સુરતમાં મારામારીનો Live વીડિયો, 'ક્યુ ડર ગયે ક્યા ખેલોના' કહેતા જ બબાલ, પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું

Surat News: કાયદો વ્યવસ્થા પોલીસનો કોઈ પણ પ્રકારના ડર ન હોય તેપ્રકારે જાહેર માં કાયદો હાથમાં લેતા નજરે ચઢે છે. થોડા સમય અગાઉ જ સુરત ના કીમ ગામમાં ભરબજાર માં બે જૂથ ના યુવકોએ લાકડાના સપાટા, લોખંડના પાઇપો, પથ્થર જેવા મારક પદાર્થો સાથે બબાલ મચાવી હતી.

 સુરતમાં મારામારીનો Live વીડિયો, 'ક્યુ ડર ગયે ક્યા ખેલોના' કહેતા જ બબાલ, પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું

સંદીપ વસાવા/ઓલપાડ: સુરતના કીમ ગામે વધુ એક જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ થયો હતો, ક્રિકેટ રમવા બાબતે હારેલી ટીમના ખેલાડીઓને માર મરાયો હતો. પોલીસે આરોપીઓને ઝડપી પાડી ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. પોલીસે તમામ સામે રાયોટિંગનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

સુરતના કીમ વિસ્તારમાં અવાર નવાર જાહેર મારામારીની ઘટના સામે આવી રહી છે. નજીવી બાબતે બે પક્ષના માણસો જાહેર માં સામસામે મારામારી પર ઉતરી આવતા હોય છે. કાયદો વ્યવસ્થા પોલીસનો કોઈ પણ પ્રકારના ડર ન હોય તેપ્રકારે જાહેર માં કાયદો હાથમાં લેતા નજરે ચઢે છે. થોડા સમય અગાઉ જ સુરત ના કીમ ગામમાં ભરબજાર માં બે જૂથ ના યુવકોએ લાકડાના સપાટા, લોખંડના પાઇપો, પથ્થર જેવા મારક પદાર્થો સાથે બબાલ મચાવી હતી. અને લોકોમાં ડર ફેલાવ્યો હતો. 

પોલીસે તમામ તોફાની તત્વો જાહેર માં સરઘસ કાઢ્યું હતું અને એકબીજા ના કાન પકડાવી ઉઠક બેઠકો કરાવી હતી. ત્યારે વધુ એક મારામારી ની ઘટના કીમ ગામના આશિયાના નગર વિસ્તારમાં બનવા પામી હતી. બેટ, સ્ટમ્પ જેવા સાધનો સામે જાહેરમાં મારામારી કરવામાં આવી હતી. જેનો વીડિયો સોસીયલ મીડિયામાં વાયરલ થયો હતો. 

હારેલી ટિમ ના ખેલાડી વધુ એક મેચ રમવા માટે જીતેલી ટીમના ખેલાડીઓએ ઉશ્કેરિયા હતાં. અને ઉશ્કેરાત મારામારી સુધી પહોંચ્યા હતો. હારેલી ટિમ ના ખેલાડીઓને જીતેલી ટીમના ખેલાડી સ્ટમ્પ અને બેટ થી મારામર્યો હતો. જેને લઈને કીમ પોલીસે તપાસ હાથ ધરી હતી. 

કીમ પોલીસે રાહુલ મિશ્રા નામના ભોગબનનાર યુવકની ફરિયાદ અને વીડિયો આધારે તપાસ હાથધરી હતી. જેમાં કીમ આશિયાના નગર માં રહેતા આરોપી આમિર શેખ, સમીર શેખ, ફેઝાન શેખ, ફેઝાન સલમાની, ઇરફાન શેખ નામના પાંચ મુસ્લિમ યુવકોની કીમ પોલીસ ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી. કીમ પોલીસે આરોપીઓ પાસે સમગ મારમારીની ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. 

હાલ તો કીમ પોલીસે ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેઓની સામે મારામારી સહિત રાયોટિંગ નો ગુનો નોંધી, ગુના માં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોર હાથધરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news