મોટા સમાચાર : ગુજરાત કોંગ્રેસનું 43 ઉમેદવારનું લિસ્ટ જાહેર, જાણો કોને ક્યાંથી ટિકિટ મળી

Gujarat Elections : કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ ગઈ છે... આજે દિલ્હીમા ઉમેદવારો પર મનોમંથન કરાયુ હતું. જેના બાદ 43 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરાયું છે

મોટા સમાચાર : ગુજરાત કોંગ્રેસનું 43 ઉમેદવારનું લિસ્ટ જાહેર, જાણો કોને ક્યાંથી ટિકિટ મળી

ગાંધીનગર : ગુજરાત કોંગ્રેસે આખરે 43 ઉમેદવારો સાથેની પ્રથમ યાદી જાહેર કરી છે. ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો અંગે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કોંગ્રેસની સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની આજે બેઠક મળી હતી. જેમાં 84 બેઠકના ઉમેદવારોના નામ અંગે CECની બેઠકમાં ચર્ચા થઈ હતી. જેના બાદ મોડી રાત્રે 43 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં કોંગ્રેસે ઘાટલોડિયામાં CM ભૂપેન્દ્રભાઈ પટેલ સામે અમીબહેન યાજ્ઞિકને ટિકિટ આપી છે. તો કોંગ્રેસના અન્ય મોટાગજાના નેતા અર્જુન મોઢવાડિયાને પોરબંદરથી ટિકિટ આપી છે.

ગુજરાતની વિધાનસભા ચૂંટણીઓ માટે કોંગ્રેસના  ઉમેદવારો

  • અંજાર - રમેશભાઈ એસ.ડાંગર
  • ગાંધીધામ- ભરત વી.સોલંકી
  • ડીસા - સંજય રબારી
  • ખેરાલુ - મુકેશભાઈ એમ દેસાઈ
  • કડી - પરમાર પ્રવિણભાઈ ગણપતભાઈ
  • હિમતનગર - કમલેશકુમાર જયંતિભાઈ પટેલ
  • ઇડર - રામાભાઈ વિરચંદભાઈ સોલંકી
  • ગાંધીનગર દક્ષિણ - ડો. હિમાંશુ પટેલ
  • ઘાટલોડિયા - અમીબેન યાજ્ઞિક
  • એલિસબ્રિજ - ભીખુ દવે
  • અમરાઈવાડી - ધર્મેન્દ્ર શાંતિલાલ પટેલ (ધમભાઈ)
  • દસક્રોઈ - ઉમેદી બુધાજી ઝાલા
  • રાજકોટ દક્ષિણ - હિતેશભાઈ એમ.વોરા
  • રાજકોટ ગ્રામ્ય - સુરેશભાઈ બથવર
  • જસદણ - ભોલાભાઈ ભીખાભાઈ ગોહિલ
  • જામનગર ઉત્તર - બિપેન્દ્રસિંહ ચતુરસિંહ જાડેજા
  • પોરબંદર - અર્જુન મોઢવાડીયા
  • કુતિયાણા - નાથાભાઈ ભુરાભાઈ ઓડેદરા
  • માણાવદર - અરવિંદ જીણાભાઈ લાડાણી
  • મહુવા - કનુભાઈ કલસરીયા
  • નડિયાદ - ધ્રુવલ સાધુભાઈ પટેલ
  • મોરવાહડફ - સ્નેહલતા ગોવિંદભાઈ ખાંટ
  • ફતેપુરા- રઘુ દિતાભાઈ મછાર
  • ઝાલોદ- ડૉ. મિતેશ કે.ગરાસીયા
  • લીમખેડા - રમેશ કુમાર ગુંદીયા
  • સંખેડા -  ધીરુભાઈ ચુનીલાલ ભીલ
  • સયાજીગંજ - અમી રાવત
  • અકોટા - રૂત્વિક જોષી
  • રાવપુરા -  સંજય પટેલ
  • માંજલપુર - ડો.તશવિન સિંઘ
  • ઓલપાડ - દર્શનકુમાર અમૃતલ નાયક
  • કામરેજ - નિલેશકુમાર મનસુખભાઈ કુંભાણી
  • વરાછા રોડ - પ્રફુલભાઈ છગનભાઇ તોગડીયા
  • કતાર ગામ - કલ્પેશ હરજીવનભાઈ વરિયા
  • સુરત પશ્ચિમ - સંજય રમેશચંદ્ર પટવા 
  • બારડોલી- પન્નાબેન અનિલભાઈ પટેલ
  • મહુવા- હેમાંગીની દિપકકુમાર ગરાસીયા
  • ડાંગ -મુકેશભાઈ ચંદરભાઈ પટેલ
  • જલાલપોર -રણજીતભાઈ ડાહ્યાભાઈ પંચાલ
  • ગાંડેવી- શંકરભાઈ વી પટેલ
  • પારડી- જયશ્રી પટેલ
  • કપરાડા - વસંતભાઈ બરજુલભાઈ પટેલ
  • ઉમરગામ - નરેશભાઈ વજીરભાઈ વાઘવી

અમી યાજ્ઞિકને મુખ્યમંત્રી સામે મેદાને મૂક્યા
ઘાટલોડિયાથી અમી યાજ્ઞિકને ટિકિટ આપી છે. અત્યાર સુધી એવું ચર્ચાઈ રહ્યુ હતું કે, કોંગ્રેસ ચૂંટણી માટે ગંભીર નથી. ત્યારે ઘાટલોડિયાથી અમીબેન યાજ્ઞિક જેવા મોટા ગજાના નેતાને ટિકિટ આપીને કોંગ્રેસ સાબિત કરવા માંગે છે કે તે નમતુ જોખવા માંગતી નથી. ઘાટલોડિયા પર મજબૂત કેન્ડીડેટ ઉતારવા માંગતી હતી. ઘાટલોડિયા બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર અંદાજે એક લાખ વોટથી હારતો હોય છે. તેથી આ વખતે ભાજપને ટક્કર આપવા માટે અમીબેન જેવા મજબૂત નેતાને મેદાનમાં ઉતાર્યા.

રાજ્યમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને આજે કોંગ્રેસે પ્રથમ યાદી પણ જાહેર કરી દીધી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરી દેવાયું છે. ત્યારે કોંગ્રેસ આ બાદ અન્ય ઉમેદવારોના નામની પણ જલ્દી જ જાહેરાત કરશે તેવી શક્યતા છે. જોકે આ મહિનાના અંતમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગુજરાતમાં પ્રચાર માટે આવે અને સભા સંબોધે તેવી શક્યતા છે. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો અંગે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક મળી હતી. કોંગ્રેસની દિલ્હીમાં AICCના કાર્યાલયમાં CECની બેઠક મળી હતી. 84 બેઠકના ઉમેદવારોના નામ અંગે CECની બેઠકમાં ચર્ચા થઈ હતી. તો અગાઉ 98 નામ પર બેઠકમાં સર્વસંમતિ મળી હતી 

રાહુલ-પ્રિયંકા ગાંધી ગુજરાત આવશે
ચૂંટણીઓની જાહેરાત સાથે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનુ આયોજન કરાયું છે. નવેમ્બરના બીજા સપ્તાહમાં રાહુલ ગાંધી ગુજરાત આવી શકે છે. મધ્ય ગુજરાતમાં રાહુલ ગાંધીની સભાનું આયોજન કરાયુ છે. વડોદરા ખાતે રાહુલ ગાંધીની જાહેરસભા યોજાઈ શકે છે. ચર્ચા છે કે, રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં બ્રેક લઈને ગુજરાત આવશે. તો હિમાચલ પ્રદેશમાં મતદાન બાદ પ્રિયંકા ગાંધી પણ ગુજરાત આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news