ગુજરાત ચૂંટણી : અમરેલી સીટ ; બાવકુભાઈ ઉધાડ vs પરેશ ધાનાણી

કોંગ્રેસે ફાયરબ્રાન્ડ યુવા નેતા પરેશભાઈ ધાનાણીને અમરેલી સીટ માટે ઉમેદવાર બનાવ્યા છે. બીજેપીએ લાઠી સીટના ધારાસભ્ય બાવકુભાઈને સામે ઉતાર્યા છે 

ગુજરાત ચૂંટણી : અમરેલી સીટ ;  બાવકુભાઈ ઉધાડ vs પરેશ ધાનાણી

અમદાવાદ : અમરેલી પાટીદાર આંદોલનના પ્રમુખ કે઼ન્દ્રોમાંથી એક છે. અહીં કોંગ્રેસે પોતાના ફાયરબ્રાન્ડ યુવા નેતા પરેશભાઈ ધાનાણીને ઉમેદવાર જાહેર કર્યા છે. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં પરેશ ધાનાણીએ બીજેપીના દીલિપ સંઘાણીને હરાવીને આ સીટ પર કબજો કર્યો હતો.  આ સીટ 1985, 1990 અને 2007માં બીજેપી નેતા દીલિપ સંઘાણીએ જીતી હતી જ્યારે 1995 અને 1998માં ગુજરાત બીજેપીના અધ્યક્ષ રહેલા પુરુષોત્તમ રૂપાલાનો આ સીટ પર કબજો હતો. પરેશ ધાનાણીએ 2002માં બીજેપની લહેર હોવા છતાં કોંગ્રેસ માટે આ સીટ જીતી હતી પણ 2007માં તેઓ દીલિપ સંઘાણી સામે 4000 વોટથી હારી ગયા હતા, પણ 2012માં તેમણે ફરી આ સીટ જીતી લીધી હતી. 

બીજેપીએ આ સીટના ઉમેદવાર તરીકે બાવકુભાઈ ઉધાડના નામની જાહેરાત કરી છે. તેઓ અત્યાર સુધી લાઠીના ધારાસભ્ય હતા. બાવકુભાઈએ 2012માં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી.  2014માં બાવકુભાઈએ વિધાનસભા સાથે જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. 2014ની પેટાચૂંટણીમાં બાવકુભાઈ બીજેપીની ટિકિટ પર લડ્યા અને જીત મેળવી હતી. 

અમરેલી પાટીદારોનો ગ ઢ છે. 2012માં બીજેપીએ સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં 54માંથી 40 સીટો મેળવી હતી અને 12 સીટ કોંગ્રેસના ખાતામાં ગઈ હતી. હવે પાટીદાર આંદોલન બીજેપીને કેટલું નુકસાના પહોંચાડે છે એ પરિણામ પરથી જોવા મળશે. અમરેલી વિધાનસભા ક્ષેત્રમાં 1 લાખ કરતા વધારે મતદાતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news