વિજય રૂપાણીના પગતળે કરોડોની જમીન કૌભાંડનો રેલો આવતાં કર્યા મોટા ખુલાસા, જાણી લો કેમ બગડ્યા
Vijay Rupani : ગુજરાત કોંગ્રેસનો ઇતિહાસ જ ભ્રષ્ટાચારથી ખરડાયેલો છે. કોંગ્રેસના મોઢે ભ્રષ્ટાચાર શબ્દ જ શોભતો નથી. જેને કમળો હોય તેને આવું જ દેખાઈ છે. રાજકીય રોટલા શેકવા આજે કોંગ્રેસ મેદાને આવી છે.
Trending Photos
ઝી બ્યુરો/રાજકોટ: ગાંધીનગરમાં હેતુફેર કરીને પાંજરાપોળની જમીન વેચવાના કથિત કૌભાંડમાં લાંઘાએ કરેલા કરોડાના ભ્રષ્ટાચાર વિરુદ્ધ કોંગ્રેસે કરેલા આક્ષેપો બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર વિવાદ મામલે ખુલાસો કર્યા છે. વિજય રૂપાણીએ લાંઘાએ કરેલા કરોડાના ભ્રષ્ટાચાર કેસમાં મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. વિજય રૂપાણીએ વિપક્ષ નેતા અમિત ચાવડાના આક્ષેપોને નકારી કાઢ્યા છે. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે તત્કાલીન કલેક્ટર એસ. કે. લાંગા સામે મેં જ તપાસ બેસાડી હતી. કોંગ્રેસને કૌભાંડોની બેતાજ બાદશાહ ગણાવી હતી.
વિજય રૂપાણીએ લાંઘાએ કરેલા કરોડાના ભ્રષ્ટાચાર કેસમાં ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસનો ઇતિહાસ જ ભ્રષ્ટાચારથી ખરડાયેલો છે. કોંગ્રેસના મોઢે ભ્રષ્ટાચાર શબ્દ જ શોભતો નથી. જેને કમળો હોય તેને આવું જ દેખાઈ છે. રાજકીય રોટલા શેકવા આજે કોંગ્રેસ મેદાને આવી છે. વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, લાંઘાના કથિત પત્ર પર અમિત ચાવડા આક્ષેપો લગાવે છે. 5 વર્ષ મારી સરકાર હતી ત્યારે અમિત ચાવડા ક્યાં હતા? લાંઘા કેસની ફાઇલમાં મેં જ મારા હસ્તાક્ષર તપાસ કરવા લખ્યું છે. મારી જ સરકાર વખતે મેં તપાસ સોંપી હતી. લાંગા સામે અનેક ફરિયાદો મળતી હોવાથી મેં તપાસના આદેશ આપ્યા હતા. જો હું જ સંડોવાયેલો હોવ તો થોડી તપાસ સોંપુ. આ કેસમાં હાઈ પાવર કમિટીમાં નીતિ વિષયક ચર્ચા થતી હોય છે. આ બાબતે ક્યારેય હાઈ પાવર કમિટીમાં ચર્ચા થઈ પણ નથી.
જમીન કૌભાંડ મામલે કોંગ્રેસ વિપક્ષ નેતા અમિત ચાવડાની પ્રેસ
લાંઘાએ કરેલા કરોડાના ભ્રષ્ટાચાર વિરુદ્ધ ગુજરાત કોંગ્રેસે વિજય રૂપાણી પર આક્ષેપો કર્યા હતા. અમિત ચાવડાએ આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, ભાજપ રાજ્યમાં ગાય અને હિન્દૂના નામે મત માગીને જીત હાંસલ કરે છે. રાજકારણ અને બિલ્ડર ભેગા મળીને ગાંધીનગર જિલ્લામાં 10 હજાર કરોડનું જમીન કૌભાંડ આચરેલ છે. ગાય માટે ગોચર જમીન નથી પરંતુ ગાયના મુખમાંથી જમીન પચાવી પાડી છે. ગાંધીનગરના દસણા ગામે જમીન હડપ કરવાનો કૌભાંડ સામે આવ્યો છે. કોઈપણ પરવાનગી વગર જમીનનો પટ્ટો રદ કરવામાં આવ્યો. ગુજરાત હાઈકોર્ટે અને જનરલ એડવોકેટ આપેલા અભિપ્રાય પણ ફગાવ્યા હતા. મામ નિયમો સાઈડ રાખીને કૌભાંડ કરવામાં આવ્યું છે. જેમાં કલેક્ટર સહિત RAC સહિત મદદનીશ ચિટનિશની કૌભાંડ કરવાની હિંમત નથી, પરતું તેમના પાછળ રાજકીય નેતાઓ જવાબદાર છે.
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, રોજબરોજ સરકારની દેખરેખ હેઠળ કૌભાંડ થયું છે. વર્ષ 2013થી કૌભાંડ કરવામાં આવી રહ્યું છે. અભિપ્રાયમાં પણ જણાવ્યું હતું કે નિયમોના વિરુદ્ધ છે. ટ્રસ્ટની પરવાનગી લેવામાં આવી નથી, ગળતીયાનો હક્ક પણ છીનવાયો છે. ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ ભ્રષ્ટાચાર ચાલુ રાખ્યો છે. બિલ્ડરોએ ગેરકાયદેસર બાંધકામ શરૂ કરી દીધા છે. એગ્રિકલ્ચરની નીતિ નિયમો સાઈડમાં મૂકી દીધા છે. એગ્રિકલ્ચર ઝોન ફેરવીને વાણિજ્ય ઝોનમાં ફેરવ્યો છે. આ પ્રકરણ વર્ષોથી ચાલતું હતું તો તેની સામે કેમ પગલાં ભર્યા નહિ. માત્ર અધિકારીઓને દોષિત કેમ કરવામાં આવ્યા. અન્ય કોઈ રાજકીય માથું સામે આવ્યું કેમ નહિ તેવો ચર્ચાનો વિષય બન્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટ સુમોમોટો કરવાની કોંગ્રેસે માંગણી કરી હતી. સરકાર જમીનમાં શ્રી સરકાર દાખલ કરે. જમીન કૌભાંડમાં પુર્વ મુખ્યમંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સામે કેમ ફરિયાદ ન કરવામાં આવી. જમીનને મુળ સ્થિતિએ લાવી તાત્કાલિક સરકારે જમીનનો કબજો લઈ જમીન શ્રી સરકાર કરવાની કોંગ્રેસે માંગણી કરી છે.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની કોર્પોરેટરથી મુખ્યમંત્રી રાજકીય સુધીની સફર:
1. 1987માં રાજકોટમાં કોર્પોરેટર બન્યા અને ડ્રેનેજ કમિટીના ચેરમેન બન્યા
2. 1988થી 1996 સુધી રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા
3. સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્સચેન્જના પ્રેસિડેન્ટ બન્યા
4. 1996થી 1997 દરમિયાન રાજકોટના મેયર બન્યા
5. 1998થી 2002 સુધી સરકારની મેનિફેસ્ટો ઈમ્પ્લીમેન્ટેશન કમિટીના ચેરમેન રહ્યા
6. 2006માં ગુજરાતના ટુરિઝમ કોર્પોરેશનના ચેરમેન બન્યા
7. 2006થી 2012 દરમિયાન રાજ્યસભાના સાંસદ બન્યા
8. 2013માં ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન બન્યા
9. 2015માં ધારાસભ્ય બન્યા અને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું
10. 2016માં ગુજરાત ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવ્યા
11. 7 ઓગસ્ટ 2016ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વરણી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે