પાટીદાર આંદોલન બાદ પહેલીવાર એક મંચ પર આવશે પાટીદારો, લોકસભા પહેલા શક્તિ પ્રદર્શન કરશે

Mehsana News : અનામત આંદોલન બાદ SPG ફરીથી પાટીદારોને એક મંચ પર લાવી રહ્યું છે. અનામત આંદોલન બાદ પ્રથમવાર spg નું મોટું સંમેલન યોજાશે. CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે 30 જુલાઈએ પાટીદાર સ્નેહમિલન સમારોહ યોજાશે. જેમાં હજારો પાટીદારો સંમેલનમાં જોડાશે

પાટીદાર આંદોલન બાદ પહેલીવાર એક મંચ પર આવશે પાટીદારો, લોકસભા પહેલા શક્તિ પ્રદર્શન કરશે

Patidar Power : લોકસભા ચૂંટણી પહેલા પાટીદારોનું આજે શક્તિપ્રદર્શન જોવા મળશે. પાટીદારોના ગઢ મહેસાણામાં આજે સૌથી મોટું સંમેલન યોજાવાનું છે. SPGના બેનર હેઠળ આ સ્નેહમિલન સમારંભ યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાશે. જેમાં નીતિન પટેલ સહિત અનેક દિગ્ગજો કાર્યક્રમમાં હાજર રહેશે. આ શક્તિ પ્રદર્શનમાં ધાર્મિક અને સામાજિક સંસ્થાના વડાઓ હાજર રહેશે. રાજકીય અને ઉદ્યોગ જગતની હસ્તીઓ પણ હાજર રહેશે. આ મહાસંમેલનમાં કડવા અને લેઉવા પાટીદારના મોટા નેતા પણ જોડાશે. ઊંઝા ઉમિયા માતાજી અને ખોડલધામના અધ્યક્ષ પણ હાજર રહેશે. તેમજ આ પ્રસંગે પાટીદાર સમાજના તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરાશે. 

અનામત આંદોલન બાદ SPG ફરીથી પાટીદારોને એક મંચ પર લાવી રહ્યું છે. અનામત આંદોલન બાદ પ્રથમવાર spg નું મોટું સંમેલન યોજાશે. CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે 30 જુલાઈએ પાટીદાર સ્નેહમિલન સમારોહ યોજાશે. જેમાં હજારો પાટીદારો સંમેલનમાં જોડાશે.

ઉલ્લેખનીય છે કે, SPG સભ્ય નું અવસાન થાય તો હાલમાં અપાય છે. 7 લાખની સહાય 1 સભ્ય રૂપિયા 100 આપે તો 7000 સભ્યો થકી કુલ 7 લાખ સહાય અપાય છે. 30 જુલાઈ એ 30,000 સભ્યો બનાવવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. 30,000 સભ્યો 100-100 રૂપિયા આપશે તો મૃતકને 30 લાખ સહાય મળશે. 30 તારીખે 30 હજારને પારનો સંકલ્પ સાથે આ મહાસંમેલન યોજાનાર છે. આગામી સમયમાં સવા કરોડ પાટીદારોને spg માં જોડવાનો સંકલ્પ છે. સવા કરોડ સભ્યો થાય તો માત્ર 1 રૂપિયો સહાય મેળવી મૃતકને સવા કરોડ સહાય અપાશે.

આ ઉપરાંત ભાગીને લગ્ન કરનાર દીકરીના સાક્ષીમાં માતા પિતાની સાક્ષી ફરજિયાત કરવાનો મુદ્દો પણ સંમેલનમાં ઉઠાવશે. SPG સભ્યોના તેજસ્વી વિદ્યાર્થીઓને સીએમના હસ્તે ઇનામ અપાશે. આ મહાસંમેલનમાં SPG ના લાઈફ ટાઈમ મેમ્બર વધારવા કામગીરી કરાશે. 

SPG સંગઠન મજબૂત થાય અને સમાજના છેવાડે રહેતા પાટીદાર સમાજના ભાઈ બહેનો સુધી સંગઠનનો લાભ પહોંચે અને આગામી યોજનાર મહા સંમેલનમાં સમગ્ર ગુજરાત માંથી SPG ના હજારો લોકો જોડાયા તે માટે દરેક હોદ્દેદારો અને સક્રિય કાર્યકર્તાઓ દ્વારા હાકલ કરવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news