Gujarat Elections 2022 : મતદાનના એક દિવસ પહેલા AAP પર ભાજપનો વાર, ઈમામ-મૌલવીઓને રૂપિયા આપે છે આમ આદમી પાર્ટી

Gujarat Elections 2022 : ભાજપ ગુજરાતના મીડિયા કન્વીર ડો યજ્ઞેશ દવેએ ટ્વીટ કરીને આરોપ મૂક્યો કે આપ દિલ્હી ઈમામ અને મૌલવીઓને પગાર ચૂકવે છે

Gujarat Elections 2022 : મતદાનના એક દિવસ પહેલા AAP પર ભાજપનો વાર, ઈમામ-મૌલવીઓને રૂપિયા આપે છે આમ આદમી પાર્ટી

Gujarat Elections 2022 : ફરી એકવાર ગુજરાત ચૂંટણીના એક દિવસ પહેલા આમ આદમી પાર્ટી ઈમામોને પગારને લઈને નિશાન પર આવ્યું છે. ભાજપે આમ આદમી પાર્ટી પર મોટો આરોપ લગાવ્યો છે. ભાજપે કહ્યું કે, મૌલવી અને ઈમામને દર મહિને પગાર ચૂકવે છે. દિલ્હી સરકાર ઈમામને દર મહિને 18,000 રૂપિયાનો પગાર આપે છે. મૌલવીઓને દર મહિને 16 હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે. RTIમાં થયેલા ખુલાસામાં વાત સામે આવી છે. ત્યારે RTI નો હવાલો આપી ભાજપે AAP પર પ્રહાર કર્યા છે.     

ભાજપ ગુજરાતના મીડિયા કન્વીર ડો યજ્ઞેશ દવેએ ટ્વીટ કરી કે, દિલ્હી સરકાર મૌલવી અને ઇમામને દર મહિને પગાર ચૂકવે છે. આરટીઆઇમા થયેલા ખુલાસામા વાત સામે આવી છે. ત્યારે આરટીઆઇનો હવાલો આપી ભાજપે આપ સરકાર પર પ્રહાર કર્યાં છે. ભાજપે કહ્યું કે, આમ આદમી પાર્ટીના અસત્યનો પર્દાફાશ થયો છે. અરવિંદ કેજરીવાલની દિલ્હી સરકાર ઈમામ અને મોલવીઓને 18000 અને 16000 નો પ્રતિ માસ પગાર આપે છે. વારંવાર ખોટું બોલનારું આપ શું માહિતી પ્રસારણની આ રિપોર્ટને ખોટું સાબિત કરી શકશે. 

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ દિલ્હી નગરનિગમની ચૂંટણીમાં પ્રચાર વચ્ચે ઈમામ અને મૌલવીઓને રૂપિયા ચૂકવાતા હોવાનો મુદ્દો ઉઠ્યો હતો. દિલ્હીમાં ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ મંદિરોના પૂજારીઓ અને ગુરુદ્વારાના ગ્રંથિઓને કહ્યું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસેથી પગાર આપવાની માંગ કરવામાં આવે. સાંસદે કહ્યુ હતું કે, સરકાર માત્ર ઈમામો અને મૌલવીઓને જ રૂપિયા ચૂકવે છે. તેમની સલાહ પર તતારપુર ગામના એક શિવરમંદિર અને તિહાર ગામના એક ગુરુદ્વારાની મેનેજમેન્ટ સમિતિઓએ આ સિલસિલામાં કેજરીવાલને પત્ર લખ્યો છે. પશ્ચિમી દિલ્હીના સાંસદે કહ્યુ હતું કે, તે તેમામ મંદિરો અને ગુરુદ્વારાના પૂજારીઓ તથા ગ્રંથિઓને અપીલ કરે છે કે, તેઓને 42000 રૂપિયાનું માસિક વેતન આપવામાં માટે કેજરીવાલને પત્ર લખે. જો આપ પાર્ટી આવુ કરવામાં અસફળ રહી તો મંદિરો અને ગુરુદ્વારાની બહાર બોર્ડ લગાવી દેવુ જોઈએ કે, માંગ પૂરી ન થાય ત્યાં સુધી આપના કોઈ પણ નેતા, ઉમેદવાર અને સ્વંય મુખ્યમંત્રીના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news