આજે ગુજરાતના CM પદના શપથ લેશે ભૂપેન્દ્ર પટેલ, સમારોહમાં ગૃહમંત્રી પણ થશે સામેલ 

ભાજપની વિધાયક દળની બેઠકમાં રવિવારે ભૂપેન્દ્ર પટેલ વિધાયક દળના નેતા  તરીકે ચૂંટાઈ આવ્યા. આજે બપોરે 2.20 વાગે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લેશે. ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના રાજભવનમાં શપથ લેશે. મંત્રીમંડળની રચના બે દિવસ બાદ થશે. 
આજે ગુજરાતના CM પદના શપથ લેશે ભૂપેન્દ્ર પટેલ, સમારોહમાં ગૃહમંત્રી પણ થશે સામેલ 

ગાંધીનગર: ભાજપની વિધાયક દળની બેઠકમાં રવિવારે ભૂપેન્દ્ર પટેલ વિધાયક દળના નેતા  તરીકે ચૂંટાઈ આવ્યા. આજે બપોરે 2.20 વાગે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લેશે. ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના રાજભવનમાં શપથ લેશે. મંત્રીમંડળની રચના બે દિવસ બાદ થશે. 

ગાંધીનગરમાં થશે સીએમનો શપથગ્રહણ સમારોહ
ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ થશે. આ ઉપરાંત ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ પણ શપથ ગ્રહણમાં ભાગ લેવા માટે ગાંધીનગર પહોંચશે. 

ભૂપેન્દ્ર પટેલે CM તરીકે નામ જાહેર થયા બાદ સૌથી પહેલા અને EXCLUSIVE વાતચીત ZEE 24 KALAK સાથે કરી હતી. તેમણે જણાવ્યું કે, પક્ષનો સૌથી નાનામાં નાનો કાર્યકર્તા રહીને સૌને સાથે રાખીને કામગીરી કરીશ. ગુજરાત વિકાસની વધારે હરણફાળ સાથે આગળ વધે તેવો પ્રયાસ કરીશ. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ ગુજરાતના 17માં મુખ્યમંત્રી બન્યા બાદ તેઓએ સૌથી પહેલા ZEE 24 KALAK સાથે વાતચીત કરી હતી.

ભુપેન્દ્ર પટેલ સંબોધન પહેલા પૂર્વ CM વિજય રૂપાણીએ પણ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, તેઓ ખુબ જ સરળ સ્વભાવના વ્યક્તિ છે. ધારાસભ્ય તરીકે પણ તેઓ યશસ્વી કારકિર્દી કરી ચુક્યા છે. વારસામાં તેઓને ઘાટલોડિયા સીટ મળી હતી. 182 બેઠકો પૈકી તેઓ સૌથી મોટી લીડથી જીત પ્રાપ્ત કરી હતી. તેઓ ખુબ જ શાંત અને સૌમ્ય સ્વભાવના નેતા ગણાય છે. 

5 વર્ષ બાદ પાટીદાર સમુદાયમાંથી બન્યા સીએમ
નોંધનીય છે કે ભાજપે 5 વર્ષ બાદ કોઈ પાટીદારને ફરીથી રાજ્યની કમાન સોંપી છે. મોદી-શાહે બહુ સમજી વિચારેલી રણનીતિ હેઠળ આ પગલું ઉઠાવ્યું છે. જેના દ્વારા પાર્ટી છેલ્લા કેટલાક સમયથી નારાજ પાટીદાર સમુદાયને ખુશ કરવા માંગે છે. 

અત્રે જણાવવાનું કે ગુજરાતમાં પાટીદાર સમુદાય ધન-બળ  બંને રીતે શક્તિશાળી ગણાય છે. ભાજપના બે દાયકાથી વધુ ચાલી રહેલી વિજય અભિયાનમાં આ સમુદાયની મોટી ભૂમિકા છે. 2016માં આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું હતું. તેઓ આ સમુદાયમાંથી આવે છે. ભૂપેન્દ્ર પટેલના હાથમાં રાજ્યનું નેતૃત્વ સોંપીને ભાજપ હાઈકમાને પાટીદાર કાર્ડ ખેલ્યું છે. 

પાટીદાર સમુદાયની તાકાતને એ વાતથી સમજી શકાય છે કે રાજ્યમાં 70થી વધુ ચૂંટણી બેઠકોનું પાસું પલટાઈ શકે છે. 2022માં રાજ્યમાં ચૂંટણી પહેલા ભાજપે આ કાર્ડ દ્વારા પાટીદાર સમુદાયના મનામણાની કવાયતમાં મોટું પગલું ભર્યું છે. 

4 રાજ્યોના મુખ્યમંત્રી રહેશે હાજર
આ શપથવિધિ સમારોહમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રી હાજર રહેશે. જેમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સામેલ છે. કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈ, અસમના સીએમ હિમંત બિસ્વા પણ હાજર રહેશે. આ ઉપરાંત હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર પણ હાજર રહી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news