અમદાવાદ આ વિસ્તારોની રંગત બદલાઈ જશે, ચાર તળાવોના બ્યૂટીફિકેશનનો લેવાયો મોટો નિર્ણય

Ahmedabad News : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આદેશ બાદ એએમસીો વધુ એક નિર્ણય... શહેરની સુંદરતા વધારવા મ્યુનિસિપિલ તંત્રનુ વધુ એક પગલું... શહેરમાં આવેલા વધુ ચાર તળાવોનો રૂ. 25 કરોડના ખર્ચે કરાશે વિકાસ... જગતપુર, ઓગણજ, ભાડજ અને ઓકફ ખાતે આવેલા તળાવોનો થશે વિકાસ

અમદાવાદ આ વિસ્તારોની રંગત બદલાઈ જશે, ચાર તળાવોના બ્યૂટીફિકેશનનો લેવાયો મોટો નિર્ણય

AMC Big Decision For Lake Beautification અર્પણ કાયદાવાલા/અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની સુંદરતા વધારો થાય અને નાગરીકો પોતાના પરીવાર સાથે ફરવા આવી શકે તે માટે વધુ ચાર તળાવોનો કુલ રૂ. 25 કરોડના ખર્ચે વિકાસ કરવાનુ આયોજન હાથ ધરાયુ છે. એએમસીની આ યોજના અંતર્ગત શહેરના જગતપુર, ભાડજ, ઓકફ અને ઓગણજ સ્થીત તળાવોનો વિકાસ કરવા માટેની પ્રક્રીયા હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત આગાવી ગણતરીના દિવસોમાં એએમસીની વોટર સપ્લાય અને સુઅરેજ કમિટી દ્વારા તેની મંજૂરી પણ આપવામાં આવશે

ગાંધીનગર સાંસદ અને કેન્દ્રીય ગૃહ-સહકારીતા મંત્રી અમિત શાહે લાંબા સમય અગાઉ પોતાના મતવિસ્તાર હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના વિસ્તારોમાં આવતા તળાવોનો વિકાસ અને નવીનીકરણ કરવાનો પ્રોજેક્ટ હાથ પર લીધો છે. જે અતંર્ગત એએમસી દ્વારા સમયાંતરે વિવિધ તળાવોના વિકાસ પ્રોજેક્ટને મંજૂરી અપાઇ રહ્યી છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના વધુ ચાર તળાવોના વિકાસ અને નિવીનીકરણની પ્રક્રીયા હાથ ધરી છે, જે અતંર્ગત ગાંધીનગર લોકસભા બેઠક હેઠળ આવતા જગતપુર, ભાડજ, ઓગણજ અને ઓકફના તળાવોના રૂ.25 કરોડના ખર્ચે વિકાસ કરવાના પ્રોજેક્ટને લીલી ઝંડી આપવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. 

એએમસીની વોટર સપ્લાય કમિટીના ચેરમેન જતિન પટેલે જણાવ્યુ કે ગત કમિટીમાં કેટલાક ટેકનીકલ કારણોસર આ કામ પેન્ડીંગ રાખવામાં આવ્યુ હતુ. પરંતુ આગામી દિવસોમાં મળનારી કમિટીમાં અમે આ કામને મંજૂરી આપીશું
 
નોંધનીય છે કે, શહેરમાં આવેલા હયાત તળાવોમાં ક્યાં વરસાદી પાણી જમીનમાં ઉતરે એવી વ્યવસ્થા નથી. પરંતુ નવીનીકરણ થનારા આ ચાર તળાવોમાં એએમસી દ્વારા ઇન્ચાર્જ વેલની સુવિધા ઉભી કરાશે. જેના કારણે વરસાદી મોસસમાં જ્યારે તળાવ ઓવરફ્લો થાય તો તે વધારાનુ પાણી ઇન્ચાર્જ વેલ મારફતે જમીનમાં ઉતરશે. જેથી ભૂર્ગભ પાણીના તળ ઉંચા લાવવામાં મદદરૂપ થશે. 

શહેરમાં હજીપણ ઘણા એવા તળાવો એવા છેકે જેનો વિકાસ અને નવીનીકરણ બાકી છે. એએમસીના આયોજન અને નાણાંકીય સ્થિતીની આધારે તે તળાવોનો પણ તબક્કાવાર વિકાસ કરવામાં આવશે. ત્યારે એક પછી એક તળાવોના વિકાસ કરવાના એએમસી તંત્રના નિર્ણયથી ભવિષ્યમાં શહેરીજનોને વધુ લાભ મળશે તેમાં કોઇ શંકા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news