ગુજરાતમાં ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાયો! આ જિલ્લામાં મોટું નુકસાન, સ્થિતિ દયનીય
ભાવનગર જિલ્લાના સિહોર પંથકના અનેક ગામોમાં ખેડૂતો શાકભાજીની ખેતી કરી રહ્યા છે. જેમાં ટામેટામાં સારા ભાવ મળતાં હોય અનેક ખેડૂતોએ ટામેટાનું વાવેતર કર્યું હતું. ટામેટાની ખેતી ખૂબ મહેનત માંગી લેતી ખેતી ગણાય છે.
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર: જિલ્લામાં ખેડૂતોને ટામેટાના પુરતા ભાવ નહીં મળતાં ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. માર્કેટયાર્ડમાં ખેડૂતો પાસે 1 થી 2 રૂપિયા પ્રતિકિલોના ભાવે ટામેટા માંગતા ખેડૂતોએ ટામેટા ઢોરને ખવરાવી દીધા હતા. ડુંગળી બાદ ટામેટાના ભાવ ગગડી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.
ભાવનગર જિલ્લાના સિહોર પંથકના અનેક ગામોમાં ખેડૂતો શાકભાજીની ખેતી કરી રહ્યા છે. જેમાં ટામેટામાં સારા ભાવ મળતાં હોય અનેક ખેડૂતોએ ટામેટાનું વાવેતર કર્યું હતું. ટામેટાની ખેતી ખૂબ મહેનત માંગી લેતી ખેતી ગણાય છે. જેમાં વાતાવરણમાં ફેરફાર આવે તો પણ ટામેટાના ઉત્પાદનમાં ફેર પડતો હોય છે, ત્યારે ખેડૂતો ટામેટા લઈને આજે સિહોર માર્કેટ યાર્ડ પહોંચ્યા હતા. જ્યાં ખેડૂતો પાસે દલાલોએ 1 થી 2 રૂપિયા પ્રતિકિલોના ભાવે ટામેટા માંગતા ખેડૂતો રોષે ભરાય હતા અને હલ્લાબોલ કર્યો હતો.
એક બાજુ રિટેલ માર્કેટમાં ટામેટા 20થી 30 રૂપિયા પ્રતિકિલોના ભાવે વેચાઈ રહ્યા છે, જ્યારે ખેડૂતોને તેના પૂરતા ભાવ પણ મળતાં નથી. ત્યારે સિંહોર પંથકના ખેડૂતોએ ટામેટામાં પૂરતા ભાવ નહીં મળતાં ટામેટા ઢોરને ખવરાવી પોતાનો રોષ વ્યકત કર્યો હતો. ટામેટામાં વાવેતરથી માર્કેટયાર્ડ લઈ જવા સુધીમાં ખૂબ ખર્ચ થતો હોય છે. પરંતુ યોગ્ય ભાવ નહીં મળતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. તેમજ સરકારને આમાં દખલ કરી ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે એ દિશામાં વિચારવા ખેડૂતોએ અપીલ કરી હતી.
ટામેટામાં પૂરતા ભાવ નહીં મળતા સિહોર પંથકના ખેડૂતોએ ટામેટાનો પાક ખેંચીને નષ્ટ કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે