વિશ્વનાથના રાજીનામા બાદ કલાકોમાં ગુજરાત પ્રદેશ યૂથ કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂંક, જાણો કોને મળી જવાબદારી

હરપાલસિંહ ચુડાસમાને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસની કમાન સોંપવામાં આવી છે. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બીવી શ્રીનિવાસને વિશ્વનાથસિંહ વાઘેલાના રાજીનામાં બાદ ખાલી પડેલી જગ્યા પર હરપાલસિંહ ચુડાસમાની નિમણુંક કરી દીધી છે.

વિશ્વનાથના રાજીનામા બાદ કલાકોમાં ગુજરાત પ્રદેશ યૂથ કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂંક, જાણો કોને મળી જવાબદારી

અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણી ટાણે કોંગ્રેસની સ્થિતિ કફોડી થઈ રહી છે. આજે કોંગ્રેસમાં ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલાએ રાજીનામુ આપી દીધું છે. વિશ્વનાથના રાજીનામાથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. પરંતુ બીજી બાજુ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બીવી શ્રીનિવાસને વિશ્વનાથસિંહ વાઘેલાના રાજીનામાં બાદ ગણતરીના કલાકોમાં હરપાલસિંહ ચુડાસમાને ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખની બાગડોર સોંપી છે.

હરપાલસિંહ ચુડાસમાને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસની કમાન સોંપવામાં આવી છે. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બીવી શ્રીનિવાસને વિશ્વનાથસિંહ વાઘેલાના રાજીનામાં બાદ ખાલી પડેલી જગ્યા પર હરપાલસિંહ ચુડાસમાની નિમણુંક કરી દીધી છે.

— Gujarat Youth Congress (@IYCGujarat) September 4, 2022

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાં વધુ એક વિકેટ પડી રહી છે. યૂથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. વિશ્વનાથસિંહ વાઘેલાએ સોનિયા ગાંધી અને જગદીશ ઠાકોરને રાજીનામું સોંપ્યું છે. રાજીનામુ આપતા તેમણે કોંગ્રેસ પર મોટો આક્ષેપ મૂક્યો કે, 1.70 કરોડ આપ્યા પછી મને પદ મળ્યું છે. મારી પાસેથી પૈસા લઈ કોંગ્રેસે વેચાતા પદ આપ્યા છે. સાથે જ તેમણે પરિવારવાદ અંગે લઈને વિશ્વનાથ વાઘેલાએ આરોપ આપ્યો છે. 

મારી પાસેથી પૈસા લઈ કોંગ્રેસે વેચાતા પદ આપ્યા
કોંગ્રેસમાં ફરી એકવાર પરિવારવાદનો મુદ્દો સળગ્યો છે. ત્યારે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા જ યૂથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વાનાથ વાઘેલાએ રાજીનામુ આપ્યુ છે. ત્યારે આ સમાચાર કોંગ્રેસ માટે ઝટકો સમાન છે. સાથે જ વિશ્વનાથ વાઘેલાના ભાજપમાં જોડાવાની અટકળો પણ તેજ બની છે. રાજીનામુ આપીને વિશ્વનાથ વાઘેલાના કોંગ્રેસ પર મોટા આરોપ મૂક્યા છે. વિશ્વનાથ વાઘેલાએ આરોપ કર્યાં કે, કોંગ્રેસ પરિવારની ભક્તિ કરવા માટે છે. હાલની કોંગ્રેસ દેશની સેવા માટે નથી. 1.70 કરોડ આપ્યા પછી મને પદ મળ્યું છે. મારી પાસેથી પૈસા લઈ કોંગ્રેસે વેચાતા પદ આપ્યા છે. છતાં હું સિનિયર નેતાના આંતરિક જૂથવાદનો ભોગ બન્યો છું. યુવાનો માટે કોંગ્રેસમાં કોઈ જગ્યા નથી.  

કોંગ્રેસ છોડવાનું વિશ્વનાથનું દર્દ
તેમણે કહ્યું કે, કોંગ્રેસે દેશને આઝાદી અપાવી, એવા પક્ષ સાથે કામ કરીશું તો લોકસેવા કરીશું. ધીરે ધીરે ખબર પડી કે, હવે નવી કોંગ્રેસ બની છે. કચવાટ અને મૂંઝવણ સાથે કોંગ્રેસમા કામ કરતા રહ્યાં. મારા પિતા પોલીસ ખાતામાં હતા, તેથી પીએસઆઈ બનાવીને કારકિર્દી બનાવી શકત. પરંતું કોંગ્રેસ માટે 8 લાખ 40 હજાર જેટલા મેમ્બર બનાવ્યા. એક મેમ્બરના 50 રૂપિયા, અમે મતદારો બનાવીને ફી ભરી. મારા પિતા ગુજરી ગયા પછી જે રૂપિયા આવ્યા હતા તે પણ ચૂંટણીમાં વાપરી નાંખ્યા. ચૂંટણી જીત્યા પછી મને આનંદ પણ થયો. પરંતુ બીજા દિવસે ખબર પડી કે કોંગ્રેસને તેનો ગર્વ નથી. મને ફેલ કરવાની સ્ટ્રેટેજી બનાવી. વિશ્વનાથને ફેલ કરવા યૂથ કોંગ્રેસને ફેલ કરવાની. હવે મારી સહનશક્તિએ જવાબ આપ્યો. હુ નહિ મારી પહેલાના કાર્યકર્તાઓએ પણ આ જોયું છે. હું પાર્ટી છોડું એટલે મને ગદ્દાર કહેશે. પરંતુ હુ સંઘર્ષ કરીને તમારી સિસ્ટમમાં રહીને પ્રદેશ પ્રમુખ બન્યો. તેને મદદ કરવાને બદલે મારી ટીકા કરી. મને કચરો જાય છે તેવું કહ્યું. હું છેલ્લા પંદર વીસ દિવસથી મૂંઝવણ અનુભવતો હતો. સંઘર્ષ હજી પણ કરીશું, પરંતુ એવુ થાય કે આ એનર્જિ આ રૂપિયા વેડફીને શું મળશો. અમારા જેવા સેંકડો કાર્યકર્તા તમારી પાસે આવે ત્યારે કોઈ મદદ ન કરે, અને હેરાન કરે ત્યારે દુખ થાય છે. દુખ સાથે કોંગ્રેસ છોડી છે. રાજકારણમાંથી રાજીનામુ આપ્યુ નથી, પણ કોંગ્રેસમાંથી આપ્યું છે. હજી પણ રાજકારણ કરવાના ઘણા સ્કોપ છે. સહનશક્તિ ઘટી એટલે રાજીનામુ આપ્યું છે. સામાન્ય ઘરથી યુવાન ચૂંટણી લડે તો પાર્ટીને ગર્વ તો હોવો જોઈએ. પરંતુ એ ન થયો. પાર્ટીમાં જે અંદરો અંદર લડે છે તેમના ઝગડા બંધ કરવા જોઈએ. મેં આ મુદ્દે શ્રીનિવાસને ફોન કર્યો હતો પણ તેમણે ફોન ઉપાડવાના બંધ કર્યા હતા. 

8 મહિનામાં જ વિશ્વાનાથ વાઘેલાનું રાજીનામું
કોંગ્રેસ ફરી એકવાર તૂટી છે. 8 મહિનામાં જ વિશ્વનાથ વાઘેલાએ પક્ષને પ્રમુખ પદ પરથી રાજીનામુ આપ્યું છે. ગત ડિસેમ્બરમાં તેમની પ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી. પ્રાથમિક સૂત્રોનુ કહેવુ છે કે, કોંગ્રેસના કેટલાક સિનીયર નેતાઓ ભાજપમાં જોડાવાના છે, તે કડીમાં આ પહેલુ રાજીનામુ હોવાનું ચર્ચાય છે. ઉલ્લેખનીય છે કે વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસના યુવા નેતા હાર્દીક પટેલના નજીકના વ્યક્તિ છે અને છેલ્લા 10 વર્ષથી વધુ સમય NSUI મા અલગ અલગ પ્રદેશ-રાષ્ટ્રીય હોદાઓ સાથે જોડાયેલા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news