Ahmedabad : મોટા ખાડામાં ફસાઈ AMTS બસ, આગળ-પાછળ ખસી પણ ન શકી....!!!

ફરીએકવાર અમદાવાદની એએમટીએસ બસ અને અમદાવાદમાં ઠેકઠેકાણે પડેલા ખાડા ચર્ચામાં આવ્યા છે. અમદાવાદના સૂરધારા સર્કલ પાસે આજે એક amts બસ ખાડામાં ફસાઈ છે. રસપ્રદ બાબત તો એ છે કે, 15 દિવસ અગાઉ પણ આ જ સ્થળે પડેલા ખાડામાં એક બસ ફસાઈ હતી. જેના બાદ પણ તંત્રે કોઈ બોધપાઠ લીધો નથી. 
Ahmedabad : મોટા ખાડામાં ફસાઈ AMTS બસ, આગળ-પાછળ ખસી પણ ન શકી....!!!

અમદાવાદ :ફરીએકવાર અમદાવાદની એએમટીએસ બસ અને અમદાવાદમાં ઠેકઠેકાણે પડેલા ખાડા ચર્ચામાં આવ્યા છે. અમદાવાદના સૂરધારા સર્કલ પાસે આજે એક amts બસ ખાડામાં ફસાઈ છે. રસપ્રદ બાબત તો એ છે કે, 15 દિવસ અગાઉ પણ આ જ સ્થળે પડેલા ખાડામાં એક બસ ફસાઈ હતી. જેના બાદ પણ તંત્રે કોઈ બોધપાઠ લીધો નથી. 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના મોટાભાગના રોડ પર એટલા ખાડા પડ્યા છે કે, રોડ પર ખાડા છે કે ખાડા પર રોડ છે તે સમજી શકાતુ નથી. ચોમાસા બાદ રસ્તાના રિપેરીંગ કામ કરવામાં તંત્ર દ્વારા કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી નથી. આ ખાડાઓનો સૌથી મોટો ભોગ નાગરિકો બને છે. રોજ નવા કિસ્સાઓ સામે આવતા રહે છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news