Rajkot Airport: નશામાં ધૂત રિક્ષાચાલક VIP ગેટ તોડીને રન-વે સુધી પહોંચી ગયો! CISF જવાનોમાં હડકંપ
રાજકોટ એરપોર્ટ સ્થાનિક પોલીસ તેમજ એસોજી અને બોમ્બ સ્કોવોડ તેમજ ડોગ સ્કોવડ સહીતનું ટીમ એરપોર્ટ પર પહોંચી હતી અને રિક્ષાની તપાસ કરવામાં આવી હતી.
- રીક્ષા ચાલક VVIP ગેટ તોડી રન વે ના ગેટ સુધી પહોંચ્યો
- તાત્કાલિક CISFના જવાનોએ પકડી પાડયો
- રીક્ષા ચાલક દારૂ પીધેલ હોવાની પોલીસને શંકા
Trending Photos
દિવ્યેશ જોશી/અમદાવાદ: રાજકોટ એરપોર્ટ પર સુરક્ષાને લઈને મોટી ચૂક જોવા મળી છે. રાજકોટ એરપોર્ટ પર એક રીક્ષા ચાલક વીઆઈપી ગેટ તોડી રનવે સુધી પહોંચી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે એરપોર્ટ પર મુખ્ય ગેટ સહિત તમામ જગ્યાએ સુરક્ષા ને લઇ CISF તૈનાત હોય છે પરંતુ સીઆઇએસએફની આ સુરક્ષામાં છીંડુ કરી રીક્ષા ચાલક રિક્ષા સહિત રનવે સુધી પહોંચી ગયો હતો ત્યારે રીક્ષા ચાલક રનવે સુધી પહોંચતા સ્થાનિક પોલીસ અને સીઆઇએસએફની ટીમ દોડતી થઈ ગઈ હતી.
તેમજ સમગ્ર ઘટના બની ત્યારે indigo ની બેંગ્લોર ની ફ્લાઈટ રન-વે પર ઉભી હતી. પરંતુ રીક્ષા ચાલક ફ્લાઈટ સુધી પહોંચે તે પહેલા સીઆઈએસએફના જવાનોએ રીક્ષા ચાલકની ઝડપી લીધો હતો અને રીક્ષા ચાલકને ગાંધીગ્રામ પોલીસને સોંપવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઇ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે indigo ની ફ્લાઈટના પેસેન્જર થોડીવાર માટે રાહ જોવા પણ જણાવાયું હતું કારણ કે સુરક્ષાની દ્રષ્ટિએ ફ્લાઈટની પણ તપાસ કરવામાં આવી હતી.
રાજકોટ એરપોર્ટ સ્થાનિક પોલીસ તેમજ એસોજી અને બોમ્બ સ્કોવોડ તેમજ ડોગ સ્કોવડ સહીતનું ટીમ એરપોર્ટ પર પહોંચી હતી અને રિક્ષાની તપાસ કરવામાં આવી હતી. જો કે પ્રાથમિક દ્રષ્ટીએ કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નહોતી. ત્યારબાદ પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો.
રિક્ષા ચાલક દીપક જેઠવા નશામાં હોય અને આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે રિક્ષા ચાલકને હાલ ગાંધીગ્રામ પોલીસ પૂછપરછ કરી રહી છે ત્યારે રન-વે સુધી તમામ સુરક્ષા તોડી રિક્ષા પહોંચી ગઈ ત્યાં સુધી CISF શું કરી રહી હતી તે મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે