vmc

‘ઘરનું ઘર’ લેવા નીકળેલા રસ્તા પર રગદોળાયા, વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ લેવા થઈ ધક્કામુક્કી

ઘરનું સપનુ સાકાર કરવા માટે લોકોને કેવી કેવી મુશ્કેલીઓમાંથી પસાર થવુ પડે છે તેનો જીવતો જાગતો પુરાવો વડોદરામાં જોવા મળ્યો. વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ મેળવવા લોકોની લાંબી લાઈનો બાદ ધક્કામુકી થઈ હતી. ભારે ભીડ થતા પોલીસ બોલાવવી પડી હતી. આ ધક્કામુક્કીમાં કોઈના જીવ જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે સાડા પાંચ લાખનું મકાન મેળવવા મધ્યમવર્ગીય પરિવારના લોકોનો ધસારો જોવા મળ્યો હતો. આ દ્રશ્યો કોઈને પણ વિચલિત કરી દે તેવા છે.  આ બાદ કોર્પોરેશન દ્વારા ફોર્મ વિતરણ બંધ કરવામાં આવ્યુ હતું. 

Oct 20, 2021, 12:36 PM IST

Vadodara: વડોદરામાં તળાવો બન્યા ગંદકીનું ઘર, કોર્પોરેશને બ્યુટીફિકેશન પાછળ કર્યો 76 કરોડનો ખર્ચ

વડોદરા મહાનગર પાલિકાએ શહેરમાં આવેલા વિવિધ તળાવોના બ્યુટીફિકેશન માટે અત્યાર સુધી કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. પરંતુ હજુ સુધી તળાવોની સ્થિતિ સુધરી નથી. 
 

Aug 30, 2021, 01:05 PM IST

Vadodara: વડોદરામાં સિદ્ધનાથ તળાવ બન્યું ગંદકીનું હબ, પાલિકાએ બ્યુટીફિકેશન પાછળ કર્યો છે 6.5 કરોડનો ખર્ચ

વડોદરા કોર્પોરેશને સિદ્ધનાથ તળાવના બ્યુટીફિકેશનનો નિર્ણય કર્યો હતો. આ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે. તેમ છતાં તળાવમાં આજે અસહ્ય ગંદકી જોવા મળી રહી છે.

Aug 24, 2021, 11:29 AM IST

Vadodara Municipal Corporation ની પોલ ખૂલી, પાલિકાના ખાડા બન્યા જીવલેણ

પાલિકાએ અકોટાના શ્રેણિક પાર્ક સર્કલ (ગાય સર્કલ ) પાસે ઠેર ઠેર ખાડા ખોદી નાખ્યા છે, જે ખાડા પુરાયા નથી, જેમાં વરસાદી (Rain) પાણી ભરાતા ટુ વ્હીલર પર સવાર બે વ્યક્તિઓ ખાડાના લીધે રોડ પર પટકાયા અને તેમનો આબાદ બચાવ થયો હતો.

Jul 24, 2021, 03:04 PM IST

તોફાની વરસાદે અડધા કલાકમાં વડોદરાને ધમરોળ્યું, L&T સર્કલ પાસે મહાકાય હોર્ડિંગ્સ તૂટ્યું

  • પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી માત્ર દેખાડા પૂરતી હોવાનું પહેલા જ વરસાદમાં જણાયું
  • વરસાદના આગમન બાદ ઠેરઠેર પાણી ભરાવાના બનાવ બન્યા

Jun 17, 2021, 03:41 PM IST

લાચાર દીકરી સાંસદ સામે પોક મૂકીને રડી પડી, કહ્યું-પિતા જ નહિ રહે તો હું જીવીને શું કરીશ

વડોદરામાં પણ દર્દીઓની લાચારીના દ્રશ્યો ઠેરઠેર જોવા મળે છે. દર્દીઓના સ્વજનો હોસ્પિટલની બહાર પોક મૂકીને રડતા જોવા મળે છે, પરંતું તેમ છતાં તંત્ર મૂકપ્રેક્ષક બનીને આ દ્રશ્યો જોતું રહે છે. ત્યારે આજે વડોદરામાં એક લાચાર દીકરી પોતાના પિતાને સારવાર અપાવવા માટે મહિલા સાંસદ સામે રડી પડી હતી. 

Apr 27, 2021, 03:48 PM IST

VADODARA: શહેરમાં એક સાથે ચાર મ્યુનિસિપલ કાઉન્સિલર કોરોના પોઝિટિવ, તંત્ર દોડતું થયુ

ગુજરાતમાં કોરોના એકવાર કાબુમાં આવી ગયા બાદ ફરી  એકવાર બેકાબુ થઇ રહ્યો છે. જો કે નેતાઓ હજી પણ બેશરમીથી જ જવાબો આપી રહ્યા છે. કોરોના આવે તો ભગવાન શિવ જવાબદાર તેવું નિવેદન આપનાર નેતાનાં જ મત વિસ્તારમાંથી ચાર મ્યુનિસિપલ કાઉન્સિલર કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. વોર્ડ નંબર 6 ના હેમિષાબેન ઠક્કર, વોર્ડ નંબર 8ના રીટાબેન આચાર્ય, વોર્ડ નંબર 13માં જ્યોતિબેન પટેલ, વોર્ડનંબર 18માં કલ્પેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

Mar 15, 2021, 05:54 PM IST

Vadodara Corporation Election Result: સંસ્કારનગરી વડોદરામાં ભાજપનો ભગવો લહેરાયો, ભાજપે મેળવ્યો બહુમત

ગુજરાત (Gujarat) ની 6 મહાનગરપાલિકાની ચૂંટણીનો આજે પરિણામનો દિવસ છે. સવારે 9 વાગે અમદાવાદ (Ahmedabad) , વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં મતગણતરી શરૂ થઈ. શરૂઆતી વલણમાં વડોદરામાં મનપામાં ભાજપ આગળ ચાલી રહ્યુું છે.

Feb 23, 2021, 11:11 AM IST

Vadodara: VMC માં RSP પ્રદેશ પ્રમુખ અને એન્જિનિયર વચ્ચે છુટ્ટા હાથની મારામારી

સંસ્કારી નગરીનું બિરુદ પામેલી વડોદરા નગરીનાં સેવા સદનમાં જ નેતાઓ ભાન ભુલ્યા હતા. અહીં ફાઇલ પાસ કરાવવા મામલે થયેલી માથાકુટમાં રાષ્ટ્રીય સમાજ પક્ષ (RSP) કાર્યકારી પ્રદેશ પ્રમુખને ડેપ્યુટી એક્ઝિક્યૂટિવ એન્જિનિયરે ઢોર માર માર્યો હતો. જાહેરમાં લોકોની હાજરીમાં રાઠોડ નામના ઇજનેરની દાદાગીરી કેમેરામાં કેદ થઇ હતી. જો કે તકરારનું સાચુ કારણ હજી સુધી સામે આવ્યું નથી. પરંતુ આરએસપીના પ્રદેશ પ્રમુખના અનુસાર એન્જિનિયર દ્વારા તેની પાસે લાંચ માંગવામાં આવી હતી. હાલ તો આ સમગ્ર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. 

Jan 25, 2021, 11:03 PM IST

એક રૂમ રસોડાનું ઘર ખરીદવા અઠવાડિયાથી રોજ હજારો લોકો લાઈન લગાવીને ઉભા રહે છે

  • આજે નિઝામપુરા વિસ્તારમાં આવેલી કોટક મહિન્દ્રા બેંકની બહાર આવાસ યોજનાના ફોર્મ લેવા લાંબી લાઈન લાગી હતી
  • વડોદરાના સમતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડનાં મકાનો બનવા જઈ રહ્યાં છે

Jan 6, 2021, 02:50 PM IST

વડોદરા: બિલ્ડિંગ દુર્ઘટનામાં પરિવારનો પથ્થરો પણ પિગળી જાય તેટલું હૈયાફાટ રૂદન

શહેરના પાણીગેટ વિસ્તારમાં બાવામાનપુરામાં સોમવારે મોડી રાત્રે 3 માળની બિલ્ડિંગ ધરાશાયી થઇ ગઇ હતી. જેમાં રાજસ્થાની પરિવારના 3 લોકોનાં મોત નિપજ્યાં હતા. ઘટનાને પગલે મોડી રાતની ઘટના બાદ શહેરનાં અન્ય વિસ્તારની સાઇટમાં કામ કરતા પરિવારજનો દોડી ગયા હતા. ત્યારે ભાઇ, ભાભી અને પિતરાઇના કાટમાળમાં દટાઇને મોત થવાથી મૃતક બહેન, ભાઇ અને ભાભીએ પિતરાઇના કાટમાળમાં દબાવાથી મોત થવાથી મૃતક બહેન, ભાઇ અને ભાભી દ્વારા હૈયાફાટ રૂદન કરવામાં આવી રહ્યું હતું. એક જ પરિવારનાં 3 સભ્યોનાં મોતથી પરિવારજનો પર આભ તુટી પડ્યું હતું.

Sep 29, 2020, 04:29 PM IST

વડોદરા પાલિકાની પહેલ કોરોનાના દર્દીઓને કામ આવી, પાછા અપાવ્યા હોસ્પિટલોએ લીધેલા વધારાના રૂપિયા

  • હોસ્પિટલો સામે થયેલા 19 જેટલા કેસમાં ગ્રાહકોને તેમના રૂપિયા પરત આપવામાં આવ્યા
  • વડોદરા કોર્પોરેશન દ્વારા ટોલ ફ્રી નંબર 1800 233 0265 જાહેર કરવામાં આવ્યો

Sep 11, 2020, 03:20 PM IST
1033 New Corona Cases In State And 1083 Patients Recovered, 15 Deaths PT3M36S

રાજ્યમાં નવા 1033 દર્દી, 1083 દર્દી સાજા થયા 15 લોકોનાં મોત

1033 New Corona Cases In State And 1083 Patients Recovered, 15 Deaths

Aug 17, 2020, 09:40 PM IST

Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1092 કેસ, 18 મૃત્યુ, કુલ સંક્રમિતો 75 હજારને પાર

રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 75 હજાર 482 પર પહોંચી ગઈ છે. તો મૃત્યુઆંક વધીને 2733 પર પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી 58 હજાર 439 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. 
 

Aug 13, 2020, 07:21 PM IST
1152 New Corona Cases In State And Recovery Rate Is 77 Percent PT2M8S

PM મોદીની ટકોર બાદ જાગી ગુજરાત સરકાર, એક દિવસમાં કરી દીધા કોરોનાના રેકોર્ડ ટેસ્ટ

કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ટેસ્ટિંગ ખુબ જરૂરી છે. રાજ્યમાં પણ કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે ગુજરાત સરકારે ટેસ્ટિંગની સંખ્યા વધારી દીધી છે. 

Aug 12, 2020, 08:06 PM IST

Corona Update: રાજ્યમાં નવા 1152 કેસ, 18 મૃત્યુ, રાજ્યનો રિકવરી રેટ 77.15%

નવા કેસની સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 74390 પહોંચી ગઈ છે. તો મૃત્યુઆંક 2715 થઈ ગયો છે. 
 

Aug 12, 2020, 07:39 PM IST

વડોદરામાં કોરોના વાયરસના નવા 104 કેસ, એક દર્દીનું મૃત્યુ

વડોદરામાં આજે વધુ 80 દર્દીઓ સાજા થયા છે. આમ કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 4538 દર્દીઓ રિકવર થઈ ગયા છે.

Aug 12, 2020, 06:48 PM IST

Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 925 કેસ, 10 મૃત્યુ, 791 ડિસ્ચાર્જ

રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસ દરરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં નવા 925 કેસની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 44 હજારને પાર પહોંચી ગઈ છે. 
 

Jul 15, 2020, 07:53 PM IST

વડોદરામાં નવા 77 કેસ નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 3296 પર પહોંચી

વડોદરા શહેરમાં કોરોના વાયરસના વધુ 77 કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3296 પહોંચી ગઈ છે. આજે કોર્પોરેશન દ્વારા 559 સેમ્પલ ટેસ્ટ કરવા માટે લીધા હતા. 

Jul 15, 2020, 06:06 PM IST