ભગવાન શ્રી રામની ચરણ પાદુકા અમદાવાદ લવાઈ, 8 કિલો ચાંદી અને 1 કિલો સોનામાંથી બની છે...
8 કિલો ચાંદી અને 1 કિલો સોનાથી બનેલી શ્રી રામજીની પાદુકા શ્રીનિવાસ દ્વારા બનાવવામાં આવી હતી અને તેઓ છેલ્લા 4 વર્ષથી અયોધ્યામાં લોકોની સેવા કરી રહ્યા છે.
Trending Photos
હિતેન વિઠલાણી/અમદાવાદ: હૈદરાબાદના ચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રી જેઓ ફિલ્મ ઉદ્યોગમાં સાઉન્ડ એન્જિનિયર તરીકે કામ કરી રહ્યા હતા. તેમણે સુપ્રીમ કોર્ટના રામ મંદિરના નિર્ણય પછી 50 વર્ષની નોકરી છોડી દીધી અને પોતાનું જીવન શ્રીરામને સમર્પિત કર્યું. 8 કિલો ચાંદી અને 1 કિલો સોનાથી બનેલી શ્રી રામજીની પાદુકા શ્રીનિવાસ દ્વારા બનાવવામાં આવી હતી અને તેઓ છેલ્લા 4 વર્ષથી અયોધ્યામાં લોકોની સેવા કરી રહ્યા છે.
શ્રીનિવાસ કહે છે કે તેમણે મંદિરના ભૂમિપૂજનમાં ચાંદીની ઈંટ પણ આપી હતી. મંદિરના નિર્માણ દરમિયાન પીએમ મોદીએ ભૂમિપૂજન દરમિયાન શિલાન્યાસ કરીને બાંધકામની શરૂઆત કરી હતી. ચાંદીની કિંમત 13 લાખ રૂપિયા અને સોનાની કિંમત 76 લાખ રૂપિયા હતી, જેમાં લોકોએ દાન આપીને પણ મદદ કરી છે.
8 કિલો ચાંદી, 1 કિલો સોનામાંથી બનાવાયેલી અયોધ્યામાં બિરાજમાન ભગવાન શ્રી રામની ચરણ પાદુકાને દર્શન માટે અમદાવાદ લવાઈ#Ahmedabad #Gujarat #RamMandir #JaiShriRam pic.twitter.com/We6gLDOHjA
— Zee 24 Kalak (@Zee24Kalak) December 20, 2023
શ્રીનિવાસ જ્યારે શ્રી રામજીની ચરણ પાદુકા લઈને અમદાવાદના બાલાજી મંદિરે પહોંચ્યા ત્યારે લોકોમાં પૂરેપૂરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દરેક ઉંમરના લોકો ચરણ પાદુકાના દર્શન કરવા આવ્યા હતા. લોકો કહેતા હતા કે તેઓ અયોધ્યા જઈ શકતા નથી, પરંતુ આજે શ્રીરામજીના ચરણ સ્પર્શ કરીને દર્શન કર્યા બાદ જીવન સફળ થયું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે