ઈજાગ્રસ્ત શિક્ષકને જોઈને ભાવુક થઈ વિદ્યાર્થીનીઓ, ચોધાર આસુંએ રડી પડી... જુઓ Video
Viral Video : શિક્ષક અને વિદ્યાર્થિનીઓના લાગણીસભર સ્નેહનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો
Trending Photos
અલકેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠામાં શિક્ષક અને વિદ્યાર્થિનીઓને લાગણસભર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પાલનપુરના ગઢ ગામના શિક્ષક તરીકે ફરજ બજાવા રાજેન્દ્રસિંહનો વીડિયો વાયરલ થયો છે. 15 ઓગસ્ટના દિવસે ઘરમાં પાણીમાં પગ લપસી જતાં શિક્ષકના પગના થાપામાં ચાર ફ્રેક્ચર થયા હતા. જેના કારણે તે ઘરે આરામ કરી રહ્યા હતા. શિક્ષકના ખબર અંતર પૂછવા વિદ્યાર્થીઓ આવતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. શિક્ષકને બીમાર જોઈને વિદ્યાર્થિનીઓ પોતાના ભાવ રોકી શક્યા નહીં. આ જોઈને શિક્ષક પણ ભાવુક થયા હતા. શિક્ષક ઝડપથી સાજા થઈ જાય તેવી વિદ્યાર્થિનીઓએ પ્રાર્થના કરી.
શિક્ષક અને વિદ્યાર્થિનીઓના લાગણીસભર સ્નેહનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એક સાચો શિક્ષક એ જ કહેવાય જે વિદ્યાર્થીઓ સાથે ખરા અર્થમાં જોડાયેલો હોય. અત્યાર સુધી અધિકારીઓની બદલી થાય કે નિવૃત્ત થાય તો આવા દ્રશ્યો જોવા મળતા હતા. અથવા તો શિક્ષકોની બદલી થાય તો વિદ્યાર્થી ભાવુક થઈને તેમને વિદાય આપતા હતા. પરંતું શિક્ષક માંદા પડે તો વિદ્યાર્થીઓને દુખ થાય તેવી આ પહેલી ઘટના હતી.
આ પણ વાંચો : ખેડૂત પુત્રએ એવુ દિમાગ દોડાવ્યું કે, ખેતીમાં અઘરું લાગતું પિયતનું કામ હવે ચપટી વગાડતા થઈ જાય તેવું મશીન બનાવ્યું
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે શિક્ષક અને નાના બાળકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, આ વીડિયોએ લોકોનું દિલ જીતી લીધુ હતું. એક બાળક કાલીઘેલી ભાષામાં પોતાની નિરાશ શિક્ષિકાને મનાવી રહ્યો હતો. લોકોએ આ વીડિયોને બહુ જ પસંદ કર્યો હતો. ત્યારે શિક્ષક અને બાળકો વચ્ચેના લાગણીસભર સ્નેહનો વીડિયો સોશિયલ મીડિયામાં તેજીથી વાયરલ થઈ રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે