મગફળીની બોરીઓથી ઊભરાયું ગુજરાતનું આ માર્કેટયાર્ડ! જાણો મણના શું બોલાય છે ભાવ?

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે મગફળીનું 28,974 હેક્ટરમાં વાવેતર થયું છે જોકે ગઈ સાલની સરખામણીમાં વાવેતર સમાન રહ્યું છે તો ડીસા એપીએમસી ખાતે હાલ મગફળીની આવક ઉભરાઈ રહી છે, ખેડૂતો ટ્રેક્ટરો લઈને મગફળી ભરાવવા ડીસા માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે.

મગફળીની બોરીઓથી ઊભરાયું ગુજરાતનું આ માર્કેટયાર્ડ! જાણો મણના શું બોલાય છે ભાવ?

અલ્કેશ રાવ/બનાસકાંઠા: ડીસા માર્કેટયાર્ડમાં મગફળીની બમ્પર આવક શરૂ થઈ છે.. ચાલુ વર્ષે ઉનાળામાં હવામાન અનુકૂળ હોવાના કારણે મગફળીનું ઉત્પાદન પણ સારું થયું છે. જોકે હાલ ડીસા માર્કેટયાર્ડમાં મગફળીની રોજની 50 હજાર બોરીઓની બમ્પર આવક નોંધાઈ રહી છે. જોકે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મગફળીના ભાવ ઓછા મળી રહ્યા હોવાથી ખેડૂતોને નુકશાન થઈ રહ્યું હોવાનો ખેડૂતોએ રોષ ઠાલવ્યો હતો. જોકે માર્કેટયાર્ડ દ્વારા પૂરતા ભાવ મળતાં હોવાનો માર્કેટયાર્ડના સત્તાધીશોએ દાવો કર્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે મગફળીનું 28,974 હેક્ટરમાં વાવેતર થયું છે જોકે ગઈ સાલની સરખામણીમાં વાવેતર સમાન રહ્યું છે તો ડીસા એપીએમસી ખાતે હાલ મગફળીની આવક ઉભરાઈ રહી છે, ખેડૂતો ટ્રેક્ટરો લઈને મગફળી ભરાવવા ડીસા માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે. જોકે ખેડૂતોને હાલ ડીસા માર્કેટયાર્ડમાં મગફળીના 1211 થી 1300 રૂપિયાના પ્રતિમણે ભાવ મળી રહ્યા છે. જો કે સરેરાશ ભાવ 1300 પ્રતિમણના મળી રહ્યા છે, જે ગઈસાલની સરખામણીમાં ઓછો હોવાનું ખેડૂતો કહી રહ્યા છે ,ઓછો ભાવ મળતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે.

ખેડૂતોનું કહેવું છે કે ગઈસાલે મગફળીના 1400 રૂપિયા જેટલો પ્રતિમણે ભાવ મળતો હતો, પરંતુ આ વર્ષે ડીસા માર્કેટ યાર્ડમાં 1211થી લઈને 1300 રૂપિયાના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. જેથી ખેડૂતોને બિયારણ, ખાતર, ખેડાઈ સહિતના ખર્ચ પરવડે તેમ નથી, જેથી સરકાર દ્વારા સારા ભાવ મળી રહે તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે.

જોકે હાલ ડીસા એપીએમસીમાં ઉનાળુ મગફળીની આવક શરૂ થઈ છે. ડીસા ખાતે આવેલું માર્કેટયાર્ડ હાલ મગફળીથી ઉભરાયું છે. ડીસા માર્કેટયાર્ડમાં અત્યાર સુધી 1.5 લાખ મગફળીની બોરીઓની બમ્પર આવક પણ થઈ ચૂકી છે અને સીઝનના અંત સુધી 9 લાખ જેટલી મગફળીની બોરીઓની આવક નોંધાઈ શકે તેમ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news