deesa

DEESA નો વેપારી 7 લાખની ઉઘરાણી કરીને નિકળ્યો પરંતુ ઘરે પહોંચ્યો તે પહેલા જ...

મરચાનો વેપારી રાજસ્થાનથી ઉઘરાણી કરી ડીસા આવી રહેલ તે દરમિયાન ઝેરડા નજીક અજાણ્યા શખ્સોએ ડીસાના વેપારીને ગળે છરો ભીડાવી સાત લાખ ઉપરાંતની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. વેપારીએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે અલગ અલગ ટિમો બનાવી લૂંટારું ટોળકીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધી હતી. બનાસકાંઠા જિલ્લામાં દિન-પ્રતિદિન લૂંટ ધાડની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગત મોડી રાત્રે ડીસાના એક વેપારીને આંતરી પાંચ અજાણ્યા શખ્સોએ હથિયાર વડે લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હોવાની ઘટના બની હતી. 

Jan 8, 2022, 10:48 PM IST

'હું અહીંના લોકોની બધી જ મદદ કરીશ, પણ પોલીસ ભરતીમાં કોઈ જ કામ નહીં કરું': ગૃહમંત્રી

ભાજપ કાર્યાલયથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે રેલી કાઢી હતી, જે ડીસા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. જ્યાં દરેક માર્ગ ઉપર અનેક સમાજો દ્વારા ગૃહમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Nov 7, 2021, 04:18 PM IST

DEESA માં ક્રિમિલેયર સર્ટી કઢાવવા ગયેલા વિદ્યાર્થીઓને TDO એ કહ્યું, શું કરવું છે મારી જેમ દારૂ પીવો મોજ કરો અને...

દિવાળીને હવે ગણત્રીના દિવસો જ બાકી છે તે અગાઉ વિદ્યાર્થી ડીસા તાલુકાપંચાયત કચેરીમાં વિધાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. ક્રિમિલિયર સર્ટી કઢાવવા આવેલા વિધાર્થીઓને TDOએ અપશબ્દો કહ્યા હતા. જેના કારણે ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ કચેરીમાં હોબાળો મચાવ્યો હતો. ટીડીઓ આવું કરી જ કઇ રીતે કરી શકે તેઓ માત્ર સરકારી નોકર છે અને આ કામ કરવું તેમની ફરજ છે તેમ કહીને ભારે હોબાળો કર્યો હતો. જો કે વિદ્યાર્થીઓના આક્ષેપ બાદ સ્થાનિક સ્ટાફે મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. 

Nov 2, 2021, 09:27 PM IST

ગમખ્વાર અકસ્માત: ચાલકે કાબુ ગુમાવતા બોલેરો પર ફરી વળ્યો ટ્રક, 4 લોકોના સ્થળ પર મોત

રાજસ્થાનના ભગતસિંહ મેગા હાઇવે પર ટ્રક અને બોલેરો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ડીસાના એક જ પરિવારના 4 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ સમગ્ર મામલે બાડમેર પોલીસ હાલ તપાસ કરી રહી છે અને ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે

Oct 18, 2021, 08:07 PM IST

ડીસામાં ડ્રગ્સ હેરાફેરીનો પર્દાફાશ, MD ડ્રગ્સના જથ્થા સાથે ચાર પરપ્રાંતીય શખ્સો ઝડપાયા

બનાસકાંઠાના ડીસા શહેરમાંથી તાજેતરમાં જ એક શખ્સ પાસેથી એમડી, સ્મેક અને ગાંજો પકડાયા બાદ ગઇરાત્રે ડીસા તાલુકા પોલીસે કંસારી ત્રણ રસ્તા પાસેથી મેફેડ્રોન એટલે કે એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે ચાર પરપ્રાંતીય શખ્સોને ઝડપી પાડી આંતરરાજ્ય ડ્રગ્સ હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે

Oct 12, 2021, 11:25 PM IST

ડીસામાં ચાલતા ડ્રગ નેટવર્કનો પર્દાફાશ, પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે આરોપીની કરી અટકાયત

બનાસકાંઠા જિલ્લાનું ડીસા શહેર ગુન્હાહિત પ્રવૃતિઓમાં દિવસેને દિવસે બદનામ થઈ રહ્યું છે. ત્યારે ડીસામાં ચાલતા ડ્રગ નેટવર્કનો ડીસા દક્ષિણ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે શહેરમાંથી અંદાજિત 8 લાખ રૂપિયાની કિંમતના વિવિધ ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી છે

Sep 21, 2021, 03:57 PM IST

દેશના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજનું અમિત શાહે કર્યું લોકાર્પણ, જાણો શું છે બ્રિજની ખાસિયત

બનાસકાંઠા ડીસામાં (Deesa) આજે 196 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભારતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજનું (Elevated Bridge) લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભારતના કેન્દ્રિય મંત્રી અમિત શાહ (Amit Shah) દ્વારા આ બ્રિજનું વર્ચ્યુલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું

Aug 7, 2021, 04:04 PM IST

ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ જે કોન્ટ્રાક્ટરે બનાવ્યો તે કોન્ટ્રાક્ટરનું ત્યાં જ અકસ્માતે મોત

ગુજરાતનાં સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર ગત્ત મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. બનાસકાંઠાના ડીસામાં બનેલા સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર ઉદ્ધાટન પહેલા જ ટ્રેલર ચાલકે મજૂરોને અડફેટે લેતા એક લેબર કોન્ટ્રાક્ટરનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય પાંચ જેટલા મજુરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને અલગ અલગ ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડાયા છે. 

Jun 20, 2021, 04:36 PM IST

ગુજરાતના ગામડાઓમાં છુપાયુ છે અદભૂત ટેલેન્ટ, ડીસાના ખેડૂતે ખર્ચ બચાવવા બનાવ્યું સોલાર ટ્રેક્ટર

બનાસકાંઠાના ડીસાના એક યુવા ખેડૂતે ઓછા ખર્ચે સોલાર અને બેટરીથી ચાલતું મિની ટ્રેકટર બનાવી આત્મનિર્ભરતાનું ઉદાહરણ આપ્યું છે. આ યુવા ખેડૂત ગુજરાતના અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યો છે.

Jun 9, 2021, 12:44 PM IST

બનાસકાંઠામાં પાંજરાપોળ અને ગૌશાળાઓની હાલત કફોડી, નાના ભૂલકાઓ સહાય કરવા પહોંચ્યા

પાંજરાપોળ અને ગૌશાળા સંચાલકો દ્વારા સરકાર પાસે સહાય માટે વારંવાર રજુઆત કરવા છતાં સરકાર દ્વારા સહાય અંગે કોઈજ વિચાર ના કરતા ગૌશાળાના સંચાલકોની હાલત કફોડી બની છે જેથી હવે સંચાલકો દ્વારા સોશિયલ મીડિયા દ્વારા દાન માટેની મદદ મંગાઈ રહી છે

Jun 1, 2021, 06:53 PM IST

બનાસકાંઠા: ડીસા-પાટણ હાઇવે પર ટ્રિપલ અકસ્માતમાં યુવાનનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત

 ડીસા-પાટણ હાઇવે પર આજે બાઇક અને સ્વિફ્ટ કાર અને ટ્રક વચ્ચે થયેલા ત્રિપલ અકસ્માતમાં બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માતમાં બાઇક સવાર ઠાકોર યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. બનાવના પગલે ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડીસા પાટણ હાઇવે પર આવેલ ખરડોસણ ગામ પાસે આજે બાઇક સ્વીફ્ટ કાર અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. 

Feb 21, 2021, 07:13 PM IST

ડીસાની ચૂંટણીમાં એક જ પરિવારના 3 સભ્યો મેદાનમાં

  • ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં એક જ પરિવારના 3 સભ્યો મેદાનમાં છે. પતિ પત્ની અને પુત્રીને કોંગ્રેસે ટિકિટ આપી
  • 21 વર્ષની મૌસમ માળી નામની યુવતીને ભાજપ તરફથી મેન્ડેડ મળતા તેણે ફોર્મ ભર્યું

Feb 13, 2021, 05:46 PM IST

રાજ્યમાં ફરી વળ્યું ઠંડી નું કાતિલ મોજું, 7 શહેરોમાં સિંગલ ડિજીટમાં તાપમાન, હજુ ઠંડી વધશે

ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાથી જનજીવન ઠુંઠવાઇ ગયું છે. ભારે હિમ વર્ષાથી ઉત્તર ભારતના રાજ્યોમાં તાપમાનમાં 5 ડિગ્રી જેટલો ઘટાડો થયો છે.

Dec 28, 2020, 09:02 AM IST

લીલી ડુંગળીના ભાવ ગગડ્યા, 4 રૂપિયે કિલો પહોંચી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો

  • ખેડૂત રમેશભાઈ માળીએ જણાવ્યું કે, અમે મોંઘુદાટ બિયારણ લાવી લીલી ડુંગળીની ખેતી કરી હતી
  • 10 દિવસ પહેલા 30 થી 35 રૂપિયે કિલો વેચાતી ડુંગળી હાલ 2થી 3 રૂપિયે કિલો વેચાઈ રહી છે

Dec 23, 2020, 07:42 AM IST

બનાસકાંઠાના ખેડૂતોની સ્થિતી કફોડી, વચેટીયાઓ મફતના ભાવે માંગી રહ્યા છે ડુંગળી

ડીસા આસપાસના વિસ્તારોમાં શિયાળામાં મહત્વની શાકભાજી કહેવાતી લીલી ડુંગળીની ખેતી ખેડૂતોએ મોટા પ્રમાણમાં કરી હતી. આ ખેતી દ્વારા લાખો રૂપિયાનો નફો મેળવવાનાં સપનાં જોયાં હતાં, પરંતુ છેલ્લા એક સપ્તાહમાં ડુંગળીના ભાવ ગગડીને તળિયે પહોંચી જતાં ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. 

Dec 22, 2020, 11:07 PM IST

બળાત્કારની ઘટનામાં સરકાર કંઈ ચલાવી લેવા માંગતી નથી, બનાસકાંઠા હત્યા કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે : પ્રદીપસિંહ

ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એક નિવેદનમાં બનાસકાંઠામાં થયેલી મૂકબધિર કિશોરીની હત્યા વિશે કહ્યું કે, ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચાલશે. સરકાર સ્પેશિયલ પીપીની પણ રાજય સરકાર નિમણૂંક કરશે

Oct 21, 2020, 09:18 AM IST

ગાંધીના ગુજરાતમાં બાળકો પણ સલામત નથી રહ્યા, ડીસામાં મૂકબધિર કિશોરીનું ગળુ કાપેલી લાશ મળી

ડીસાના શિવનગર વિસ્તારમાં રહેતી મૂકબધિર કિશોરી ગઈકાલે સાંજે ગુમ થયા બાદ આજે તેને હત્યા થયેલી હાલતમાં લાશ મળી આવી છે

Oct 17, 2020, 03:24 PM IST

ભીડ ભેગી કરવાની ઘટનામાં સિંગર કિંજલ દવે અને MLA શશીકાંત પંડ્યા સામે થઈ ફરિયાદ

ડેડોલના ગ્રામજનોએ બંનેનું ઘોડા પર બેસાડી સ્વાગત કર્યું હતું. રોડના ખાત મુહૂર્તમાં ધારાસભ્ય સાથે આવેલી કિંજલને જોવા જનમેદની ઉમટી પડી હતી. કિંજલ દવેને જોવા આવેલા લોકો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા

Oct 10, 2020, 03:48 PM IST