Balasinor Gujarat Chutani Result 2022: બાલાસિનોરમાં ભાજપનો ભવ્ય વિજય, માનસિંહ ચૌહાણની 50047 મતે જીત
Balasinor Gujarat Chunav Result 2022: બાલાસિનોર તાલુકો ગુજરાતના મહીસાગર જિલ્લાનો તાલુકો છે. બાલાસિનોર આ તાલુકાનું મુખ્ય મથક છે. બાલાસિનોર તાલુકાની એક તરફ અરવલ્લી જિલ્લો તેમ જ બીજી તરફ પંચમહાલ જિલ્લો આવેલો છે અને પૂર્વ દિશામાંથી મહી નદી પસાર થાય છે.
Trending Photos
Balasinor Gujarat Chutani Result 2022: મહીસાગર જિલ્લાની બાલાસિનોર વિધાનસભા બેઠક ગુજરાતના રાજકીય લડાઈમાં મહત્વની બેઠક ગણાય છે. બાલાસિનોર એક સમયે નવાબોનું શહેર હતું. બાલાસિનોર વિધાનસભા બેઠક પર એક સમયે કોંગ્રેસનું ઘણું વર્ચસ્વ હતું. આ સાથે જ બીજેપીનું કમળ અધવચ્ચે જ ખીલ્યું હતું, પરંતુ કોંગ્રેસ ફરી આ સીટ પર પાછી આવી હતી.
મહીસાગર
- બાલાસિનોર 121 માનસિંહ ચૌહાણ ની જીત
- ભાજપ ઉમેદવાર માનસિંહ ચૌહાણ ની જીત
- મહીસાગર જિલ્લાની 3 વિધાનસભા બેઠક પર 2 ભાજપ અને 1 કૉંગ્રેસની જીત
- કોંગ્રેસનો ગઢ ગણાતી બાલાસિનોર બેઠક પર ભાજપનો કબજો
- બાલાસિનોર અને સંતરામપુર બેઠક પર ભાજપનો ભવ્ય વિજય
- લુણાવાડા વિધાનસભા માં જીગ્નેશ સેવકને હરાવી ગુલાબસિંહ ચૌહાણ 26125 મતોથી જીત્યા
- બાલાસિનોર બેઠક પર માનસિંહ ચૌહાણની 50047 જીત
- સંતરામપુર બેઠક પર ડો કુબેરભાઈ ડિંડોર ની 14492 મતો થી જીત
બાલાસિનોર વિધાનસભા બેઠક (મહીસાગર)
બાલાસિનોર વિધાનસભા બેઠક ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાંની 121 નંબરની બેઠક છે. આ બેઠક અંતર્ગત બાલાસિનોર તાલુકાના ગામો, વીરપુર તાલુકાના ગામો, કપડવંજ તાલુકાના ગામો અને કઠલાલ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. આ બેઠક અંતર્ગત 2017 પ્રમાણે મતવિસ્તારમાં કુલ 258548 મતદારો છે, જેમાં 134603 પુરૂષ, 123942 મહિલા અને 3 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
2022ની ચૂંટણી
કોંગ્રેસ અજીતસિંહ ચૌહાણના નામ પર કળશ ઢોળ્યો છે. જ્યારે ભાજપ દ્વારા આ બેઠક ઉપર માનસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ ઉદેસિંહ ચૌહાણને પોતાના ઉમેદવાર જાહેર કર્યાં છે. આમ અજીતસિંહ, માનસિંહ અને ઉદેસિંહ ત્રણેય અલગ-અલગ પાર્ટીના ઉમેદવારો એક જ પાંડવા ગામના છે. જેના કારણે બાલાસિનોર વિધાનસભા બેઠકનું મુખ્ય કેન્દ્ર પાંડવા ગામ બન્યું છે.
2017ની ચૂંટણી
2017માં કોંગ્રેસના અજીતસિંહ પર્વતસિંહ ચૌહાણનો વિજય થયો હતો. તેમણે ભાજપના ચૌહાણ માનસિંહ કોહ્યાભાઈને 10602 મતોથી હરાવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારને 84620 અને ભાજપને 74018 વોટ મળ્યા હતા.
2012ની ચૂંટણી
2012માં કોંગ્રેસના ચૌહાણ માનસિંહની જીત થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે