જયનારાયણ વ્યાસના રાજીનામા અંગે અમિત શાહનું મોટું નિવેદન, 'તેમને પણ ખબર છે કે ભાજપમાં હવે...'

અમિત શાહે જયનારાયણ વ્યાસના રાજીનામા અંગે જણાવ્યું હતું કે, જયનારાયણ વ્યાસની ઉંમર 75 વર્ષની થઈ ગઈ છે. જયનારાયણ વ્યાસને ખબર છે કે ભાજપમાં તેમને ટિકિટ નહી મળે. જેથી હવે તેમના રાજીનામાનો કોઈ અર્થ રહેતો નથી.

જયનારાયણ વ્યાસના રાજીનામા અંગે અમિત શાહનું મોટું નિવેદન, 'તેમને પણ ખબર છે કે ભાજપમાં હવે...'

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની ચૂંટણી માટે શંખનાદ થઈ ચૂક્યો છે. મહાસંગ્રામમાં હવે દરેક પાર્ટીએ પોતાના આયુધ તૈયાર કરી લીધા છે. આ વખતનો ચૂંટણી 2022નો ચૂંટણી સંગ્રામ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે, કારણ કે આ વખતે ત્રિપાંખિયો જંગ થવા જઈ રહ્યો છે. હવે સવાલ એ ઉભો થાય છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કયા મુદ્દાઓ પર લડાઈ રહી છે 2022ની વિધાનસભા ચૂંટણી. ZEE 24 કલાકના કાર્યક્રમ શીર્ષસંવાદમાં અમિત શાહે વિવિધ સવાલોના જવાબ આપીને ચૂંટણીની રણનીતિના રહસ્યો ખોલ્યા છે.

ZEE 24 કલાકના કાર્યક્રમ શીર્ષસંવાદમાં અમિત શાહે એક મોટું નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો છે. અમિત શાહે જયનારાયણ વ્યાસના રાજીનામા અંગે જણાવ્યું હતું કે, જયનારાયણ વ્યાસની ઉંમર 75 વર્ષની થઈ ગઈ છે. જયનારાયણ વ્યાસને ખબર છે કે ભાજપમાં તેમને ટિકિટ નહી મળે. જેથી હવે તેમના રાજીનામાનો કોઈ અર્થ રહેતો નથી.

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, જયનારાયણ વ્યાસને 75 વર્ષ પુરા થઈ ગયા છે. હવે એમને સ્પષ્ટતાથી ખબર છે કે ભાજપમાં ટિકીટ નહીં મળ અને હવે રાજીનામું આપે પણ હવે રાજીનામાનો કોઈ મતલબ નથી. દેશભરમાં ભાજપનો ટ્રેન્ડ છે. કોંગ્રેસ હવે ડૂબતું જહાજ છે. ગુજરાતમાં કોંગ્રેસ પોતાની પરંપરાગત વોટબેકના આધારે મજબૂત છે પણ હવે દેશભરના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને ચૂંટણી વખતે રાજીનામું આપીને જોડાય અને જનતાનો મેન્ડેટ લઈને જોડાતા હોય એમાં હું નથી માનતો કે તેનાથી કોઈ અસર થાય.

ટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news