ભાનુશાળી હત્યાઃ આરોપી અને મુખ્ય કાવતરાખોર છબીલ પટેલને 10 દિવસના રિમાન્ડ

કચ્છ ભાજપના દિગ્ગજ નેતા જયંતી ભાનુશાળીની ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી દેવાના કેસમાં મુખ્ય આરોપી એવા છબીલ પટેલ છેલ્લા કેટલાય સમયથી નાસતા-ફરતા હતા અને ગુરૂવારે વિદેશથી પરત ફરીને પોલીસ સામે તેમણે શરણાગતી સ્વીકારી હતી 

ભાનુશાળી હત્યાઃ આરોપી અને મુખ્ય કાવતરાખોર છબીલ પટેલને 10 દિવસના રિમાન્ડ

અમદાવાદઃ જયંતી ભાનુશાળી હત્યા કેસના મુખ્ય આરોપી અને કાવતરાખોર છબીલ પટેલને સ્થાનિક કોર્ટ દ્વારા 10 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. આ કેસમાં અનેક ખુલાસા થાય એવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, કચ્છ ભાજપના દિગ્ગજ નેતા જયંતી ભાનુસાળીની થોડા સમય પહેલા ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. 

જ્યંતી ભાનુશાળી હત્યા કેસમાં ફરિયાદી ભત્રીજા સુનિલ ભાનુશાળીએ છ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં Ex. MLA છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીના નામનો પણ સમાવેશ થાય છે. જોકે છબીલ પટેલ હત્યાના થોડા સમય પહેલાં જ વિદેશ ફરાર થઈ ગયો હતો. પોલીસ તેની તપાસ માટે ભુજ અને અમદાવાદ સ્થિત નિવાસ્થાને તપાસ કર્યા બાદ તેને ભાગેડુ જાહેર કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, અગાઉ આ કેસમાં છબીલ પટેલના ફાર્મ હાઉસ પરથી આરોપી રાહુલ અને નિતીનને આશરો આપી દોરવણી આપવા બદલ બેની ધરપકડ કરી હતી. આ બંનેની પૂછપરછ બાદ જયંતી ભાનુશાળીની હત્યા કરનારા શાર્પ શુટર પણ પોલીસની પકડમાં આવી ગયા હતા.

કોના સામે નોંધાઈ છે ફરિયાદઃ 
ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ, મનીષા ગોસ્વામી, સુરજીત ભાઉ અને તેના સાગરિતો, જયંતી ઠક્કર ઉર્ફે ડુમરા, પત્રકાર ઉમેશ પરમાર. 

પકડાઈ ગયેલા આરોપીઓઃ 

  • શશીકાંત કામલે - શૂટર 
  • અશરફ શેખ - શૂટર 
  • વિશાલ કામલે - શૂટર (યરવાડા જેલ માંથી ટ્રાન્સફર વોરંટથી લાવ્યા હતા)
  • સિદ્ધાર્થ પટેલ - છબીલનો પુત્ર 
  • રાહુલ પટેલ - છબીલ પટેલના ફાર્મ હાઉસમાં રહેતા હતા 
  • નીતિન પટેલ - છબીલ પટેલના ફાર્મ હાઉસમાં રહેતા હતા 

દારૂના નશામાં ધૂત યુવતીએ સ્કૂટર પર જતા પરિવાર પર કાર ચઢાવવાનો કર્યો પ્રયત્ન

પોલીસની પકડથી દુર આરોપી

  • મનીષા ગોસ્વામી 
  • સુરજીત ભાઉ 
  • પત્રકાર ઉમેશ પરમાર 

જયંતી ભાનુશાળી હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર છબીલ પટેલે કબુલ્યો ગુનો

આરોપી છબીલ પટેલ છેલ્લા દોઢેક મહિનાથી વિદેશમાં નાસી ગયો હતો. છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલને પોલીસે પૂછપરછ માટે બોલાવી તમામ હકીકતો મેળવી લીધી હતી. તાજેતરમાં જ જાણવા મળ્યું હતું કે છબીલ પટેલ મસ્કતથી વહેલી સવારે અમદાવાદ આવી રહ્યો છે. ત્યારે પોલીસે એરપોર્ટ પર વોચ ગોઠવીને એતિહાદ ફ્લાઇટમાંથી ઉતરતા જ છબીલ પટેલની અટકાયત કરી હતી. 

જયંતી ભાનુશાળીની હત્યા શા કારણે કરવામાં આવી, તેનો દોરીસંચાર કોના હાથમાં હતો, મુખ્ય સૂત્રધાર કોણ છે વગેરે અનેક કોયડાઓનો ઉકેલ લાવવા માટે છબીલ પટેલની વધુ પુછપરછ જરૂરી હોઈ પોલીસે કોર્ટમાં રિમાન્ડ માગ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news