water

BHAVNAGAR માં પાણી મુદ્દે નહી સર્જાઇ કકળાટ, કોર્પોરેશને કરી વ્યવસ્થા

વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. મહાનગરપાલિકા વિસ્તારમાં લોકોની પ્રાથમિક સુવિધાને લઈને તમામ સ્તરે કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને પ્રાથમિક જરૂરિયાત એવા પાણી વિતરણ માટે મનપા દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે લોકોને કાયમી, સમયસર અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે છે. એક સમયે શહેરના છેવાડાના વિસ્તાર એવા ભરતનગર, આનંદનગર, નારી, અધેવાડા સહિતના વિસ્તારોમાં લોકોને પાણીની સમસ્યાને લઈને મનપા કચેરીએ વારંવાર ધક્કા ખાવા પડતાં હતા.આજે એ વાત ભૂતકાળ બની ગઈ છે, મનપાની પાણી સપ્લાય વ્યવસ્થાને લઈને લોકો પણ ખુશ છે.

Sep 18, 2021, 12:17 AM IST

વરસાદે ભારે કરી: ઉકાઇ ડેમમાંથી પાણી છોડાતા તાપી બે કાંઠે, 10 ગામો સંપર્કવિહોણા

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. તાપીમાં પાણીની આવક થતા બારડોલીના હરિપુરા ગામે કોઝવે ડૂબી ગયો હતો

Sep 14, 2021, 03:54 PM IST

MAHESANA માં નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મહેસાણાનું પાણી પીધું છે એમ કોઇ હલાવી ન શકે

ગુજરાતના કાર્યકારી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ભાજપની કાર્યકારીની બેઠક પુર્ણ થતા જ સીધા મહેસાણા ખાતે પહોંચ્યા હતા. મહેસાણા ખાતે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા 62 કરોડના ખર્ચે બનેલા મહેસાણા- રાધનપુર રોડથી મોઢેરા રોડને જોડતા કમળ પથનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ જાહેર સભા સંબોધી હતી. નીતિન પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, મને કોઇ કાઢી શકે તેમ નથી. જ્યાં સુધી હું લાખો લોકોનાં હૃદયમાં છું ત્યા સુધી મને કોઇ કાઢી શકે તેમ નથી. હું મહેસાણાનું પાણી પીધેલો અસલ પાટીદાર છું. એમ કોઇ મને કાઢી શકે તેમ નથી. 

Sep 12, 2021, 08:09 PM IST

તાંબાના વાસણમાં પાણી પીવાના અનેક ફયાદા, જાણો આ છે પાણી પીવાની યોગ્ય રીત

જૂના જમાનામાં લોકો રોજ સવારે ઉઠીને તાંબાના વાસણમાં પાણી પીતા હતા અને લાંબા સમય સુધી સ્વસ્થ રહેતા હતાં. કારણ કે આ વાસણોમાં પાણી પાવાના નિયમથી સારી રીતે જાણકાર હતાં.

Sep 7, 2021, 03:49 PM IST

અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુજી નદી બની ગાંડીતુર, ખેડૂત અને પાક બંન્નેના જીવમાં જીવ આવ્યો

જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં નોંધપાત્ર વરસાદ વરસ્યા બાદ લાંબા સમયથી મેઘરાજા રિસાયા હતા. વરસાદ ખેંચાતા જિલ્લામાં થયેલા વાવેતર પર સંકટના વાદળો છવાયા હતા. તેવામાં ગઇકાલે અમરેલીના લીલીયા સહિતના જિલ્લાઓમાં સંકટના વાદળો છવાયા હતા. તેવામાં ગઇકાલે અમરેલીના લીલીયા સહિતના વિસ્તારોમાં મેઘરાજાની અવિરત મહેરબાનીથી નદીનાથા છલકાયા હતા. જેના કારણે નદીઓ બેકાંઠે વહેતી થઇ હતી. નવા નીરની આવકના કારણે તમામ ચેકડેમ છલોછલ થયા હતા. જેથી ખેડૂતોને રાહત થઇ હતી. જ્યારે મુખ્ય ડેમની સપાટીમાં પણ વધારો થતા સામાન્ય નાગરિકોને પણ રાહત થઇ હતી. 

Aug 20, 2021, 07:53 PM IST

અમદાવાદ જિલ્લાના નળ કાંઠાના 32 ગામો માટે સારા સમાચાર: સિંચાઈનું પાણી આપવાનો પ્લાન તૈયાર

અમદાવાદ જિલ્લાના આસપાસના ગામો એમાંય ખાસ કરીને નળકાંઠાના ગામોમાં સિંચાઈના પાણીની મોટી તકલીફ હતી. લાંબા સમયથી આ વિસ્તારના લોકો સિંચાઈ માટે પાણીની માંગ કરી રહ્યાં હતાં. લોકોની આ સમસ્યાનું હવે નિવારણ થવાને આરે છે. કેન્દ્રિય મંત્રી અમિત શાહને ઘણીવાર રજૂઆતો કરવામાં આવી હતી. સ્થાનિકોની રજૂઆતને ધ્યાને લઈને સરકારે આ વિસ્તારના લોકોને સિંચાઈનું પાણી આપવાની વ્યવસ્થા કરવા પ્રાથિમક પ્લાન તૈયાર કરી દીધો છે.

Aug 5, 2021, 09:11 AM IST

ખાનગી સોસાયટીઓના વિકાસ માટે સરકારે ખોલ્યો ખિસ્સો, રોડ,ગટર, પાણી, CCTV પાણીના ભાવે

મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા આજે ખુબ જ મહત્વપુર્ણ જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદમાં ખાનગી સોસાયટીઓના વિકાસ માટે સરકાર અને કોર્પોરેશન દ્વારા સંયુક્ત સ્કિમ લોન્ચ કરવામાં આવી છે. જેના અંતર્ગત કોઇ પણ સોસાયટીના વિકાસ માટે જનભાગીદારી હેઠળ વિકાસ કરવામાં આવશે. 

Jul 30, 2021, 02:56 AM IST

SKIN CARE: આ આદતો સુધારો નહીં તો, ચહેરાની ચમક થઈ જશે દૂર

નવી દિલ્લીઃ જ્યારે પણ સુંદરતાની વાત આવે છે, ત્યારે લોકો ચહેરાને સુંદર બનાવવા માટે બ્યુટી પ્રોડક્ટ્સનો આશરો લે છે, કેટલાક લોકો ઘરેલું ઉપાય વિશે વાત કરે છે. આ વસ્તુઓથી તમે ફક્ત તમારી બાહ્ય ત્વચાને જ સુંદર બનાવી શકો છો, પરંતુ જો તમે ખરેખર પોતાને કુદરતી રીતે સુંદર દેખાવા માંગતા હોવ તો તમારે તમારી કેટલીક આદતોમાં સુધારો કરવો પડશે.

Jul 23, 2021, 04:58 PM IST

એક એવો રહસ્મય કુંડ, જ્યાં ત્વચાના કોઈ પણ રોગ ચુટકી ભરમાં મટી જાય છે, જાણો શું છે માન્યતા

નવી દિલ્લીઃ આજે અમે તમને આવા જ એક રહસ્યમય કુંડ વિશે જણાવીશું. જેની સામે તાળીઓ પાડવાથી તે અસામાન્ય રીતે પ્રતિક્રિયા આપવાનું શરૂ કરે છે. આ રહસ્યમય કુંડ વિશે જાણીને તમને પણ આશ્ચર્ય થશે.

Jul 20, 2021, 05:17 PM IST

SURAT: ભારે વરસાદના પાણીમાં 50 મુસાફરો ભરેલી બસ ફસાઇ, ટ્રેક્ટરની મદદથી લોકોએ કર્યું દિલધડક ઓપરેશન

રાત્રે આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેના પગલે સાણિયા-હેમાદ ગામ બેટમાં ફેરવાઇ ચુક્યા છે. રસ્તા પર પાંચથી છ ફુટ જેટલા પાણી ભરાઇ ચુક્યા છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ચુક્યું હતું. આ દરમિયાન સણીયા હેમાદ ગામના રસ્તા પરથી બસાર થઇ રહેલી એક બસ બંધ પડી ગઇ હતી. જેથી બસમાં રહેલા 50 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. સાથે જ પાણીનું સ્તર પણ વધી રહ્યું હતું. મુસાફરો દ્વારા બુમાબુમ કરાતા સ્થાનિક લોકોએ બસને ટ્રેક્ટર સાથે બાંધીને કિનારે ખેંચી હતી. 

Jul 19, 2021, 04:29 PM IST
Sunday Special: Welcome your son's wife, then why dismissal your daughter? PT7M38S

વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, બનાસકાંઠાના એક પણ ડેમમાં પાણી જ નથી

જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે તો એકબાજુ જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા, સિપુ અને મુક્તેશ્વર ડેમમાં પાણીની સ્થિતિ તળિયાં ઝાટક હોવાથી પાણી મળવાની કોઈ આશા ન હોવાથી વરસાદ વગર ખેડૂતોના પાક સુકાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. પાકિસ્તાનની સરહદે આવેલો બનાસકાંઠો જિલ્લો હંમેશા પાણીની તકલીફથી ઝુઝી રહ્યો છે. જોકે નર્મદાની નહેર આવતા સરહદી વિસ્તારમાં સિંચાઇના પાણીની સમસ્યા થોડે અંશે ઓછી થઈ હતી. જોકે બનાસકાંઠાના મોટાભાગના તાલુકાઓ વરસાદ આધારિત હોવાથી ખેડૂતો વરસાદની આશાએ વાવેતર કરતા હોય છે, ત્યારે આ વર્ષે પણ જિલ્લાના ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને મોંઘી ખેડાઈ આપીને વાવેતર કર્યું હતું. જોકે વાવણી કરાયા બાદ મોટાભાગના તાલુકાઓમાં વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે.

Jul 3, 2021, 09:12 PM IST

Health Tips: દિવસમાં જો 'આ' સમયે પાણી પીવાની ભૂલ ન કરતા, નહીં તો કરશે ઝેરનું કામ 

આમ તો એક સ્વસ્થ વ્યક્તિએ દિવસમાં 7 થી 8 ગ્લાસ પાણીનું સેવન કરવું જોઈએ. પરંતુ ચાણક્યએ એક શ્લોકમાં લખ્યું છે કે દિવસમાં કયા સમયે પાણી પીવું યોગ્ય છે અને કયા સમયે પાણી પીવું એ ઝેર સમાન છે. આવો આપણે જાણીએ કે દિવસમાં કયા સમયે પાણી પીવાથી વ્યક્તિએ બચવું જોઈએ. 

Jun 23, 2021, 03:37 PM IST

Damanganga જળાશય યોજનામાંથી પાણી લિફ્ટ કરી ડુંગરાળ વિસ્તારમાં પહોંચાડાશે

વનબંધુઓને સિંચાઇ અને પીવાના પાણી માટેની બહુહેતુક 797 કરોડ રૂપિયાની લિફ્ટ ઇરીગેશન ઉદવહન સિંચાઇ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે.

Jun 20, 2021, 12:22 PM IST

ગુજરાતનું એક એવું સ્થળ, જ્યાં માનતા પુરી થાય તો લોકો સેંકડો પાણીની બોટલો ચડાવે છે

આસ્થા ગુજરાતનું મહત્વનું પરિબળ છે. ગુજરાતનાં મહેસાણા અને પાટણ જિલ્લા વચ્ચે આવેલું છે, જ્યાં માનતા પુર્ણ કરવા માટે લોકો અહીં પોતાના પરિવાર સાથે આવીને પાણી ચડાવે છે. ગુજરાતમાં કદાચ એકમાત્ર આસ્થાનું કેન્દ્ર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યાં માત્ર પાણી ચડવાથી લોકોનાં ધાર્યા કામ પુર્ણ થાય છે. 

Jun 13, 2021, 05:26 PM IST