અસિત વોરાની ભારે પગલે વિદાય, 5 બોર્ડ નિગમના ચેરમેનનાં રાજીનામા માંગી લેવાયા

તાજેતરમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી પરીક્ષાના પેપર લીક કેસમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિતના રાજીનામાના લઇને ઉગ્ર માંગ કરવામાં આવી હતી. અને ઠેર ઠેર પૂતળા દહન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે મુખ્યમંત્રીએ અસિત વોરાનું રાજીનામું લેવાયું હતું. આ અંગે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ સાથે જ સોશિયલ મીડિયામાં પણ #Resign_Asitvora નામથી અભિયાન પણ શરૂ થયું હતું. 

અસિત વોરાની ભારે પગલે વિદાય, 5 બોર્ડ નિગમના ચેરમેનનાં રાજીનામા માંગી લેવાયા

અમદાવાદ: તાજેતરમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી પરીક્ષાના પેપર લીક કેસમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિતના રાજીનામાના લઇને ઉગ્ર માંગ કરવામાં આવી હતી. અને ઠેર ઠેર પૂતળા દહન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે મુખ્યમંત્રીએ અસિત વોરાનું રાજીનામું લેવાયું હતું. આ અંગે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ સાથે જ સોશિયલ મીડિયામાં પણ #Resign_Asitvora નામથી અભિયાન પણ શરૂ થયું હતું. 

અત્રે ઉલ્લેખનીય છે કે, માત્ર આસિત વોરાનું નહી પરંતુ દાગદાર હોય તેવા તમામ બોર્ડ નિગમનાં ચેરમેનોનાં રાજીનામાં લઇ લેવાયા હતા. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાનું રાજીનામુ માંગી લેવાયું હતું. યુવાનોએ અસિત વોરાને રાજીનામુ લેવાના નિર્ણયને આવકાર્યો હતો. મોટા ભાગના સરકારી પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોએ રાજીનામું આપ્યું હતું.

અસિત વોરાને રાજીનામાં બાદ હવે જુદી જુદી પરીક્ષાઓ ઉમેદવારો નિશ્ચિન્ત થઈને આપી શકશે. અસિત વોરા જો ચેરમેનને પદ પર યથાવત રહે તો તેની અસર તપાસ ઉપર પણ થાય એ નક્કી હતું. હવે જે પેપર ફૂટ્યા છે એની તપાસ પણ ઝડપથી થશે એવી આશા છે. મુળુંભાઈ બેરા ,હંસરાજ ગજેરા સહિતનાઓએ રાજીનામું આપ્યું હતું. 5 બોર્ડ નિગમના અધ્યક્ષના રાજીનામા સરકાર દ્વારા માંગી લેવાયા હતા. આ અંગે મોડી સાંજે જાહેરાત થઇ શકે છે. 

ભાજપે અધિકારીક રીતે પ્રતિક્રિયા આપી
આજરોજ ગુજરાત સરકારનાં આઇ.કે.જાડેજા ચેરમેન 50 મુદ્દા અમલીકરણ, આસિત વોરા ચેરમેન ગૌણ સેવા પસંદગી મંડળ, બળવંતસિંહ રાજપૂત ચેરમેન જીઆઇડીસી, મુળુભાઈ બેરા ચેરમેન ગ્રામ આવાસ નિગમ, હંસરાજ ગજેરા ચેરમેન બિન અનામત આયોગ, રશ્મિભાઈ પંડયા વાઇસ ચેરમેન બિન અનામત આયોગ, સુનીલજી સિંધી ચેરમેન પોતાની સ્વેચ્છાએ રાજીનામાં આજે સુપ્રત કર્યા છે. પક્ષમાં ખૂબ લાંબા સમયથી જવાબદારી નિભાવતા તમામ વરિષ્ઠ નેતાઓ, અગ્રણીઓ છે. તમામ  બોર્ડ નિગમની પુનઃ નિયુક્તિઓ આગામી ટૂંકા ગાળામાં થશે. તેવું ભાજપે અધિકારીક રીતે જણાવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news