36મી નેશનલ ગેમ્સનો મેસ્કોટ-એંથમ લોન્ચ, શાહે કહ્યું; ગુજરાતે એક વર્ષની તૈયારીઓ 3 મહિનામાં કરી'

ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, 10 વર્ષ પહેલાં મોદીજીએ ખેલમહાકુંભ શરૂ કર્યું, ત્યારે ગુજરાત રમત ક્ષેત્રે વિશ્વમાં ક્યાંય નહતું. એ વખતે 11 લાખ ખેલાડીઓએ ભાગ લીધો હતો, આજે એ શરૂઆત 55 લાખ ખેલાડીઓ સુધી પહોંચી છે.

36મી નેશનલ ગેમ્સનો મેસ્કોટ-એંથમ લોન્ચ, શાહે કહ્યું; ગુજરાતે એક વર્ષની તૈયારીઓ 3 મહિનામાં કરી'

અતુલ તિવારી/અમદાવાદ: અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયાથી 36મી નેશનલ ગેમ્સના મેસ્કોટ અને એન્થમનું લોન્ચિંગ કરાયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પ્રસંગનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રમત ગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુર સહિતના અનેક નેતાઓ ઉપસ્થિતિ રહ્યા છે.

ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, 10 વર્ષ પહેલાં મોદીજીએ ખેલમહાકુંભ શરૂ કર્યું, ત્યારે ગુજરાત રમત ક્ષેત્રે વિશ્વમાં ક્યાંય નહતું. એ વખતે 11 લાખ ખેલાડીઓએ ભાગ લીધો હતો, આજે એ શરૂઆત 55 લાખ ખેલાડીઓ સુધી પહોંચી છે. અનેક રાજ્યોમાં 55 લાખની વસ્તી હોતી નથી. પરંતુ આજે એક ક્લિક કરીને 30 કરોડ રૂપિયાની રાશિ વિજેતાઓને આપવામાં આવી. ખેલની દુનિયામાં ગુજરાત પોતાની ઓળખ બનાવી ચૂક્યું છે. 

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, 36માં નેશનલ ગેમ્સમાં ગુજરાત તમામ રેકોર્ડ તોડશે. 20 હજાર ખેલાડીઓ, કોચ, અધિકારીઓ 29 સપ્ટેમ્બરથી ગુજરાતમાં હશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બાદ એની સાથે અમદાવાદ સ્પોર્ટ્સ સિટી બનવા જઈ રહ્યું છે. એક જ જગ્યાએ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ સિટી અમદાવાદમાં હશે. ગુજરાતમાં તમામ આંતરરાષ્ટ્રીય કક્ષાની રમત રમાઈ શકે એવી સુવિધાઓ છે. રમતના વિકાસ માટે ભારત સરકારે કોઈ કચાશ મૂકી નથી. 2014માં ભારતમાં રમત માટે બજેટ 866 કરોડ હતું, હવે 2 હજાર કરોડનું બજેટ મોદીજીએ 2022માં કર્યું છે. ઓલિમ્પિકમાં દેશના ખેલાડીઓનું પ્રદર્શન સુધર્યું છે, ભારતે તમામ પાછલા રેકોર્ડ તોડ્યા છે. રમતમાં ગુજરાત પરિવર્તનનું સારથી બન્યું છે. 36માં નેશનલ ગેમ્સ માટે ગુજરાતને શુભેચ્છા..

અમિત શાહે જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષમાં મોદીજીના નેતૃત્વમાં દરેક ક્ષેત્રમાં અનેક પેરામીટર સર કર્યા. આગામી અનેક વર્ષો સુધી આ રેકોર્ડ કોઈ નહીં તોડી શકે. મોદીજી નર્મદાનું પાણી કચ્છ સુધી લઈ ગયા. ગુજરાતમાં મોદીજી ભગીરથ બનીને નાં આવતા તો આ વિકાસ શક્ય નહતો. નર્મદાનો વિરોધ કરનાર મેઘા પાટકરને પાછલા બારણે પ્રવેશ આપવાનો પ્રવેશ કર્યો. જેમણે ગુજરાતનો વિકાસ રોક્યો, વિરોધ કર્યો એને ગુજરાત પ્રવેશ આપશે? મેધા પાટકરને જે લઈને આવે છે એમને કહું છું, આ ગુજરાત છે અહીં ગુજરાતના વિરોધીઓની કોઈ જગ્યા નથી. કોઈ ગમે તેટલો વિરોધ કરે, લોકો એનો સ્વીકાર નહીં કરે. મેધા પાટકરને જે લઈને આવે છે એમને હું કહું છું, આ ગુજરાત છે અહીં ગુજરાતના વિરોધીઓની કોઈ જગ્યા નથી.

સીએમ ભૂપેન્દ્ર પટેલનું સંબોધન
રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના રમતના ઇતિહાસમાં અનોખો સંયોગ રચાયો છે.પીએમ મોદીએ ખેલકૂદનાં વિકાસ માટે ખેલમહાકુંભ શરૂ કરાવ્યો, આજે એના 11માં ભાગનું સમાપન છે. સાથે જ 36માં નેશનલ ગેમ્સની ક્રટેનરેઝર થશે. દાળ ભાત ખાવાની ગુજરાતીઓની ઓળખ હતી, જે આજે બદલાઈ છે. 11માં ખેલમહાકુંભની શરૂઆત મોદીજીએ કરાવી હતી. ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. જેની તૈયારીઓ માટે મહિનાઓ વિતે છે એની તૈયારી માત્ર 3 મહિનામાં પૂરી કરાઈ છે.

કેન્દ્રીય રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરનું સંબોધન
અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, ખેલમહાકુંભ એ પીએમ મોદીજીનો વિચાર છે, જેની શરૂઆત એમણે કરાવી છે. 11માં મહાકુંભનું આયોજન પણ ગુજરાતે કર્યું છે. હું જે રાજ્યથી આવું છું, ત્યાં 17 લાખ વસ્તી છે. પણ ગુજરાતમાંથી 55 લાખ ખેલાડીઓએ ખેલમહાકુંભ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. મોદી હૈ, તો સબકુછ મુમકિન હૈ. ખેલમહાકુંભમાં 29 કરોડના ઇનામો સીધા ખાતામાં ટ્રાન્સફર થયા. ગુજરાતના ખેલમહાકુંભને જોઈને અન્ય રાજ્યોએ સાંસદ ખેલ પ્રતિયોગિતા શરૂ કરી છે. 

IOA એ કહ્યું કે સાત વર્ષ બાદ નેશનલ ગેમ્સ રમાશે. ખેલાડીના જીવનમાં એક ટુર્નામેન્ટ છૂટે તો ખૂબ હાની પહોંચે છે. ખેલાડીઓએ ખૂબ નુકસાન ઉઠાવ્યું છે. જેના આયોજન માટે 3 વર્ષ લોકો રાહ જોવે છે, એનું આયોજન માત્ર 3 મહિનામાં ગુજરાતે કર્યું, આ ફક્ત ગુજરાત જ કરી શકે. અધિકારીઓનો આભારી છું, સૌએ એક ટીમના રૂપે કામ કર્યું. ખેલાડીઓ અને અન્ય સ્ટાફ સાથે કુલ 12 હજાર લોકો ગુજરાત આવશે. અહીં ગરબા થશે, રમત થશે, એની મજા ગુજરાત સાથે ખેલાડીઓ પણ માણશે. 

અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું કે, ઓલિમ્પિક રમત કરતા વધુ ખેલાડીઓ નેશનલ ગેમ્સ માટે ગુજરાતમાં આવશે. દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ગુજરાતમાં અને અહીં જ નેશનલ ગેમ શરૂઆત થશે. ભવ્ય ઓપનિગમાં 1.15 લાખ લોકોની ઉપસ્થિતિમાં થશે. મોદીના નેતૃત્વમાં ચેસ ઓલિમ્પિયાડ ભારતમાં થયું છે. 600 કરોડનું સ્પોર્ટ્સ સંકુલ નારણપુરામાં બનાવવા બદલ અમિતભાઇને અભિનંદન...ભવિષ્યમાં ભારતમાં રમતોનું આયોજનનું કેન્દ્ર ગુજરાત બનશે એવી અપેક્ષા.

એપ અને વેબસાઈટ લોન્ચ કરી
7 વર્ષ બાદ નેશનલ ગેમ્સ ગુજરાતમાં રમાશે. મેં નેશનલ ગેમ્સ માટે રજૂઆત કરી, જે માત્ર 7 દિવસમાં પૂરી કરવામાં આવ્યા. માત્ર 3 મહિનામાં તમામ તૈયારીઓ પૂરી કરવી મારા માટે આશ્ચર્યજનક હતું. હું અહીં આવ્યો, રમત મંત્રી સાથે મળ્યો, 3 મહિનામાં જે તૈયારીઓ નેશનલ ગેમ્સ માટે અહીં કરાઈ એ વિશ્વ રેકોર્ડ બનશે. નેશનલ ગેમ્સમાં 7 હજાર ખેલાડીઓ ભાગ લેશે. જે લોકોએ તૈયારીઓ માત્ર 3 મહિનામાં પૂરી કરી છે, એમનો આભાર... 

હર્ષ સંધવીનું સંબોધન
36મી નેશનલ ગેમ્સના મેસ્કોટ અને એન્થમનું લોન્ચિંગ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ક્યાંય કબડ્ડી, ક્યાંય ખોખોની રમત રમાતી હશે. માં અંબાના નોરતા સાથે રમત રમાતી હશે. નેશનલ ગેમ્સ માટે માત્ર 90 દિવસમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે.

ખેલ મહાકુંભનાં વિજેતાઓને સન્માનિત કરાયા
રાજ્યની ત્રણ ટોપ સ્કૂલમાં પ્રથમ SR હાઇસ્કુલ, દેવગઢ બારિયા, દાહોદ, બીજા નંબરે સુરતના કતારગામની ગજેરા વિદ્યાભવન અને ત્રીજા નંબરે ઊર્મિ સ્કૂલ, વડોદરા
પ્રથમ ત્રણ જિલ્લામાં
1. અમદાવાદ
2. ખેડા જિલ્લો
3. મહેસાણા જિલ્લો

રાજ્યની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 
- સુરત મ્યુનિ. કોર્પોરેશન પ્રથમ સ્થાને
- બીજા સ્થાને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન
- ત્રીજા સ્થાને વડોદરા મ્યુનિ. કોર્પોરેશન

ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કરાયા
- પેરા કેટેગરીમાં પ્રથમ નીતિન ચોધરી
- બીજા સ્થાને ભાવિના પટેલ
- ત્રીજા સ્થાને સોનલ પટેલ

ઉલ્લેખનીય છે કે, નેશનલ ગેમ્સનું મેસ્કોટ લોન્ચ કરાયું. ગુજરાતનો સાવજ મેસ્કોટ હશે. આજે નેશનલ ગેમ્સની એન્થમ લોન્ચ કરાઈ છે. ''''એક ભારત શ્રેષ્ઠ ભારત''''

અમદાવાદના કાંકરિયામાં આવેલા ટ્રાન્સસ્ટેડિયા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ પ્રસંગે કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સમારોહ યોજાયો છે. કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ હેઠળ દેશના વિવિધ રાજ્યની કૃતિઓ રજૂ કરાઈ છે. નેશનલ ગેમ્સની વેબસાઈટ - મોબાઇલ એપ્લિકેશન પણ અનુરાગ ઠાકુરના હસ્તે લોન્ચ કરાઈ છે. 

ગુજરાતમાં નેશનલ ગેમ્સના આયોજન માટે આજે કરાર કરાશે. નેશનલ ગેમ્સમાં 36 રાજ્યો/ યુ.ટી.થી રમતવીરો ગુજરાત આવશે, જેમાં 36 રમતોનો સમાવેશ થશે. 15 હજાર કરતાં વધુ ખેલાડીઓ જુદી જુદી રમતમાં હિસ્સો લેશે. આ સાથે જ 11માં ખેલ મહાકુંભનાં વિધિવત સમાપન વિધિ કાર્યક્રમમાં વિજેતાઓને પુરસ્કાર એનાયત થશે. 4 પેરા-ઍથ્લેટ્સનું પણ મહાનુભાવોના હસ્તે સન્માન કરાશે. તેજસ્વી ખેલાડીઓને ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કરાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news