટલા દેશોમાંથી ભારતમાં આવતા યાત્રીઓ માટે નવી ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં વધુ 4 જેટલા યાત્રીઓ મળી કુલ 16 યાત્રીઓ હાઈ રિસ્ક દેશોમાંથી આવ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા તમામ યાત્રીઓને કોવિડ ગાઈડલાઈન્સ મુજબ ક્વોરન્ટાઈન રહેવા આદેશ કરવામા આવ્યો છે. તો હાલ લગ્ન સિઝન ચાલી રહી હોવાથી અન્ય દેશોમાંથી 59  જેટલા લોકો જે વલસાડ તાલુકા ખાતે આવ્યા છે. આ લોકોને પણ હોમ ક્વોરન્ટાઈન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. 

વાહ ગુજરાત સરકાર વાહ! ભ્રષ્ટાચારનો દાવો થતા મહેસુલ મંત્રી પોતે ઘટના સ્થળે પહોંચ્યા અને અધિકારીને હાથ પકડીને કાઢી મુક્યો...

વલસાડ જિલ્લામાં હાઇ રિસ્ક દેશ અને અન્ય દેશમાંથી આવતા તમામ યાત્રીઓને ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. સાથે આરોગ્ય વિભાગ દ્રારા આ તમામ લોકો નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને તમામને ક્વોરોન્ટાઇ કરી 8 દિવસ બાદ RTPCR ટેસ્ટ કરવામાં આવશે સાથે સાથે જો કોઈ પોઝિટિવ આવે તો તેના સેમ્પલો લઈ કયા વેરિયન્ટ વાઇરસનો શિકાર થયો છે. જો તમામનો રિપોર્ટ નેગેટિવ આવે તો પણ તમામને ફરજિયાત અન્ય 7 દિવસ ઓબ્ઝર્વેશન કરશે સાથે આરોગ્ય વિભાગ દ્રારા 11 હાઇરિસ્ક દેશમાંથી આવેલા લોકો પર સતત નજર રાખવામાં આવશે. સાથે લગ્ન સીઝનમાં વિદેશથી આવતા તમામ યાત્રીઓ ઉપર પણ આરોગ્ય વિભાગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube