સુખનો સૂરજ ઉગ્યો! તલાટી કમ મંત્રી અને જૂનિયર ક્લાર્કને એનાયત કરાયા નોકરીના નિમણૂંક પત્રો

Junior Clerk Exam News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે 3,014 તલાટી કમ મંત્રી અને 998 જૂનિયર ક્લાર્કને એનાયત કરાયા નોકરીના નિમણૂક પત્રો... સીધી ભરતીમાં સરકારે 13 હજાર કર્મયોગીઓની ભરતી પ્રક્રિયા કરી છે પૂર્ણ 

સુખનો સૂરજ ઉગ્યો! તલાટી કમ મંત્રી અને જૂનિયર ક્લાર્કને એનાયત કરાયા નોકરીના નિમણૂંક પત્રો

Government Jobs : ગુજરાતમાં સરકારી નોકરીમાં લાંબી જંગ બાદ આજે સુખનો સૂરજ ઉગ્યો છે. ગુજરાતમાં તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાના ઉમેદવારોની આતુરતાનો આખરે અંત આવ્યો છે. ગાંધીનગરમાં આજે તલાટી કમ મંત્રી અને જૂનિયર ક્લાર્કને નિમણૂંક પત્ર એનાયત કરાયા છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરાયા છે. જેમાં પંચાયત સેવાના 3014 તલાટી કમ મંત્રીને નોકરી મળશે. તો 998 જૂનિયર ક્લાર્કને ગુજરાતના CM નિમણૂંક પત્ર એનાયત કરાયા છે. 

આજે ગાંધીનગરમાં મોટો દિવસ છે. તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરીને સરકારી નોકરી મેળવાનારા ઉમેદવારોને આજે નિમણૂંક પત્રો એનાયત કરાયા છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજનત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂંક પત્ર એનાયત કરાયા છે. તલાટી ,જુનિયર ક્લાર્ક ઇંગલિશ સ્ટેનોગ્રાફર સહિત આશરે 4500 ઉમેદવારને નિમણૂંક પત્ર અપાયા છે. સાથે જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નિમણુંક પત્ર લેનાર ઉમેદવારો માટે પીએમ મોદી દ્વારા અપાયેલા સંદેશ વાંચીને સંભળાવ્યો હતો.

તલાટી કમ મંત્રી 

  • પસંદગી પામેલા ઉમેદવારો ૩,૪૩૮
  • જિલ્લા પંચાયતો ને ફાળવાયેલા ઉમેદવારો ૩,૨૨૪
  • નિમણુંક પત્ર મેળવવા હાજર રહેનાર ઉમેદવારો ૩,૧૪

જુનિયર ક્લાર્ક

  • પસંદગી પામેલા ઉમેદવાર ૧,૧૮૧
  • જિલ્લા પંચાયતોને ફાળવેલા ઉમેદવારો ૧,૦૪૪
  • નિમણુંક પત્ર મેળવવા હાજર ૯૯૮

મુખ્યમંત્રીએ હસમુખ પટેલના કર્યા વખાણ
કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલના વખાણ કર્યા હતા. મુખ્યમંત્રીએ હસમુખ પટેલનું નામ લેતા જ ઉમેદવારોએ તાલીઓ પાડી હતી, હોલના તાળીઓનો ગડગડાટ થઈ ગયો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે, કામ કેવી રીતે કરવું એ એમની પાસેથી શીખવાનું છે. ખાલી તાલીઓ પાડવાથી નહી એમના જેવુ કામ કરી જીવવામાં ઉતારવાની જરુર છે. હસમુખભાઈનું નામ પડે એટલે તાળીયો પડે જ. સેવા કેવી રીતે કરાય એકલી તાળીયો પાડવાથી નહી ચાલે તમારે સેવા પણ એવી જ કરવી પડશે કે તાળીયો પડે. 

મુખ્યમંત્રીએ સરકારી નોકરી મેળવનારા ઉમેદવારોને જણાવ્યું કે, અમારે ચર્ચા હતી કે દિવાળી પહેલા નિમણૂંક પત્રો આપીએ માટે ઝડપ કરી આજે કાર્યક્રમ ગોઠવ્યો છે. પીએમએ પોતાની કાર્યપદ્ધતિ એવી બનાવી છો કે વધુ પારદર્શિતા આવે. દરેક વિભાગમાં કાર્ય થાય છે તેમાં ડિજીટલ ઉપયોગ વધુ થાય. ગુડ ગવર્નન્સ અને સેવા બે પેરેલલ કરવું પડે. સેવા તો જ થઈ શકશે. નોકરી મળે ત્યારે પગાર શું છે સીધુ એજ મગજમાં આવે. પૈસા અને પૈસા ની જરૂરીયાત દરેક માણસને હોય. પગાર હોદ્દો મગજમાં હોય તો સેવા કઈ રીતે થઈ શકશે. પરિક્ષા આપો આગળ વધતા જાઓ. વિકાસ જે રીતે થાય છે એની ગતિ આગળ વધારીએ તેવો પ્રયત્ન કરવો જોઈએ. 

જિલ્લા ફાળવણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી
પંચાયત સેવા બોર્ડ દ્વારા જિલ્લા ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જેમાં 12 ઓક્ટોમ્બર સુધી તલાટીની અને 17 ઓક્ટોમ્બર સુધી જુનિયર ક્લાર્કના ઉમેદવારોને જિલ્લા ફાળવણી કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news