ગુજરાતનાં મુખ્ય સચિવ તરીકે અનિલ મુકીમ લગભગ નિશ્ચિત, દિલ્હીથી ફરજ મુક્ત કરાયા

રાજ્યના મુખ્યસચિવ ડો. જે.એન.સિંઘ નવેમ્બરના અંતમાં નિવૃત્ત થશે. આમ તો તેઓ ગત મેમાં જ વયનિવૃત્ત થઈ ચૂક્યાં હતા, પરંતુ તેમને એક્સટેન્શન અપાયું હતું

ગુજરાતનાં મુખ્ય સચિવ તરીકે અનિલ મુકીમ લગભગ નિશ્ચિત, દિલ્હીથી ફરજ મુક્ત કરાયા

અમદાવાદ : રાજ્યના મુખ્યસચિવ ડો. જે.એન.સિંઘ નવેમ્બરના અંતમાં નિવૃત્ત થશે. આમ તો તેઓ ગત મેમાં જ વયનિવૃત્ત થઈ ચૂક્યાં હતા, પરંતુ તેમને એક્સટેન્શન અપાયું હતું. હવે તેમના સ્થાને રાજ્યના નવા મુખ્યસચિવ તરીકે અનિલ મુકીમનું નામ ફાઈનલ થઈ ગયું છે અને સરકાર તેની જાહેરાત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પદ માટે અનેક વરિષ્ઠ અધિકારીઓ રેસમાં હતા.

અનિલ મુકીમ રાજ્યના વરિષ્ઠ આઈએએસ અધિકારી છે. 1985ની બેચના અનિલ મુકીમનો કાર્યકાય ઓગસ્ટ-2020 સુધીનો રહેશે. આ પદ માટે અરવિંદ અગ્રવાલ, અતનુ ચક્રવર્તી, પૂનમચંદ પરમાર, સંગીતા સિંહ, પંકજ કુમાર, ડો. ગુરુપ્રસાદ મોહપાત્ર, વિપુલ મિત્રા, આર.કે. ગુપ્તા સહિતના ઘણાં અધિકારીઓના ચર્ચાયા હતાં પરંતુ પસંદગીનો કળશ અનિલ મુકીમ ઉપર ઢોળાયો છે.

ગુજરાત કેડરના 1985 બેચના અનીલ મુકીમ ભારત સરકારના ખાણ-ખનિજ મંત્રાલયમાં સચિવપદે છે અને તેઓ પીએમ તથા અમિત શાહની ગૂડબુકમાં હોવાથી તેમને ગુજરાતની વહીવટી પાંખના વડા તરીકે નિયુક્ત કરાશે. અનિલ મુકીમ ઓગસ્ટ-2020માં નિવૃત્ત થવાના છે, આ એવા અધિકારીઓ છે કે, જે વર્ષ મે-2022માં વયનિવૃત્ત થવાના છે. એટલે રાજ્ય સરકારને બે વર્ષ કરતાં વધુ સમય માટે મુખ્ય સચિવ મળશે. અનિલ મુકીમને દિલ્હીથી રિલિવ કરવાનો ઓર્ડર થઇ ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news