છારાનગરના લોકોએ પોલીસ દમનના વિરોધમાં યોજ્યું બેસણું, મૌન રેલી કાઢી
પોલીસ દ્વારા દમન કરવાને લઈને રજૂઆત કરવા છતા કોઇ ન્યાય ન મળતા બેસણું યોજવામાં આવ્યું હતું.
Trending Photos
અમદાવાદઃ ગુરૂવાર (26 જુલાઇ)એ સરદારનગરના એસપી ડીકે મોરી અને તેમના સ્ટાફ પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. જેમાં ત્રણ પોલીસ કોન્સટેબલને ઈજા થઈ હતી. આ ઘટના બાદ પોલીસ કંટ્રોલરૂમ દ્વારા આસપાસના તમામ પોલીસ સ્ટેશનને ઘટનાસ્થળે જવાનો આદેશ અપાયો હતો. ત્યારબાદ મોડી રાત્રે પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું. પોલીસ પર હુમલો થવાને કારણે પોલીસ જવાનોમાં ગુસ્સો હતો. જેથી પોલીસે છારાનગરમાં જે લોકો મળ્યા તેની ધોલાઇ કરી હતી. તો આ ઘટનાને લઈને છારાનગરના રહીશોએ આરોપ લગાવ્યો કે, નિર્દોષ મહિલાઓ અને બાળકોને કેમ ફટકાર્યા. આ ઘટનાના વિરોધમાં છારાનગરના લોકોએ આજે કાયદો અને વ્યવસ્થાનું બેસણું યોજી અને મૌન રેલી કાઢી હતી.
પોલીસ દ્વારા દમન કરવાને લઈને રજૂઆત કરવા છતા કોઇ ન્યાય ન મળતા બેસણું યોજવામાં આવ્યું હતું. આ બેસણામાં સમાજના હજારો લોકો જોડાયા અને પોલીસ દમનના વિરોધમાં અવાજ ઉઠાવ્યો હતો. લોકોએ હાથમાં પોસ્ટર રાખ્યા અને તેમાં સૂત્રો લખીને વિરોધ કર્યો હતો. પોસ્ટરમાં હા હું છારા છું, પણ ગુનેગાર નથી, ચોર નથી.
લોકોએ છારાનગરથી કુબેરનગર પોલીસ ચોકી સુધી મૌન રેલી યોજી હતી. જેમાં શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે બુટલેગર અને પોલીસકર્મિ વચ્ચ ઘર્ષણ બાદ પોલીસે સમગ્ર વિસ્તારમાં ઓપરેશન હાથ ધર્યું હતું. છાયાનગર દારૂના વેચાણ માટે ખરડાયેલું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે