રાજ્યની 10 નગરપાલિકાઓ અને 1 મહાનગરપાલિકાને પાણી પુરવઠા યોજનાના 249 કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોના નાગરિકોને પીવાનું પાણી પર્યાપ્ત માત્રામાં મળી રહે તેવા જનહિત અભિગમથી 10 નગરપાલિકાઓ અને 1 મહાનગરપાલિકા માટે કુલ 249 કરોડ રૂપિયાના પાણી પુરવઠા યોજનાના કામો માટે સિદ્ધાંતિક મંજૂરી આપી છે.

રાજ્યની 10 નગરપાલિકાઓ અને 1 મહાનગરપાલિકાને પાણી પુરવઠા યોજનાના 249 કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોના નાગરિકોને પીવાનું પાણી પર્યાપ્ત માત્રામાં મળી રહે તેવા જનહિત અભિગમથી 10 નગરપાલિકાઓ અને 1 મહાનગરપાલિકા માટે કુલ 249 કરોડ રૂપિયાના પાણી પુરવઠા યોજનાના કામો માટે સિદ્ધાંતિક મંજૂરી આપી છે.

ભૂપેન્દ્ર પટેલે આ નગરપાલિકાઓની શહેરી વિકાસ વિભાગ મારફતે મળેલી વિવિધ પાણી પુરવઠા કામોની દરખાસ્તને મંજૂરી આપતા હવે આ નગરપાલિકાઓમાં ફિલ્ટર પ્લાન્ટ, ભૂગર્ભ સંપ, ગ્રેવીટી મેઇન, રાઈઝિંગ મેઇન, પંપીંગ મશીનરી, પંપ રુમ અને નળ કનેક્શન જેવા બહુવિધ કામો સંબંધિત નગરપાલિકાઓ હાથ ધરશે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મુખ્યમંત્રીએ 10 નગરપાલિકાઓ અને 1 મહાનગરપાલિકા માટે સમગ્રતયા જે રૂ. 249 કરોડ પાણી પુરવઠા યોજનાના કામો માટે ફાળવવાની મંજૂરી આપી છે તેમાં ગાંધીધામને 116.54 કરોડ, ગોંડલ માટે  5.82 કરોડ કેશોદ 11.47, રાપર 3.92 કરોડ, જેતપુર-નવાગઢ 25.66 કરોડ, પોરબંદર-છાયા માટે 16.52, કાલાવાડ 7.52, ભાણવડ 4.07, ભુજ 41.61, કુતિયાણા 1.16 અને જુનાગઢ મહાનગરપાલિકાના 9 અને 10 એમ બે વોર્ડ માટે 14.13 કરોડની રકમનો સમાવેશ થાય છે.

નગરો- મહાનગરોમાં નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી પુરવઠો મળી રહે તેવી પ્રતિબદ્ધતા સાથે નલ સે જલ અંતર્ગત રાજ્યની 10 નગરપાલિકાઓ સહિત કુલ 51 નગરપાલિકાઓમાં અત્યાર સુધીમાં 702 કરોડ રૂપિયા પાણી પુરવઠાના વિવિધ કામો માટે રાજ્ય સરકારે મંજૂર કર્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news